bad habits skin care
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા ચમકદાર અને સુંદર ત્વચા મેળવવા ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. ત્વચાનો શેડ એટલો મહત્વનો નથી જેટલો તેની ચમક અને કોમળતા મહત્વની છે. પરંતુ કેટલીકવાર તમારી ત્વચા પર વહેલા વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે અને નાની ઉંમરમાં જ તમારો ચહેરો નિસ્તેજ અને શુષ્ક દેખાવા લાગે છે.

પરંતુ શું તમે આનું કારણ જાણો છો? જો નથી જાણતા તો આ લેખ આ તમારી માટે છે. અહીં અમે તમને તે ખરાબ આદતો વિશે જણાવી રહ્યા છીએ જે ત્વચાને વહેલી વૃદ્ધત્વ બનાવવા માટે જવાબદાર છે. આવો જાણીએ….

પહેલા જાણો કે ત્વચાની યોગ્ય કાળજી લેવી શા માટે જરૂરી છે : દિવસ દરમિયાન તમારી ત્વચાના ઘણા કોષો નાશ પામે છે અને વધતી ઉંમર સાથે ચામડીના કોષો બનાવના ઓછા થઇ જાય છેઅને પછી ત્વચા નિર્જીવ અને સુકાઈ ગયેલી હોય તેવી દેખાય છે. તેથી ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે તમારી ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે.

એક હેલ્દી સ્કિન રૂટિન તમારા ચહેરાને એલર્જી, ખીલ જેવી ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તે કરચલીઓ અને વહેલા દેખાતા વૃદ્ધત્વના સંકેતોને પણ ઘટાડે છે. જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લો છો તો તમારી ત્વચા વધુ સારી દેખાશે અને કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

આ તો તમે બધાએ સાંભળ્યું જ હશે કે પ્રિવેંશન ઈજ બેટર ધેન ક્યોર! જે એકદમ સાચું છે, શરૂઆતથી જ ત્વચાને સંભાળ આપવી ખૂબ જરૂરી છે. નહિંતર, પછી આ સમસ્યાઓ વધ્યા પછી તેને ઠીક કરવું ખુબ ખર્ચાળ અને ખૂબ મુશ્કેલ બને છે. તેથી, તેનાથી બચવા માટે, પહેલા તે આદતોને સમજવી જોઈએ, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે.

1. રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધોવાની આદત : દિવસ દરમિયાન ધૂળ, ગંદકી ચહેરા પર ચોંટી ગઈ હોવાથી રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો ખૂબ જ જરૂરી છે. ચહેરા પર ગંદકી દેખાતી નથી તેનો અર્થ એ નથી કે તમારી ત્વચા પહેલેથી જ એકદમ સ્વચ્છ છે. આવી સ્થિતિમાં, રાત્રે ચહેરો ધોયા વગર સૂવાથી, દિવસની ધૂળ, માટી, તેલ અને ગંદકી ત્વચામાં બળતરા અને સ્કિન ફાટવા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

તેથી રાત્રે સૂતા પહેલા ત્વચાની યોગ્ય કાળજી લેવાનો પ્રયાસ કરો, તમે રાત્રે ત્વચાના હાઇડ્રેશન માટે ગ્લિસરીન અથવા કોઈપણ પ્રકારના વનસ્પતિ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

2. ધૂમ્રપાન : તમે બધા જાણતા જ હશો કે સિગારેટમાં નિકોટિન મળી આવે છે. નિકોટિન લોહીના પ્રવાહને આપણી ત્વચા સુધી પહોંચવા દેતું નથી, જેના કારણે ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળી શકતા નથી.

ઉપરાંત, તમાકુમાં ઉમેરવામાં આવેલા કેમિકલ કોલેજન અને ઈલાસ્ટિન પ્રોટીનને નુકસાન કરે છે અને આ બે વસ્તુઓ એવી છે જે ત્વચાના બંધારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો તમે પણ ધૂમ્રપાન કરો છો તો તમારી ત્વચા નાજુક થઈ જાય છે અને તમારે નાની ઉંમરમાં જ વૃદ્ધત્વના સંકેતો દેખાવાનું શરુ થઇ જાય છે.

આવી સ્થિતિમાં, વિટામિન એ અને વિટામિન સી જેવા એન્ટીઑકિસડન્ટો તમને આ નુકસાનને ઠીક કરવામાં તમારી ખુબ જ મદદ કરી શકે છે. પરંતુ આ નો કાયમી ઈલાજ એક જ છે કે ધૂમ્રપાન છોડવું.

3. મોડી રાત્રે સૂવાની આદત : રાત્રે પૂરતી ઊંઘ લેવી, સ્વસ્થ ત્વચા અને શરીર બંને માટે ખૂબ જ જરૂરી છે. રાત્રે તમારી ત્વચા કોષોનું સમારકામ અને કોલેજન ઉત્પન્ન કરે છે. ઊંઘનો અભાવ તમારી ત્વચા પર ખરાબ રીતે અસર કરી શકે છે.

ડાર્ક સર્કલ, એજિંગ, સ્કિન ડલનેસ જેવી સમસ્યાઓ પણ ઊંઘના અભાવના કારણે જોવા મળે છે. હેલ્દી ત્વચા માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. ઉપરાંત, રાતની ગાઢ ઊંઘ તમને ફ્રેશ અને એક્ટિવ રાખે છે. જેના કારણે સવારે ઉઠતાની સાથે જ ત્વચા ચમકદાર દેખાય છે.

4. દારૂ પીવાની ટેવ : વધારે પ્રમાણમાં આલ્કોહોલ પીવાથી તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારી ત્વચા પણ ખરાબ અસર કરે છે. સુંદર ત્વચા મેળવવા માટે આ આદતથી દૂર રહો. જો તમે પાર્ટીની મજા માણવા માંગતા હોય તો તમારી પાસે ઘણા વિકલ્પો છે. આલ્કોહોલ ની જગ્યાએ એક ગ્લાસ જ્યુસ પીવો વધુ સારું છે.

5. ઓવરએક્સફોલિએટિંગ : ત્વચાને એક્સફોલિએટ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ દરરોજ અથવા સતત ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાથી પણ ત્વચાને નુકસાન થઈ શકે છે. ઓવરએક્સફોલિએટિંગ ત્વચાને શુષ્ક અને નિર્જીવ પણ બનાવી શકે છે.

ઘણા લોકોની ત્વચા અસમાન બની જાય છે. ત્વચા પર વિચિત્ર ડાઘ ધબ્બા દેખાવા પણ ઓવર-એક્સફોલિયેશનને કારણે થાય છે. તે ક્યારેક ખીલ અને પિમ્પલ્સ માટે પણ જવાબદાર છે. જો કે, દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે, તેથી દરેક ક્રિયા પર અલગ-અલગ રિએક્શન મળી શકે છે.

પરંતુ નિષ્ણાતો મુજબ અઠવાડિયામાં 1 કે 2 વાર પછી જ સ્ક્રબ કરવું સારું છે. જો તમારી પાસે વધુ સંવેદનશીલ ત્વચા હોય તો માત્ર એક વાર જ સ્ક્રબિંગ કરવાની જરૂર છે.