અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેળું એક એવું ફળ છે જે વારંવાર ઘરમાં લાવવામાં આવતું હોય છે અને આપણા ઘરોમાં તેને જુદી જુદી રીતે ખાવામાં આવે છે. ઘણા લોકો કેળા ખાવાનું પસંદ કરે છે અને કેટલીકવાર તમે તમારા ઘરમાં કાચા અથવા પાકા કેળા આવેલા જોયા જ હશે. જુદા જુદા લોકોની જુદી જુદી પસંદ હોય છે,

પરંતુ શું તમે જાણો છો કે કેવા કેળા ખાવા જોઈએ? કાચા, પાકેલા અને વધારે પાકા કેળા ક્યારે ખાવા જોઈએ? આ સમસ્યાના ઉકેલ માટે આયુર્વેદિક અનુસાર કેળા કેવી રીતે અને ક્યારે ખાવા અને કેવા કેળા ખાવા જોઈએ. અહીંયા અપને વિગતવાર જાણીશું.

1. ઓછા પાકેલા કેળા ક્યારે ખાવા : ઓછા પાકેલા કેળા ઓછા મીઠા હોય છે અને તેથી સારો નાસ્તો બની શકે છે. આ તમારી ભૂખને તરત જ શાંત કરી શકે છે અને જો તમે કેલરી વિશે ચિંતા હોય તો તે એક હેલ્દી વિકલ્પ સાબિત થઈ શકે છે.

ઓછા પાકેલા કેળાના ફાયદા : આમ સ્ટાર્ચ ઓછું છે. પ્રીબાયોટિક ધરાવે છે અને પાચન માટે સારું છે અને પેટ ઝડપથી ભરે છે અને લાંબા સમય સુધી ચાલે છે

તમારે ઓછું પાકેલું કેળું ક્યારે ખાવું જોઈએ? જ્યારે તમે લો સુગર નાસ્તો શોધી રહ્યા હોય, જ્યારે તમારે ઝડપથી ખાઈને પેટ ભરવું હોય, વર્કઆઉટ કરવા જતા પહેલાં ખાઈ શકો છો

2. પાકેલા કેળા : પાકેલા કેળા ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે અને મોટાભાગના લોકોને આ પાકા કેળા વધુ ગમે છે, પરંતુ આ પ્રકારના કેળા ખૂબ જ ઝડપથી પચી જાય છે.

પાકેલું કેળું ક્યારે ખાવું : જ્યારે તમને પાચનની સમસ્યા હોય અને ખોરાકમાં વધારે પોટેશિયમની જરૂર હોય, જ્યારે તમને મીઠું ખાવાનું મન થાય ત્યારે, જો તમે મધ્યાહન ભોજન પહેલાં મિડ-ટાઇમ નાસ્તો કરવા માંગતા હોય તો પાકા કેળા ખાઓ.

3. વધારે પાકા કેળા : જો તમે ક્યારેય આ કેળું ખાધું હોય તો તમને ખબર હશે કે તે ખૂબ જ મીઠું હોય છે. આ કેળાને વાળ પર લગાવવામાં આવે છે, બનાના બ્રેડ વગેરે બનાવવા માટે વપરાય છે અને પેનકેક બનાવવા માટે પણ વધારે પાકા કેળા સારા છે.

વધારે પાકેલા કેળાના ફાયદા : સુગરનું પ્રમાણ વધારે હોય છે. સૌથી વધુ એન્ટીઓકિસડન્ટ ધરાવે છે અને ઘણી વાનગીઓ બનાવવામાં વાપરી શકાય છે

તમારે વધારે પડતું પાકું કેળું ક્યારે ખાવું જોઈએ : જ્યારે તમને કંઈક મીઠી વસ્તુ ખાવાનું મન થાય, સવારના વર્કઆઉટ પછી કંઇક ખાવું હોય ત્યારે, સાંજના નાસ્તામાં ખાઈ શકાય.

આ રીતે કોઈ દિવસ કેળા ન ખાઓ : કેળા ખાવાના નિયમો જાણવાની સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે કેળા ક્યારે ન ખાવા જોઈએ. કેળાને ક્યારેય દૂધ સાથે ન ખાઓ. સાથે, તમારે તેને ખોરાક સાથે અથવા ખોરાક ખાધા પછી પણ ન ખાવું જોઈએ. તમારે તેને રાત્રે પણ ન ખાવું જોઈએ કારણ કે તેની તાસીર ઠંડી હોય છે અને તે પિત્ત અને કફનું કારણ બની શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા