parent child tip
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને બાળપણથી શિસ્તમાં રાખવા ખૂબ જરૂરી છે. પરંતુ શિસ્ત રાખવાની પણ એક રીતે હોય છે, ઘણી વખત વાલીઓ ખોટી રીત અપનાવે છે. ધમકાવવાથી અને માર મારવાથી બાળકના વર્તનમાં થોડોક જ ફેરફાર થાય છે

આ રીતે શિસ્તમાં રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. આ વિષય પર ઘણા અભ્યાસો પણ થયેલા છે, જે પુષ્ટિ કરે છે કે જે બાળકો સાથે વધુ કડક રીતે વ્યવહાર કરવામાં આવે ત્યારે આવા બાળકો ડિપ્રેશનનો શિકાર બને છે અને તેમનું મનોબળ પણ ઘટી જાય છે.

બાળકને સાચા રસ્તા પર લાવવા માટે માત્ર ગુસ્સો અને હિંસા જ એકમાત્ર વિકલ્પ નથી, પરંતુ બીજી પણ ઘણી બધી રીતો છે જેના દ્વારા તમે બાળકને શિસ્તમાં રાખી શકો છો.આવો જાણીએ માર મારવાથી થતા નુકસાન વિશે અને તેનો શું ઉપાય છે.

આત્મસન્માન : ઘણા માતા-પિતા તેમના બાળકોને વાત વાત પર ધમકાવી દે છે, તેમને લાગે છે કે ગુસ્સો કરવાથી તેમનું બાળક શિસ્ત હેઠળ રહે છે. પરંતુ આમ કરવાથી બાળકના આત્મસન્માન પર બહુ ખરાબ અસર પડે છે. પરંતુ જો તમે જાહેરમાં લોકોની વચ્ચે બાળકને ધમકાવો છો ત્યારે બાળક બીજાની સામે નાનું મહેસુસ કરવા લાગે છે.

પછી જયારે પણ બાળકો કોઈ ટેંશનમાં હોય થવા તેમને કોઈ વાત કહેવી હોય ત્યારે તેઓ ડરતા હોય છે. પછી બાળક ડર ના લીધે તેની વાત મનમાં જ રાખે છે અને ટેન્શનનો શિકાર બને છે.સમય જતાં આવા બાળકોમાં આત્મવિશ્વાસ પછો થવા લાગે છે.

બાળકો એકલતા અનુભવે છે : વધુ શિસ્તમાં રહેનારા બાળકોના મિત્રો પણ થોડા બનતા હોય છે. આવા બાળકો તેમના દિલની વાત બહુ ઓછા લોકો સાથે શેર કરે છે.આવા બાળકો પોતાનું મન પોતાનામાં જ રાખે છે અને બીજાઓ સાથે ખુલીને વાત કરતા નથી. જેના કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

બાળકો બની જાય છે વિદ્રોહી : જે માતા-પિતા બાળકો પર હાથ ઉપાડે છે તેઓ આવું કરીને તેમના બાળકોને પોતાનાથી દૂર કરી રહ્યા છે. બાળક શરૂઆતમાં તમારાથી ડરશે પણ પછીથી પોતાને બચાવવા તમારી સામે બોલવા અને ઝગડવા લાગશે. જે બાળકો વારંવાર તેમના માતા-પિતાનો માર ખાય છે તેઓને તેમના માતાપિતા માટે ઈજ્જત હોતી નથી.

બાળકોમાં ગુસ્સો વધે છે : જે બાળકો વારંવાર માર ખાય છે તેઓમાં ગુસ્સો વધુ હોય છે. નાની નાની બાબતોમાં બાળક ગુસ્સે થઇ જાય છે. આ ગુસ્સો ઘણી રીતે બહાર આવી શકે છે. તે હંમેશા તેના કરતા નાના બાળકોને મારવાનો અને દાદાગીરી કરવાનો પ્રયત્ન કરે છે.

આત્મવિશ્વાસનો અભાવ : જે બાળકોને માતાપિતા હંમેશા ધમકાવે છે તે બાળકોમાં પોતાના નિર્ણયો લેવામાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે.આવા બાળકો તેમના જીવનમાં નાના કે મોટા, યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી. તેથી હંમેશા બાળકોને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરો, તેમના પર તમારા ઓર્ડર કરવાનો પ્રયાસ ન કરો.

બાળકોને શિસ્ત શીખવવા માટે ઉપાયો : જો તમારું બાળક હંમેશા ચોકલેટ, બિસ્કીટ કે એવી બીજી કોઈ વસ્તુની જીદ્દ કરતું હોય તો તેની જીદને અવગણો અને તમે તમારું કામ ચાલુ રાખો. તેમની આ જીદ્દ થોડા સમય માટે ચોક્કસ પરેશાન કરશે પરંતુ પછી તેઓ પોતાની મેળે જિદ્દને છોડી દે છે.

ઘણા બાળકોને પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવાની આદત હોય છે, જો તમે એકવાર તેમની જીદ્દ પુરી કરવા લાગી જશો તો તેઓ હંમેશા સતર્ક રહેશે અને ભવિષ્યમાં પણ તેનો લાભ ઉઠાવતા રહેશે.

પ્રતિક્રિયા ન આપો : ઘણીવાર તમે જોયું હશે કે બાળકો માતા-પિતા ગુસ્સો કરે ત્યારે નકારાત્મક પ્રતિક્રિયા આપે છે અથવા તેઓ મજાક કરે છે, જેનાથી તમારો ગુસ્સો વધી જાય છે. આ પછી પણ જો તમને બાળકના વર્તનમાં કોઈ સુધારો નથી દેખાતો તો તેને ચેતવણી આપો. તેનાથી જ બાળક શાંત રહેવા લાગશે અને સારું વર્તન કરવાનું શીખશે.

બાળકો પ્રત્યે તમારું વર્તન બદલો : જ્યારે પણ તમારું બાળક ભૂલ કરે ત્યારે તેને અહેસાસ કરાવો કે તમે તેના કામથી અથવા વાતથી ગુસ્સે છો. અમુક સમય સુધી તમે તમારા વર્તનથી તેમને કહેવાનો પ્રયત્ન કરો કે તે દિવસે તે કરેલું કામ ખોટું હતું. આ રીતે તમારું બાળક બીજાની ભાવનાઓને માન આપતા શીખશે.

હવે જયારે પણ તમને ગુસ્સો આવે તો બાળકોને મારશો કે ધમકાવશો નહીં, પરંતુ તમે તેની સાથે અડધો કે એક દિવસ સુધી વાત કરશો નહીં. આ રીતે બાળકને પણ તેની ભૂલનો અહેસાસ થશે. તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા