Sunday, August 14, 2022
Homeસ્વાસ્થ્યઆ 2 ઉપાય કરશો તો શરીરમાં હિમોગ્લોબીન કે લોહીની ક્યારેય ઉણપ નહીં...

આ 2 ઉપાય કરશો તો શરીરમાં હિમોગ્લોબીન કે લોહીની ક્યારેય ઉણપ નહીં થાય

શું તમે ક્યારેય તમારા નખના પીળા પડવા પર ધ્યાન આપ્યું છે ખરા? તમને જણાવી દઈએ કે આ સીધું લોહીની ઉણપ દર્શાવે છે. તમારા શરીરમાં લોહીની ઉણપ તમને અનેક પ્રકારની સમસ્યાઓમાં વધારી શકે છે. આ સ્થિતિને એનિમિયાના નામથી ઓળખાય છે.

જો કે, આપણા શરીરમાં બે પ્રકારના રક્તકણો કોશિકાઓ હોય છે છે. એક લાલ રક્ત કણો (રેડ બ્લડ સેલ) અને બીજી સફેદ રક્ત કણો (વાઈટ બ્લડ સેલ) છે. જ્યારે શરીરમાં લાલ રક્તકણોની ઉણપ હોય ત્યારે તેને લોહીની ઉણપ માનવામાં આવે છે. પરંતુ તેને દૂર કરવા માટે તમારે હંમેશા સપ્લીમેન્ટ્સ લેવાનું જરૂરી નથી.

તમે આ 2 કુદરતી ઉપાયોથી પણ એનિમિયાથી છુટકારો મેળવી શકો છો. પરંતુ એવી ઘણી રીતો છે જે તમને દવાઓની સાથે લોહીની ઉણપનો સામનો કરવામાં મદદ કરી શકે છે. NCBII અનુસાર, કોઈપણ વ્યક્તિ કે જેના શરીરમાં લાલ રક્ત કોશિકાઓની ઉણપ હોય તે તેના શરીરમાં આયર્નની માત્રા વધારીને, ઓછું થયેલ હિમોગ્લોબિનના સ્તરને વધારી શકે છે.

વાસ્તવમાં, આપણા શરીરમાં હિમોગ્લોબીનની પૂરતી માત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે આપણા લોહીમાં જોવા મળે છે. જો આપણા શરીરમાં તેની ઉણપ હોય તો રોગો સામે લડવાની આપણી ક્ષમતા નબળી પડી જાય છે અને આપણે જલ્દી જલ્દી બીમાર પડવા માંડીએ છીએ. તો આવો જાણીયે એનિમિયા છે શું ?

4

જાણો એનિમિયા શું છે? ઓક્સફોર્ડ એકેડેમિક અને અમેરિકન સોસાયટી ઓફ ન્યુટ્રિશન દ્વારા વર્ષ 2019માં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, એનિમિયાએ વિશ્વભરમાં 1.74 અબજ લોકોને અસર કરી હતી. ઓક્સફર્ડ એકેડમીની વેબસાઈટ પરની માહિતી પણ જણાવે છે કે સ્ત્રીઓમાં એનિમિયા પુરુષો કરતા વધુ જોવા મળે છે.

એનિમિયા એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં લાલ રક્તકણોની અછત હોય છે. આપણા શરીરના દરેક અંગને પૂરતી માત્રામાં ઓક્સિજનની જરૂર હોય છે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે અને તે અંગોને ઓક્સિજન પહોંચાડવા માટેનું કામ આ લાલ રક્તકણોનું હોય છે.

એનિમિયાના લક્ષણોમાં લોહીની ઉણપની સાથે થાક, શ્વાસ લેવામાં તકલીફ, શરીરના મહત્વપૂર્ણ અવયવોને ઓક્સિજનનો પુરવઠો ન મળવો અને શરીર પીળું પડવું વગેરેનો સમાવેશ થાય છે. એનિમિયાને તમારા લોહીમાં હાજર હિમોગ્લોબિનની માત્રા અનુસાર માપવામાં આવે છે.

એનિમિયાના લક્ષણો શું હોઈ શકે છે : ભારતીય નેશનલ હેલ્થ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો તમને એનિમિયા છે તો તમને કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે જેમ કે માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પીળી ત્વચા, પેઢા અથવા નખ, ઠંડા હાથ પગ, થાક, નબળાઈ, ચક્કર, છાતીનો દુખાવો, બેભાન વગેરે.

એનિમિયા માટે કયા જવાબદાર પરિબળો : પોષણની ઉણપ જેમ કે ખોરાકમાં આયર્ન, ફોલેટ અથવા વિટામિન B-12 નો અભાવ, માસિક સ્રાવ થવો, ગર્ભાવસ્થા, 65 વર્ષથી વધુ ઉંમરના હોવાને કારણે, અમુક જઠરાંત્રિય વિકૃતિઓ, આનુવંશિક પરિસ્થિતિઓનો કૌટુંબિક ઇતિહાસમાં પણ એનિમિયાનું કારણ બની શકે છે.

એનિમિયામાંથી સાજા થવા માટે આ ઉપાયો અપનાવી શકો છો. (1) તલ : કાળા અને સફેદ તલ બંને તમને પુષ્કળ આયર્ન તેમજ કોપર, ઝિંક, સેલેનિયમ અને વિટામિન બી6, ફોલેટ જોવા મળે છે. તલનું નિયમિત સેવન તમારા હિમોગ્લોબિનનું સ્તર અને આયર્નનું અવશોષણ વધારવામાં ફાયદાકારક છે. તમે તેને શેકીને અથવા લાડુ બનાવીને તેનું સેવન કરી શકો છો.

(2) તાંબાના વાસણમાં પાણી પીવું : આયુર્વેદમાં તાંબાના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ફયાદકારક જણાવવામાં આવ્યું છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં આવા ઘણા ખનિજો અને પોષક તત્વો સંગ્રહિત થાય છે, જેની તમારા શરીરને જરૂર પડે છે.

દરરોજ આ પાણીને પીવાથી તમારા શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમે રાત્રે તાંબાના વાસણ અથવા બોટલમાં પાણી ભરીને રાખો અને સવારે તેને ખાલી પેટ પાણી પીવો. જો તમને પણ આ જાણકારી પસંદ આવી છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -
x