avoid food for kidney stone in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કિડની એ માનવ શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. એવું પણ કહી શકાય કે કિડની આપણા શરીરનું ફિલ્ટર છે. આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કિડનીના આરોગ્યની સંભાળ લેવી પણ મહત્વપૂર્ણ છે. ખરાબ આહારથી કિડની પર ખરાબ અસર પડી શકે છે. જેના કારણે કિડનીમાં પથરીથી લઈને કિડનીના કેન્સર સુધીની બીમારીઓ થઈ શકે છે.

ઘણી વખત, શરીરને વધુ પ્રોટીન લેવાના ચક્કરમાં એવો આહાર અપનાવીએ છીએ, જેનો વધુ પડતું સેવન કિડની માટે યોગ્ય નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે આવા 5 ફૂડ્સ વિશે, જે કિડની માટે જોખમી સાબિત થઇ શકે છે.

1. ફાસ્ટ ફૂડ્સ: ફાસ્ટ ફૂડ્સ કિડની માટે હાનિકારક હોઈ શકે છે. બજારમાં જોવા મળતા આ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ફાસ્ટ ફૂડમાં ખૂબ મસાલા અને મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, જે કિડની માટે સારું નથી. કિડની માટે ફાસ્ટ ફૂડનું વધારે સેવન હાનિકારક હોઈ શકે છે.

2. કૃત્રિમ સ્વીટનર: અત્યારના સમયમાં કૃત્રિમ સ્વીટનરનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. બજારમાં મળતી મીઠાઈઓ, કૂકીઝ અને પીણામાં કૃત્રિમ સ્વીટનનો વધુ ઉપયોગ થાય છે. જે ખૂબ જ જોખમી છે. કૃત્રિમ સ્વીટનર્સ કિડનીને નુકસાન પહોંચાડે છે.

3. દાળ: દાળ પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે અને તેને ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ દાળમાં ઓક્સાલેટ જોવા મળે છે, જેનું વધુ પ્રમાણ કિડની માટે સારું નથી. આવી સ્થિતિમાં કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ વધુ માત્રામાં દાળ ન ખાવી જોઈએ.

4. ડેરી પ્રોડક્ટ: ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમની માત્ર વધુ હોવાથી તેનો વધારે વપરાશ કિડની માટે સારો નથી જે કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે. ડેરી ઉત્પાદનોમાં પ્રોટીનની માત્રા જોવા મળે છે, તેમાં ચરબી પણ હોય છે જે કિડની માટે હાનિકારક હોઈ શકે છે.

5.  લાલ માંસ: લાલ માંસમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. પ્રોટીન આપણા શરીરના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ લાલ માંસ ખાધા પછી, તેના ચયાપચયની પ્રક્રિયા ખૂબ મુશ્કેલ છે, જે કિડની પર વધુ જોર પડે છે. નિષ્ણાતોના મતે માંસમાંથી નીકળતું પ્રોટીન કિડનીમાં પથરીનું જોખમ વધારે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા