disadvantages of drinking water in plastic bottles
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા આ માહિતી વાંચી લેજો. ગરમીમાં ખાસ કરીને આપણે લોકો પાણી વધારે પીવાનું રાખીએ છીએ. આપણે જ્યારે પણ બહાર જઈએ ત્યારે આપણે પાણીની બોટલ ખરીદીને પાણી પીવાનું પસંદ કરીએ છીએ.

અમુક લોકો તો મોટાભાગે બહારથી પાણી ખરીદીને પીવે છે કારણ કે તે લોકોને તેજ પાણી પીવાનું પસંદ હોય છે. અમુક લોકો ઘરેથી જ તેમની પાસે એક પાણીની બોટલ રાખતા હોય છે. ઘણા લોકો પેપ્સી પીધા પછી તે બોટલ ને તેમના ઘરમાં રાખે છે અને તેમાં પાણી સ્ટોર રાખે છે.

પરંતુ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે તમારી આ આદતને કારણે તમને ઘણું નુકસાન થઈ શકે છે કારણ કે તે બોટલ અને ઘણા કેમિકલ ભેળવીને બનાવવામાં આવે છે. જેને ફરીથી રિસાયકલ પણ કરવામાં આવે છે તે સિવાય આ બોટલો ટેમ્પરેચર સેન્સિટિવ પણ હોય છે.

પ્લાસ્ટિકની બોટલ જ્યારે બનાવવામાં આવે ત્યારે તેમાં ઘણા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે આપણા શરીર પર તેની ગંભીર અસર થતી હોય છે. ઘણી કંપનીઓ એવો દાવો કરે છે કે તેઓ બીપીએ ફ્રી પ્લાસ્ટિક વાપરે છે પરંતુ તેમ છતાં પણ તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે પાણીની બોટલ પર ગરમી પડે છે ત્યારે તેના કારણે પાણીમાં રહેલા મિનરલ્સ પણ તેની અસર પડે છે. આ પાણી આપણે જ્યારે પીએ ત્યારે આપણા શરીરમાં રહેલી ગ્રંથી ઓ પર તેની અસર થતી હોય છે. જેની સીધી અસર આપણાં હોર્મોન્સ પર પડતી હોય છે.

એક સર્વેમાં સામે આવ્યું છે કે 8 રીતે પ્લાસ્ટિકનું પ્રોડક્સન કરવામાં આવે છે. જો કે ગમે તે રીતે પ્રોડક્સન કરો તેમ છતાં 70 ટકાથી વધારે તેમાં ટોક્સિક મળી આવે છે. આપણે લોકો આ વાત પ્રત્યે અજાણ છીએ જેને કારણે આપણે બહાર મળતી પાણીની બોટલમાં પાણી પીવાનું વધારે પસંદ કરીએ છીએ.

આ બોટલ લોકોને જ નુકસાનકારક હોય છે અને તેનો નાશ કરવા માટે પણ એક ખાસ પ્રોસેસ બનાવવામાં આવી છે. પ્લાસ્ટિકની બોટલો માં આપણે યુઝ કર્યા પછી તેને ફેંકી દઈએ છીએ જેને કારણે રિસાયકલ નથી થઈ શકતી સાથે જ જમીન પર પડી રહે છે.

જેને કારણે પ્રદૂષણમાં વધારો થાય છે જેથી પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરવાની જગ્યાએ અન્ય કોઈ ધાતુ માં બનેલી બોટલનો ઉપયોગ કરશો તો તે વધારે સારું રહેશે. હાલ માર્કેટમાં સ્ટીલ ની બોટલો પણ સરળતાથી મળી રહેતી હોય છે.

જે આપણા માટે ઘણી સારી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિકની બોટલો માં રહેલા પાણીમાં લાંબા સમયે મિનરલ્સ ઓછા થઈ જાય છે જેને કારણે ક્યારેય પણ ગર્ભવતી મહિલાઓએ આ પાણી ન પીવું જોઈએ કારણ કે તેઓ જો આ પાણી પીવે તો તેમને ગંભીર સમસ્યા થઈ શકે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા આ માહિતી જરૂરથી વાંચી લેજો”

Comments are closed.