kitchen masala benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરના રસોડામાં અનેક મસાલા હોય છે. આ મસાલાઓનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. જે લોકો આ મસાલાઓનો ઉપયોગ કરે છે તે માત્ર સ્વસ્થ રહે એટલુ જ નહી પરંતુ મોટાભાગના રોગોથી પણ બચી જાય છે એટલે સ્વસ્થ રહેવાની સાથે સાથે મોટાભાગના રોગોથી પણ બચી જાય છે. તો ચાલો જાણીએ એવા કયા મસાલા છે જે આપણને ઘણા રોગો સામે રક્ષણ આપે છે.

૧) મેથી: વાયુના શમન માટે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી અગ્નિદીપક, ગેસ મટાડનાર, પેટ ના રોગોમાં પણ ઉપયોગી છે. ડાયાબિટીસમાં પણ મેથીનું ચૂર્ણ અને હળદર ખૂબ જ ઉપયોગી છે. મેથી ચામડીના રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે તેથી મેથીનું સેવન અઠવાડિયામાં એક વખત મેથીનું શાક અવશ્ય થવું જોઈએ.

૨)અજમા: અજમો પાચક ગુણ ધરાવે છે. કૃમિનો નાશ કરે છે તથા વાયુનો સંપૂર્ણ નાશ છે. કફને લીધે જ દુર્ગંધ આવતી હોય તો તેને પણ દૂર કરે છે, તેનો પણ નાશ કરવામાં મદદરૂપ થાય છે. આપણે જમ્યા પછી થોડોક અજમો ખાવી જોઈએ. અજમાનું ચૂર્ણ પણ આવે છે જે વૈદ્યની સલાહ પ્રમાણે સેવન કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે.

૩) ધાણા: ધાણા પિત્ત નો સંપૂર્ણ નાશ કરનાર છે અને કફનો પણ નાશ કરે છે .પેટના વિકારો માં ધાણા ખૂબ જ ઉપયોગી છે. સાકર સાથે ધાણા આપવાથી બળતરા મટી જાય છે. જે લોકોને વધારે તરસ લાગતી હોય તેવા લોકોએ પણ ધાણાનું સેવન કરવું જોઇએ, તેનાથી પણ તેને ફાયદો થશે.

૪) સુંઠ: સુંઠ મહાઔષધ છે તેમ છે ઉત્તમ આમપાચક છે એટલે કે કાચા આમનું અપક્વ, કાચા રસનું પાચન કરે છે. તેનાથી આપણને યુરિક એસિડ, પગના દુખાવા, સંધિવા આ તમામ રોગોમાં ફાયદો થાય છે. તે પાચન શક્તિ મજબૂત બનાવે છે . શરદી કે તાવ માં ચા સાથે સેવન કરવાથી ગણો ફાયદો થાય છે.

૫) તજ: તજ આપણા આહારને પચવામાં મદદ કરે છે. તજ ને ચુસવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. તેથી તજ નું પણ સેવન રસોઈમાં કરવું જોઈએ, વઘારમાં કરવું જોઈએ.

૬) રાય: રાય તીક્ષ્ણ, ગરમ છે તથા આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે એટલે કે જો આપણી જઠરાગ્નિ, આપણી હોજરી, કે આપણે જે ખાઈએ છીએ તેમાં આપણી પાચનશક્તિ મજબૂત કરે છે તો આપણને કોઈપણ રોગ થતો નથી. તો રાય જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે, પેટમાં કૃમિ થયા હોય તો ફાયદો આપે છે, પેટમાં દર્દ થયું હોય તો પણ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ વધારે સેવન કરવાથી ઉલટી થાય છે.

૭) મરી: મરી ઉષ્ણ છે જેના કારણે વાયુનું શમન થાય છે તથા તીક્ષ્ણ હોવાથી કફનો પણ નાશ કરે છે. પાચનશક્તિ પણ મજબૂત બનાવે છે. મરી ઉધરસ, શરદી અને રોગ પ્રતિકારક શક્તિ, કફનો નાશ કરવા એવા તમામ રોગોમાં ખુબ જ ઉપયોગી છે. અજીર્ણમાં પણ લાભદાયક છે. ઉધરસ તથા કફમાં મરી સાથે થોડું મધ મિક્ષ કરીને લેવાથી ખૂબ જ લાભ થાય છે.

૮) જીરું:- જીરું પાચક ગુણ ધરાવે છે. પેટના રોગોમાં જીરૂ ઉપયોગી છે. આપણી પાચનશક્તિને મજબૂત બનાવી આપે છે તથા આપણા મૂત્રના વિકારોને પણ ખૂબ જ ઉપયોગી છે.

૯) જાયફળ: જાયફળ છે તે કૃમિ રોગોમાં ખુબ જ ઉપયોગી છે. વધારે જો તરસ લાગે તો તેમાં પણ જાયફળ ઉપયોગી છે. ઊલટીમાં પણ જાયફળ ખૂબ જ ઉપયોગી છે. જાયફળ છે તે પાચનતંત્રને સુધારે છે અને મોંની દુર્ગંધ ને પણ તે દૂર કરે છે..

૧૦) હળદર:- હળદરનો રસોઈમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. હળદળ માં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે જે અનેક રોગોમાં ફાયદાકારક છે .શરદી ઉધરસ તાવ વગેરે માં હળદર ને દૂધમાં ઉકાળીને પીવાથી ખૂબ જ લાભ થાય છે. એલર્જીના રોગોમાં હળદર ખૂબ જ ઉપયોગી છે. જો ક્યાંય વાગી ગયું હોય તો તરત જ હળદર દબાવવાથી લોહી આવતું પણ બંધ થઈ જાય છે. હળદરમાં કેન્સર નાશક તત્વ પણ મળી આવે છે.

૧૧) લસણ: લસણ છે તે વાત અને કફ બંનેનો નાશ કરનાર છે. કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે .વાયુના રોગોમાં પણ ઉપયોગી છે. સાઈટીકા ના રોગોમાં પણ ઉપયોગી છે અને હૃદય રોગમાં પણ ઉપયોગી છે. લસણની એક કળી ખાવાથી પણ આપણને ખૂબ જ ફાયદો થાય છે અને આપણું કોલેસ્ટ્રોલ પણ કાબૂમાં રહે છે. 

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા