દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના રસોડાના વાસણો હંમેશા ચમકતા રહે પરંતુ તેઓ જે વાસણોનો ઉપયોગ રસોઈ માટે કરે છે, તેને સાફ કરવા તેમના માટે ખૂબ મુશ્કેલ કામ બની જાય છે, એમાં ખાસ કરીને બળી ગયેલી એલ્યુમિનિયમની કઢાઈને સાફ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
આજે દરેક ઘરમાં તમને પિત્તળ અથવા એલ્યુમિનિયમના વાસણો જોવા મળશે. જ્યારે તમે નવા એલ્યુમિનિયમના વાસણો ખરીદો છો ત્યારે ચમકદાર હોય છે, પરંતુ જ્યારે તમે તેનો દરરોજ ઉપયોગ કરો છો ત્યારે ત્યારે તે તેની ચમક ગુમાવે છે.
પરંતુ જો વાસણ વધારે બળી જાય તો તેને સાફ કરવું થોડો વધારે સમય માંગી લે છે, જેના કારણે મહિલાઓ ઘણી વાર પરેશાન થઇ જાય છે. પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે આજે અમે તમને એલ્યુમિનિયમના વાસણો સાફ કરવાની એક એવી રીત વિશે જણાવીશું જેનાથી તમારા વાસણો સાફ પણ થઇ જશે અને એકદમ નવા જેવા દેખાશે.
કઢાઈ સાફ કરવાની સ્માર્ટ રીત : કઢાઈ સાફ કરવા માટે તમારે બળી ગયેલી કઢાઈને ગેસ પર મૂકીને 3 ગ્લાસ પાણી નાખવાનું છે. આ પાણીમાં 2 ચમચી કોઈપણ ડિટર્જન્ટ પાવડર અને 1 ચમચી મીઠું અને 1 લીંબુનો રસ નાખો. હવે આ પાણીને 5 મિનિટ માટે ઉકળવા દો.
ગેસ ફૂલ કરીને પાણીને ત્યાં સુધી ઉકાળો જેથી તે કઢાઈનાં ઉપરના ભાગ સુધી પહોંચે. આનાથી કઢાઈનાં ઉપરના ભાગ પર ચોંટેલી ગંદકી પણ સાફ થઈ જશે. હવે આ પાણીને એક મોટા વાસણમાં કાઢી લો જેથી કરીને આ કઢાઈ તેમાં બોળી શકાય.
જેથી કઢાઈનો પાછળનો આખો ભાગ આ પાણીમાં ડૂબી જાય. તેને 10-15 મિનિટ સુધી ડૂબાડીને રાખો, તેનાથી તેની પાછળની કાળાશવાળો ભાગ ફૂલી જશે. હવે કઢાઈને પાણીમાંથી બહાર કાઢો અને તેમાં એક ચમચી ખાવાનો સોડા અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરો. ખાવાનો સોડા એ કુદરતી ક્લીઝર છે.
હવે બાકીનું ગરમ પાણી પણ એક નાના બાઉલમાં કાઢી લો. હવે સેન્ડ પેપરથી ખાવાના સોડાથી કઢાઈને સાફ કરો. વચ્ચે વચ્ચે ડીટરજન્ટવાળું ગરમ પાણીનો પણ ઉપયોગ કરતા જાઓ. સેન્ડ પેપરથી ગંદકી સારી રીતે દૂર થઇ જાય છે. જો તમારી પાસે સેન્ડ પેપર નથી તો તમે સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો.
બીજી ટિપ્સ : બળી ગયેલી કઢાઈમાં 1 ચમચી ખાવાનો સોડા નાખો. પછી તેમાં 2 ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ઉમેરો. ત્યાર બાદ તેને સ્ટીલના સ્ક્રબરથી ઘસીને સાફ કરો. તમારી બળી ગયેલી કઢાઈ એકદમ સાફ થઇ જશે અને ચમકવા લાગશે.
બળી ગયેલા વાસણમાં મીઠું અને પાણી નાખીને તેને ઉકાળો. પછી આ પાણીને 4 મિનિટ સુધી ઉકાળો. પછી બળી ગયેલા ભાગ ને ડીશવોશિંગ તાર અથવા બ્રશથી સાફ કરો. ટામેટાંનો રસ પણ બળી ગયેલા વાસણોને સાફ કરે છે. એક કડાઈમાં ટામેટાંનો રસ અને પાણી ગરમ કરો અને પછી તેને ઘસીને કરીને સાફ કરી લો.
ઉપર જણાવ્યા પ્રમાણે તમે કોઈપણ એક ઉપાય કરી શકો છો અને જો હજુ પણ થોડી કાળાશ બાકી રહી જાય છે તો કઢાઈનાં તે ભાગને ગેસ પર ગરમ કરો અને ફરીથી તે જ પ્રક્રિયાથી તેને સાફ કરો. કઢાઈ નવા જેવું થઇ જશે. આ રીતે તમે પણ બળી ગયેલી કઢાઈને સરળતાથી સાફ કરી શકો છો.