૬-૮ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો આમચૂર પાઉડર બનાવવાની રીત – amchur powder banavani rit

amchur powder banavani rit

આજે આપણે જોઇશું આમચૂર પાઉડર બનાવવાની રીત. આ આમચૂર પાઉડર ઘણી બધી રેસિપી ને ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા મા ઉપયોગી છે. તો અહી તમને માર્કેટ કરતા ચોખ્ખો અને બજાર કરતા પણ સારો આમચૂર પાઉડર ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું. જો તમને અમારી આ રેસિપી પસંદ આવી તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ.

  • સામગ્રી:
  • ૫૦૦ ગ્રામ કાચી કેરી
  • મીઠુ
  • પાણી

આમચૂર પાઉડર બનાવવાની રીત:

૫૦૦ ગ્રામ કાચી કેરી લઈ સૌ પ્રથમ તેને ધોઈ અને કોરી કરી લો. કેરી સારી રીતે કોરી થઈ જાય પછી તેને ચપ્પાની મદદ થી તેની છાલ કાઢી નાખો. હવે એક બાઉલ મા પાણી લઈ તેમાં થોડું મીઠું એડ કરી, મીઠાને બાઉલમાં ઓગળી લો. અને મીઠાં વારું પાણી તૈયાર કરી લો.

હવે એક સ્લાઈસર એટલે કે છીણી લઈ, કરીને છીણી તેની સ્લાઈસ કરી દો.જો તમારી કેરી નાની હસે તો તેની ગોટલી પણ સ્લાઈસ થઈ જસે, જે તમારે પાછળ થી કાઢી નાખવી. કેરીની સ્લાઈસ તૈયાર થઈ જાય એટલે તેને મીઠાવાળા પાણીમા એડ કરી દો. અહિયાં સ્લાઈસ ને મીઠાવાળા પાણીમાં એડ કરવાથી તે કાળી પડતી નથી.

જો તમારી પાસે, સ્લાઈસર નાં હોય તો તમ જે છાલ ઉતારવા ચપ્પા નો ઉપયોગ કરો છો, તેનાથી પણ તમે સ્લાઈસ કરી શકો છો. તમારી બધી કેરીની સ્લાઈસ થઈ ગયા પછી મીઠાવાળા પાણીમા રાખેલી બધી સ્લાઈસ ને એક મોટું વાસણમા લઈ, તેમાં મલમલ નું કપડું રાખી, બધી સ્લાઈસ ને છૂટીછૂટી પાથળી દો, જેથી તે ઝડપથી સુકાઈ જાય.

મોટા વાસણ મા રાખેલી બધી સ્લાઈસ ને બે દિવસ માટે તડકામાં સુકાવા રાખી દો. બે દિવસ માં તમારી બધી સ્લાઈસ સુકાઈ જસે. જ્યારે બધી સ્લાઈસ સુકાઈ જાય પછી એક મીક્સિંગ બાઉલમાં બધી સુકાઈ ગયેલી સ્લાઈસ લઈ તેને ગ્રાઇન્ડ કરી લો. અહિયાં તમારે એકદમ ભુક્કો કરી દેવાનો છે.

હવે જ્યારે ગ્રાઇન્ડ થઈ જાય પછી એક ચારણી લઈ ગ્રાઇન્ડ કરેલા કેરીના ભુક્કને ચાળી લો. અહિયાં તમારે એક ઘ્યાન રાખવાનુ કે જો તમ વધુ પ્રમાણ માં આમચૂર પાઉડર બનાવતાં હોય તો તમે જ્યારે સ્લાઈસ ને ગ્રાઇન્ડ કરો છો ત્યારે તેમાં થોડું મીઠું એડ કરી લેવાનુ છે. જેથી આમચૂર પાઉડર તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો.

તો અહિયાં તમારો આમચૂર પાઉડર બનીને તૈયાર થઈ ગયો છે. તમે આ આમચૂર પાઉડર ને એક કન્ટેનર માં ભરીને ૬-૮ મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.