yuvan raheva mate su khavu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહિયાં જોઈશું એવી ૫ વસ્તુ જે પલાળીને ખાવાથી વૃધ્ધા અવસ્થા નહી આવે. તો જાણીલો કે આ કઈ એવી ૫ વસ્તુ છે જે તમને ખુબજ લાભ અપાવે છે અથવા તો તમારા શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

૧) ખસખસ: ખસખસ એ ભરપૂર શક્તિ નો ખજાનો છે. ખસખસ રામબાણ ઔષધી છે. ખસખસ ગુણોનો ભંડાર છે તે મગજ ને તેજ કરે છે. ખસખસ માં ભરપૂર માત્રા મા ઓમેગા૩ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મેગ્નેશિયમ હોય છે.  ખસખસ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે, તાજગી રહે છે, શરીરમાં હાડકાના દર્દમાંથી રાહત મળે છે, ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

હવે જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાય. ખસખસ ને આખી રાત પાણીમાં પલાળવા ની છે. ખાલી એક ચમચી ખસખસ લેવાની છે. તમે ખસખસને દૂધમાં પલાળીને પણ લઈ શકો છો. આ બધી વસ્તુ તમારે સવારમાં જ લેવાની છે. ખાલી પેટે, ચા પીધા પહેલાં લેવાની છે.

૨) ચણા : ચણાને પાણીમાં પલાળવા. ચણા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. ચણા આંખની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. જે બાળકોને ચશ્માં છે તેમને પલાળેલા ચણા જરૂર આપવા. ચણા લોહીની કમીને દૂર કરે છે. જે વજન ઓછું કરવા માંગે છે તેમને ડાઇટમાં ચણા લેવા જોઈએ. ચણા આપણા વાળ માટે ખૂબ ઉપયોગી છે વાળનો ગ્રોથ સારો થાય છે.

કેન્સરનો ખતરો ઓછો કરે છે. ચણા ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે. ડાયાબિટીસના દર્દીને ચણા જરૂર ખાવા જોઈએ. ચણા ગુણોનો ભંડાર છે.

૩) મેથીના દાણા:  મેથીના દાણા પણ ખુબજ સારા પોષકતત્ત્વો મળી આવે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દી માટે મેથીના દાણા કેટલાક ખાવાથી વરદાનરૂપ સાબિત થાય છે. સુગર લેવલ ને કંટ્રોલ કરે છે. તમે રાત્રે મેથીના દાણાને પલાળીને સવારે તેનું સેવન કરો. હાડકાને લઇને લગતી કોઈપણ તકલીફ હોય તો તે દૂર કરે છે.

ઘૂંટણ દર્દ હોય, કમરનું દર્દ બિલકુલ દૂર કરે છે. ૧૫ થી ૨૦ મેથીના દાણા લો અથવા એક ચમચી જેટલા લેવા. મેથીના દાણા માં કેલ્શિયમ, મેગ્નેશિયમ  અને આયર્ન ભરપૂર માત્રા મા હોય હોય છે.

૪) બદામ: બદામ માં તમામ પ્રકાર ના ગુણો હોય છે. ૫ થી ૬ બદામ રાત્રે પલાળી લો અને સવારે ખાઈ લો. સવારે પલાળેલી બદામ ખાવાથી ખુબ ફાયદો થાય છે. બદામની છાલ ઉતારીને ખાઈ શકો છો અથવા છાલ સાથે પણ ખાઈ શકો છો. બદામ ખૂબ જ ચાવી-ચાવીને ખાવાની છે. બદામ માં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે.

બદામ ખાવાથી આંખનું તેજ વધે છે, ચહેરામાં ચમક આવે છે, વાળ ખરતા બંધ થઈ જાય છે. તમારા શરીરમાં હાડકા નો દુખાવો હોય, કેલ્શિયમ ની કમી હોય તો તે ખૂબ ફાયદાકારક છે. તમને શરીરમાં ખૂબ તાજગી આપે છે. તમે બદામ ને કીસમીસ સાથે લઈ શકો છો. કીસમીસ ને બદામ સાથે પલાળી દો. કીસમીસમાં ખુબજ પ્રમાણ માં આયર્ન હોય છે. આપણા શરીરને daijest કરવામાં ખૂબ મદદ કરે છે.

૫) સીંગદાણા: સીંગદાણા પણ શરીર માટે ખુબજ ઉપયોગી છે. જે રીતે તમે રાત્રે બદામ પલાળો છો તેવી જ રીતે તમારે સીંગદાણા રાત્રે પલાળવા નાં છે અને સવારે સીંગદાણા તમારે ખાવાનાં છે.  અહિયાં તમે આ પાંચ વસ્તુ તો જોઇ પણ આ વસ્તુઓને કઈ રીતે લેવાની છે તે વિશે જાણી લો.

અઠવાડીયામાં દરરોજ એક જ વાર આ વસ્તુ લેવાની છે. જેમ કે સોમવારથી રવિવાર ચણા તો બીજા અઠવાડિયામાં ખસખસ, ત્રીજા અઠવાડિયામાં ચણા, ચોથા અઠવાડિયામાં સીંગદાણા અને પાંચમા અઠવાડિયામાં મેથીના દાણા. તો આ પાંચ વસ્તુઓ ગુણોનોભંડારછે, આપના શરીરને ખુબજ લાભ અપાવે છે. આ પાંચ વર્ષ સુધી જે આપણે વાત કરી છે તે ખૂબ ગુણોનો ભંડાર છે અને આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા