don talk bad words to child's parent
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકોની દુનિયા અલગ હોય છે. બાળપણમાં બાળકો માતાપિતાના દૃષ્ટિકોણથી દુનિયાને જોવે છે, તેથી દરેક માતાપિતાની જવાબદારી બની જાય છે કે તેઓ બાળકોને માત્ર સારી અને હકારાત્મક વાતો જ શીખવે કારણ કે એકવાર બાળકો જે વસ્તુ શીખે છે પછી તેને બદલવું અથવા સુધારવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

ઉદાહરણ તરીકે, જો બાળકો નાનપણમાં ચોરી કરતા અથવા વ્યસન કરતા શીખે છે તો પછી તે મોટા થઈને આ આદત છોડતું નથી. આવી સ્થિતિ ના આવે તે માટે મહત્વપૂર્ણ છે કે બાળપણમાં જ બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ. કેટલાક માતા-પિતા મજાકમાં બાળકોને એવી વસ્તુઓ શીખવે છે જે તેમના વ્યક્તિત્વ ઘડતરમાં સૌથી મોટી ભૂલ છે.

તને કચરામાંથી ઉઠાવીને લાવ્યા હતા : મોટાભાગના વાલી મજાકમાં અથવા ગુસ્સામાં આ વાત તેમના બાળકોને કહે છે, પરંતુ બાળક સામે આ મજાક કરવાની ઉંમર નથી. નાના બાળકોનું હૃદય ખૂબ કોમળ અને ચોખ્ખું હોય છે. આવી સ્થિતિમાં, તેઓ તમારી આ હકીકત સ્વીકારીને દુઃખી થઈ શકે છે અથવા તેમનામાં ખોટી ભાવના આવી શકે છે.

બીજા બાળકોને મારવું : બાળકોને અન્ય બાળકો સાથે ઝગડો થવો સામાન્ય છે, પરંતુ જો તમે બાળકને શીખવો છો કે જો કોઈ બાળક તારી સામે લડે છે તો તેને ખરાબ રીતે મારીને આવજે, તો આવી શિખામણ તમારા બાળકને હિંસક બનાવે છે અને મોટા થઈને પણ તેની મારામારીની આદત બદલી શકાતી નથી.

બાળકો સામે ડબલ મીનિંગ વાતો કરવી : ઘણા માતા-પિતા તેને મજાક સમજે છે, પરંતુ આ તેના ભવિષ્ય માટે ખુબ જ ખરાબ બાબત છે. આમ કરવાથી બાળકના મનમાં કોઈ માટે માન નથી રહેતું અને તે સારી વસ્તુઓને પણ ખોટી રીતે જોવા લાગે છે.

તમે આ આંટી કે છોકરી સાથે લગ્ન કરીશ ? દરેક વસ્તુ શીખવાની અને સમજવાની એક ઉંમર હોય છે. બાળકોની સામે આવી વાતો કરીને તમે તેમના મનમાં તમે કચરો જ ભરી રહ્યા છો તેથી મજાકમાં પણ આવી વાહિયાત વાતો ન કરો.

સારું કે તું પેદા જ ના થયો હોત : ઘણી વખત ગુસ્સામાં કે મજાકમાં માતા-પિતા બાળકને આવું કહેતા હોય છે. જો તમે ગુસ્સાને નિયંત્રણ નથી કરી શકતા તો તે સમયે બાળકને દૂર રાખો. યાદ રાખો કે બાળકમાં પણ આત્મસન્માન હોય છે તેથી ભવિષ્યમાં મા-બાપ માટે ખૂબ જ મુશ્કેલી પેદા કરી શકે છે.

મને તારા પર વિશ્વાસ નથી : જો બાળક તેની કોઈ સમસ્યા કે જાણવાની ઈચ્છા લઈને તમારી પાસે આવ્યું હોય અને બાળક પર વિશ્વાસ કરવાને બદલે તમે તેને એમ કહો કે મને તારા પર વિશ્વાસ નથી, તો તમારા બંને વચ્ચે ક્યારેય તે સારી બોન્ડિંગ બની શકે.

સારી વસ્તુઓ લઈને આવો : જો બાળક તમને આવીને કહે છે કે તેને કંઈક વસ્તુ ગમે છે અને તે ખરીદવા માંગે છે, તો તેને કહો કે તેના માટે સારું શું છે કે નહીં. ક્યારેય બાળકોને બાળકોને પૂછ્યા વગર ઘરે વસ્તુ લેવાની સલાહ ના આપો.

તો આ હતી કેટલીક વાતો જેને તમે એક માતાપિતા તરીકે બાળકો સામે ક્યારેય ના કરવી જોઈએ. કારણ કે આ એક આદત બાળકને સારા માણસ બનતા અટકાવે છે. આવી સારી જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા