આજની જીવનશૈલીના કારણે ઘણા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. ઊંઘ ન આવવી એ એક મોટી બીમારી બની રહી છે. રાત્રે સારી ઊંઘ ન આવવાને કારણે બીજા દિવસે દિવસભર એનર્જી ઓછી રહે છે.
આજકાલ વ્યસ્ત જીવનમાં ઊંઘ ન આવવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આજે દર દસમાંથી છ વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઊંઘ ન આવવી બીમારીને અનિંદ્રાની સમસ્યા કહેવામાં આવે છે.
જો રાત્રે સારી ઊંઘ ન આવે તો બીજા દિવસે એનર્જી ઓછી રહે છે અને ચીડિયાપણું રહે છે. ઓછી ઊંઘને કારણે બી.પી અને જીવનશૈલી સંબંધિત બીજી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તણાવ, માથાનો દુખાવો અને વજન વધવું પણ ઊંઘની ઉણપના લક્ષણો છે.
જો તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી અને તમને પણ જાગવાની આદત છે, તો અહીં કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે હવે સારી અને ગાઢ ઊંઘ મેળવી શકશો. બસ તમારે માત્ર સૂતા પહેલા થોડું કામ કરવાની જરૂર છે.
1) સૂતા પહેલા સ્નાન કરીને પથારીમાં સુવા જાઓ. સ્નાન કર્યા પછી મનને તાજગી મળે છે અને આંખોને આરામ મળે છે. શરીરમાંથી ગરમી બહાર આવે છે અને શરીર રિલેક્સ થાય છે. જો તમને સ્નાન કરવાનો સમય નથી તો હાથ પગને ધોઈને સૂઈ જાઓ.
2) પગના તળિયામાં કોઈપણ તેલથી 2-5 મિનિટ માટે માલિશ કરવાથી ઝડપથી ઊંઘ આવે છે. વાસ્તવમાં તળિયામાં ઘણા એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જેના પર તમે કોઈપણ તેલથી માલિશ કરો છો તો તમને તેમાંથી આરામ મળે છે અને થાક દૂર થાય છે. મસાજ માટે તમે ઓલિવ ઓઈલ, નારિયેળ તેલ, સરસોનું તેલ વગેરેમાંથી કોઈપણ એક લઈ શકો છો.
3) સૂતા પહેલા એક કપ નવશેકું હળદળવાળું દૂધ પીવાથી પણ જલ્દી ઊંઘ આવે છે, દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે જે તમને જલ્દીથી ઉંઘ લાવવામાં મદદ કરે છે. તમે દૂધમાં ચોકલેટ અથવા સાદું દૂધ પણ પી શકો છો.
4) સૂતા પહેલા તમારા પલંગ અથવા સૂવાની જગ્યાને સાફ જરૂરથી કરો. સ્વચ્છ પથારી અને સાફ પલંગ સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ થાય છે. જો શક્ય હોય તો રૂમમાં લાઈટ બંધ કરો અથવા ડીમ પ્રકાશ ચાલુ રાખો જેથી તમને સૂકું આપે.
5) સૂવાના 30 મિનિટ પહેલા મોબાઈલ, લેપટોપ કે ટીવી બંધ કરી દો. તેનાથી મનને શાંતિ મળે છે અને મગજના કોષો શાંત થાય છે, જેના કારણે સારી અને ગાઢ ઊંઘ જલ્દી આવે છે.
કારણ કે સુતા પહેલા મોબાઈલ વાપરવાથી કે ટીવી જોવાથી તમારું મગજ કામ કરવાનું ચાલુ રાખે છે, જેના કારણે તમને ઊંઘી નથી શકતા. તો તમે પણ આ બધી ટિપ્સને અનુસરીને ગાઢ ઊંઘ મેળવી શકો છો.