ગંદુ બાથરૂમ તમને પણ નહીં ગમતું હોય. જો બાથરૂમમાં હંમેશા દુર્ગંધ આવતી હોય અને તેમાં હંમેશા કાળા અને પીળા ડાઘ હોય તો તે સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ સારું નથી અને જો કોઈ મહેમાન આવે છે તો તેની સામે તે તમારી ઇમેજ ખરાબ સાબિત થઈ શકે છે.
એક સ્વચ્છ અને વગર દુર્ગંધવાળું બાથરૂમ ઘરના વાતાવરણ માટે પણ સારું છે. પરંતુ ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે બાથરૂમને વારંવાર ઘાસ ઘાસ કર્યા પછી પણ તે સાફ નથી થતું અને તે પરેશાન થઈ જાય છે શું કરું તો સ્વચ્છ દેખાય.
વ્યવસાયિક રીતે બાથરૂમ સાફ કરવું એક માથાનો દુખાવો સમાન છે અને તેના માટે કેમિકલ્સ ગંધને શ્વાસ લેવાની સાથે સાથે ઘણા પૈસા ખર્ચાય છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે તમે માત્ર 10 રૂપિયામાં તમારા બાથરૂમને સ્વચ્છ કરી શકો છો, તો તમે શું કહેશો?
અમે તમને કેટલાક ખાસ હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે આ કામ માત્ર 10 રૂપિયામાં જ કરી શકો છો. આ હેક્સ માટે જે પણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘરે સરળતાથી મળી રહે છે અને બીજી વસ્તુઓની કિંમત પણ એટલી જ હશે.
1) ટોઇલેટ બાઉલ સાફ કરવા માટે ટિપ્સ : સૌથી સરળ ટિપ્સ જે તમને ટોયલેટ બાઉલ સાફ કરવામાં મદદ કરી શકે છે તે છે ટોઇલેટ બોમ્બ. તે સફાઈ માટે ખુબ જ સારું હોય છે અને પીળા ડાઘ દૂર કરવામાં અને ટોઇલેટની ગંધ ઘટાડવામાં મદદ કરી શકે છે.
સામગ્રી : 1 કપ ખાવાનો સોડા, 3 ચમચી પાવડર સાઇટ્રિક એસિડ, 1 ચમચી લિક્વિડ ડિશ વૉશ બાર અથવા કપડાં ધોવાનો સાબુ અને પાણી. વિધિ – સૌથી પહેલા ત્રણેય સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પછી ખૂબ જ ઓછા પાણીથી પેસ્ટ બનાવો. ધ્યાનમાં રાખો કે સાઇટ્રિક એસિડ અને ખાવાનો સોડાનું રિએક્શન થશે અને તે ફૂલવા લાગશે, પરંતુ જો તમે ચમચીને વારંવાર હલાવો છો, તો તે સ્થિર થઈ જશે.
હવે તેને નાના બોલ્સના આકારમાં ચારથી પાંચ ડિસ્પોઝેબલ કપમાં દબાવીને ભરો. ધ્યાન રાખો કે કપને આખા ભરવાના નથીકારણ કે તે પછી ફુલશે. અહીંયા તમે આઇસ ટ્રેનો ઉપયોગ પણ કરી શકો છો.
પછી તમે તેને 10 કલાક માટે રાખો. એટલે તે ફૂલીને બેસી જશે. આ રીતે તમે 6-7 ટોયલેટ બોમ્બ બનાવી શકો છો જેનો તમે એક પછી એક ઉપયોગ કરી શકો છો. તેને ફ્લશ ટેન્ક અથવા ટોયલેટ બાઉલમાં નાખીને 1 કલાક માટે છોડી દો, પછી ટોઇલેટનો ફ્લેશ કરી દો. બધી દુર્ગંધ દૂર થઇ જશે.
2) બાથરૂમના ફ્લોરની સફાઈ : હવે જો તમારે ટોઇલેટ ફ્લોર સાફ કરવું છે તો બીજી ટિપ્સ કામમાં આવશે. બાથરૂમની ટાઈલ્સ વચ્ચે ઘણી બધી ગંદકી જામે છે અને ધૂળ અને માટી જામી જઈને પાણીના ડાઘ બનાવે છે. તો તેને સાફ કરવું થોડું મુશ્કેલ બની જાય છે. આ માટે તમે ફ્લોર ક્લીનર બનાવી શકો છો.
સામગ્રી : 1 કપ હાઇડ્રોજન પેરોક્સાઇડ, 2 ચમચી સફેદ વિનેગર, 2 ચમચી ખાવાનો સોડા અને પાણી. વિધિ – તમને પહેલા જ જણાવી દઈએ કે આ ક્લીનરથી રિએક્શન ખૂબ જ ઝડપથી થશે, તેથી જો તમે સાવચેત નથી રહેતા તો તેની ગંધથી એલર્જી અથવા આંખોમાં બળતરા થઈ શકે છે. બાળકોને પણ તેનાથી દૂર રાખો.
તમે અડધી ડોલ પાણીમાં બધી વસ્તુઓને મિક્સ કરો અને પછી તેને બાથરૂમના ફ્લોર પર રેડીને બહાર નીકળી જાઓ. એક્ઝોસ્ટ ફેન ચાલુ કરો જેથી વાસ આવે તો તમને કોઈ સમસ્યા ન થાય. 30 મિનિટ પછી, પાણી નાખીને બાથરૂમ ઘસીને સાફ કરો. તમે જોશો કે પાણીના ડાઘની સાથે બાથરૂમની ટાઇલ્સમાં રહેલી ગંદકી પણ સાફ થઈ જશે.
3) ખારા પાણીના ડાઘ સાફ કરવા માટે બાથરૂમ સ્પ્રે : આપણે ટોયલેટ બાઉલ સાફ કરી લીધો, બાથરૂમનો ફ્લોર સાફ પણ કરી લીધો, પરંતુ હજી પણ નળ પર અને સિંક પર મીઠાના પાણીના ડાઘ દેખાય છે તો તેની માટે શું કરવું જોઈએ, તો ચલો જાણીયે.
સામગ્રી : 3 ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ, 1 નાની ચમચી લીકવીડ સોપ, પાણી. વિધિ – આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. પછી તમારે જ્યાં પણ તેનો ઉપયોગ કરવો હોય ત્યાં તેને સ્પ્રે કરો અને તેને કપડાથી સાફ કરો.
આ બધી રીત તમારા બાથરૂમને સાફ કરવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે અને સૌથી વધુ ખર્ચાળ પણ નથી. એકવાર તમે સામાન લઈ લો, પછી એક વખતની સફાઈનો ખર્ચ લગભગ 10 રૂપિયા આવશે અને આ સામાન લાંબા સમય સુધી પણ ચાલશે.
જો તમને આ માહિતી ગમી હોય તો બીજાને પણ જણાવો અને આવી જ જાણકરી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.