એ તો આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના રોગોની સારવાર માટે કુદરતી ઘરગથ્થુ ઉપચાર અને દેશી દવાઓ જ ખૂબ જ ફાયદાકારક છે અને જ્યારે આપણે આયુર્વેદિક દવાઓની વાત આવે તો સૌથી પહેલા આપણા મગજમાં બાબા રામદેવનું નામ આવે છે. લગભગ બધા જ લોકો બાબા રામદેવ વિશે જાણતું જ હશે.
તેમના કારણે આજે મોટાભાગના લોકો પોતાના વિશે જાગૃત દેખાય છે કે તેઓ વહેલી સવારે પાર્કમાં ચાલવા જાય છે અને યોગ કરતા જોવા મળે છે. તમે એ પણ જાણો છો કે બાબા રામદેવ રોગોની સારવાર માટે ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
જ્યારે પણ આપણે ઘરેલું ઉપચાર, યોગ અને આયુર્વેદિક દવાઓ વિશે વાત કરીએ ત્યારે બાબા રામદેવનું નામ ચોક્કસથી લેવામાં આવે છે અને આપણે તેમના ઘણા વિડિઓ પણ જોયા હશે. જી હા, બાબા રામદેવ તમને યોગ શીખવવાની સાથે રોગોની સારવાર માટે કુદરતી દવાઓનો ઉપયોગ કરવા માટે પણ જાગૃત કરે છે.
વજન વધારવા કે ઓછું કરવા, બ્લડ પ્રેશર, શુગર, પીરિયડ્સની સમસ્યા, લીવર, પાઈલ્સ કે કબજિયાત, કિડની કે બીજી કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાને, તમે ઘરે બેઠાં બેઠાં જ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયોથી તેનો ઈલાજ કરી શકો છો. તો ચાલો જાણીએ, જેના વિશે બાબા વારંવાર જણાવતા રહે છે એવી જ કેટલીક ટિપ્સ વિશે.
ગાયના ઘી નો ચમત્કાર : ગાયનું ઘી માઈગ્રેનના દુખાવા માટે રામબાણ છે. તેમનું કહેવું છે કે જો માથાનો દુખાવો થતો હોય તો અનુલોમ વિલોમ કરવાથી થોડો સમય દુખાવો ઓછો થાય છે અને જો તમે આયુર્વેદિક રીતે તેની સારવાર કરવા માંગતા હોય તો દરરોજ નાકમાં ગાયનું ઘીનું એક ટીપું નાખો. થોડા દિવસોમાં તમારી આ સમસ્યા દૂર થઈ જશે.
દૂધીનો રસ : તમે ઘણીવાર ટીવીમાં કે યૂટ્યૂબ પર તેમના વીડિયોમાં રામદેવ બાબાને કહેતા સાંભળ્યા હશે કે હાર્ટ બ્લૉકેજ અથવા હૃદય સંબંધિત કોઈ પણ બીમારી માટે દૂધીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. બાબા રામદેવ હૃદય સબંધીત કોઈપણ રોગ માટે દૂધીના રસને બેસ્ટ માને છે, તો ચાલો જાણીયે કે શું કરવું જોઈએ.
હૃદય સંબંધી સમસ્યાઓથી બચવા માટે એક ગ્લાસ દૂધીનો રસ, 6 ફુદીનાના પાન, 6 તુલસીના પાન અને 3 થી 4 કાળા મરીના દાણા નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે. આ ઉપાયને નિયમિતપણે કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે અને હિમોગ્લોબિન પણ વધે છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે દૂધી કડવી ના હોવી જોઈએ.
ઔષધીય ગુણોનો ભંડાર અજમો : અજમાને ઔષધીય ગુણોનો ભંડાર કહેવામાં આવે છે તેથી જ તેનો ઉપયોગ રસોડામાં જ નહિ, પરંતુ આયુર્વેદમાં પણ ઘણો ઉપયોગ થાય છે. તમે પણ બાબા રામદેવને તેમના કાર્યક્રમમાં કહેતા સાંભળ્યા છે જ હશે કે અજમો ફક્ત ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તે તમને પેટ સંબંધિત બધી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.
અજમાની જેમ જો દરરોજ સવારે ખાલી પેટ તેનું પાણી પીવામાં આવે તો તે આખા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. સાફ અજમાનું જીણું ચૂર્ણ બનાવીને તેને 3 ગ્રામની માત્રામાં દિવસમાં 2 વાર છાશની સાથે લેવાથી પેટના કીડા પણ દૂર થઇ જાય છે.
સૌથી મૂલ્યવાન દવા ગૌમૂત્ર : ગાયની દરેક વસ્તુ મનુષ્ય માટે વરદાન સમાન છે. ગૌમૂત્રનું નામ સાંભળતા જ ઘણા લોકોના નાક સુકાઈ જાય પરંતુ તેઓ જાણતા નથી કે જો ગૌમૂત્રનું દરરોજ સેવન કરવામાં આવે તો મોટી મોટી બીમારીઓ દૂર થઇ જાય.
ગૌમૂત્રમાં ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ, યુરિક એસિડ, ક્લોરાઈડ, નાઈટ્રોજન, કોપર અને સોડિયમ મળી આવે છે. ગૌમૂત્રથી લગભગ 108 રોગો મટાડી શકાય છે. ગૌમૂત્રના ઉપયોગથી નાની બીમારીઓથી માંડીને મોટી બીમારીઓ જેવી કે હ્રદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, ક્ષય, વાઈ, એઈડ્સ અને માઈગ્રેન વગેરેને મટાડી શકાય છે.
શરીરમાં કર્ક્યુમિન નામના તત્વની ઉણપ હોય છે તો જ શરીરમાં કેન્સરની બીમારી આવે છે, તો આ કર્ક્યુમિન ગૌમૂત્રમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
કુંવારપાઠું : બાબા રામદેવ કુંવારપાઠુંને અમૃત માને છે અને તેમનું કહેવું છે કે કુંવારપાઠું સ્વાસ્થ્ય સમસ્યાઓ, ત્વચા અને વાળ માટે પણ સારું છે. એલોવેરા જેલનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા અને શરીરની ત્વચાને સારી રહે છે. આ સિવાય, તે એસિડિટી, શુગરની બીમારી અને આર્થરાઈટિસની બીમારીમાં પણ રાહત આપે છે અને તમે ખરતા વાળને અટકાવવા માટે એલોવેરા અને આમળાનો રસ બનાવીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે.
તો રાહ કોની જુઓ છો, આજે જ તમે પણ બાબા રામદેવ દ્વારા બતાવેલા કેટલાક ઉપાયો અપનાવીને સ્વસ્થ રહી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.