આ 7 વસ્તુઓ તમારા હાડકાને ખોખરા કરે છે, આજે જ આદતો છોડો, 70 વર્ષે પણ લાકડીના ટેકાની જરૂર નહીં પડે

bad habits for bone in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હાડકાં શરીર માટે સપોર્ટ સિસ્ટમ છે. તેઓ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ સ્ટોર કરે છે. જો હાડકાં નબળા હોય તો માત્ર દુ:ખાવો જ નથી થતો પરંતુ ફ્રેક્ચર થવાની પણ સંભાવના વધી જાય છે. દરેકને સલાહ આપવામાં આવે છે કે હાડકાની વિશેષ કાળજી રાખો. પરંતુ આપણી કેટલીક ભૂલો હાડકાને ખોખરા કરે છે.

આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી છે કે નાની ઉંમરમાં જ હાડકાં નબળા થવા લાગી ગયા છે. નાની ઉંમરના લોકોને હાડકાના દુખાવા શરુ થઇ ગયા છે, તો આજે આ લેખમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા હાડકાં પર ખરાબ અસર કરે છે.

પૂરતો સૂર્યપ્રકાશ ના લેવો : કેટલાક લોકોનો દિવસ ઘરમાં જ વિતાવે છે, જેના કારણે તેમને પૂરતું વિટામિન ડી મળતું નથી. પરંતુ તે હાડકા માટે બિલકુલ સારું નથી. વિટામિન ડીના અભાવને કારણે હાડકાંને પૂરતું કેલ્શિયમ મળી શકતું નથી. સૂર્યપ્રકાશ સિવાય તમે આહારમાં વિટામિન ડી-ફોર્ટિફાઇડ દૂધ, જ્યુસ અથવા અનાજનો સમાવેશ કરો.

લાંબા સમય સુધી બેઠા રહેવું : કેટલાક લોકો કલાકો સુધી એક જગ્યાએ સતત બેસી રહે છે, પરંતુ તેનાથી તેમના હાડકા પર ખરાબ અસર થાય છે. સારા હાડકાં માટે થોડું હલનચલન જરૂરી છે. લાંબા સમય સુધી બેસવાને બદલે વધુમાં વધુ હલનચલન કરવાથી હાડકા મજબૂત રહે છે.

ખૂબ વધતે મીઠું ખાવું : સોડિયમ શરીર માટે જરૂરી છે પરંતુ મર્યાદિત માત્રામાં સેવન જ ફાયદો કરે છે. વધુ પડતા મીઠાના સેવનથી હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે જે હાડકાને નબળા બનવાનું કામ કરે છે. તેથી આપણે જે પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ તે લેતા પહેલા તેમાં સોડિયમ કેટલું છે તે એકવાર જરૂર તપાસી લેવું.

સોફ્ટ ડ્રિંક્સ પીવું : મોટાભાગના લોકોને સોફ્ટ ડ્રિંક પીવું પસંદ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. વાસ્તવમાં તેમાં ઘણું બધું સુગર અને કેફીન હોય છે. આ સિવાય, તેમાં ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ એક પ્રિઝર્વેટિવ તરીકે થાય છે. જેના કારણે તેને પીવાથી હાડકામાંથી સીધું કેલ્શિયમ ઓછું થવા લાગે છે.

પ્રાણીઓનું પ્રોટીન ખાવું : જો તમે એનિમલ પ્રોટીનનું વધુ પડતું સેવન એટલે માંસનું વધુ સેવન કરો છો તો તે તમારા હાડકાને નુકસાન પહોંચાડે છે. તેના વધુ પડતા સેવનથી પેશાબમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

કેટલીક દવાઓ લેવી : ઘણી વખત લોકો ડોક્ટરની સલાહ વગર દવા લેતા હોય છે જે દરેક દવાની પોતાની આડઅસર હોય છે. કેટલીક દવાઓ હાડકાંને અસર કરી શકે છે. તેથી જો તમે લાંબા સમયથી કોઈ દવા લઈ રહ્યા છો તો તમારે વચ્ચે વચ્ચે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

ઓછું વજન હોવું : જેમ વધુ વજન હોવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ ઓછું વજન પણ હાડકાં પર વિપરીત અસર કરે છે. જે લોકોનું BMI 18.5 કે તેથી ઓછું હોય તેમને ફ્રેક્ચર અને હાડકાંને નુકશાન થવાની શક્યતા વધુ હોય છે. તેથી વજનને હેલ્દી રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.

તો હવે તમે પણ આ ભૂલો કરવાનું ટાળો, જેથી તમારા હાડકાં લાંબા સમય સુધી મજબૂત રહે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો. આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીસૂનીયા સાથે જોડાયેલા રહો.