shaak banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સારું તો ! જો તમને પૂછવામાં આવે કે કોઈપણ શાકમાં મસાલાને ઉમેરવાની સાચી રીત કઈ છે? કે, તો તમારો જવાબ શું હશે? તમારી પાસે ચોક્કસ કોઈ ચોક્કસ જવાબ ના હોઈ શકે. ઠીક છે, ચાલો આ સવાલ અને જવાબ ને અહીં વિરામ કરીએ.

ઘણી વખત શાક બનાવતી વખતે જો મસાલો ખોટી રીતે નાખવામાં આવે તો શાક સ્વાદિષ્ટ નથી લાગતું. શાકનો અસલી સ્વાદ તેમાં રહેલા મસાલામાંથી આવે છે. જો શાકમાં સાચી રીતે અને સ્ટેપ બાય સ્ટેપ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ‘વાહ! માજા આવી ગઈ શાકનો ટેસ્ટ કરીને ‘ આવી જ રીતે ‘આવા જ કેટલાક વખાણ સાંભળવા મળે છે.

આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પહેલા પેનમાં શું નાખવું અને શાક બનાવતી વખતે મસાલાનો ઉપયોગ કેવી રીતે કરવો, તો ચાલો જાણીએ વિસ્તૃત માં.

સૌથી પહેલા કરો આ કામ

કોઈપણ શાક બનાવતી વખતે, સૌથી પહેલા તેલ ગરમ કરવા માટે કડાઈ અથવા પેનમાં મૂકવું જોઈએ. તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં જીરું, રાઈ અથવા તેજપત્તા ઉમેરો. પછી તમે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી શકો છો.

ઘણી વખત એવું જોવા મળે છે કે કડાઈ કે પેન હજી ગરમ નથી થયું અને મહિલાઓ તેમાં જીરું જેવી વસ્તુઓ ઉમેરી દે છે. આ દરમિયાન, એ પણ ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ પણ ના હોવું જોઈએ. જ્યારે વધારે ગરમ થાય છે તો જીરું વગેરે ઉમેરવાથી બળી જાય છે, જેના કારણે શાક પણ બગડી શકે છે.

ગ્રેવીવાળું શાક બનાવતી વખતે

ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ડુંગળીની ગ્રેવી બનાવતી વખતે ડુંગળીને ફ્રાય કરીને બનાવતા જ અડધો કલાક લાગે છે. પણ અમે તમને જણાવી દઈએ કે જો તમે ડુંગળીમાં એક ચપટી મીઠું અને હળદર પાવડર ઉમેરો તો ડુંગળી થોડીવારમાં સારી રીતે ફ્રાય થઇ જશે. મીઠું અને હળદર ઉમેર્યા બાદ શાકને ઢાંકીને રાખો. ધ્યાન રાખો કે, ડુંગળી સાથે ટામેટાં ઉમેરવાની ભૂલ ના કરો.

શાક મસાલો ક્યારે ઉમેરવો?

એવી ઘણી સ્ત્રીઓ છે જે શાક ઉમેરવાની સાથે મીઠું, હળદર અને શાકનો મસાલો ઉમેરે છે, પણ આવું કરવાથી બચવું જોઈએ. આનાથી શાકનો ટેસ્ટ બગડી શકે છે. તેથી જ્યાં સુધી, ડુંગળી, ટામેટા અને શાકભાજી સહેજ ચડી ના જાય ત્યાં સુધી મસાલા ઉમેરશો નહીં. મસાલો ઉમેર્યા પછી, શાકને ઢાંકીને થોડો સમય રાંધવા માટે રાખો. જ્યારે ખુલ્લું રાખવામાં આવે તો શાકની સુગંધ ઉડી જાય છે.

ગરમ મસાલો ક્યારે ઉમેરવો?

ગરમ મલસાને બીજા મસાલા સાથે નાખવાનું કરવાનું ટાળો. ગરમ મસાલા વિશે એવું કહેવામાં આવે છે કે ગેસ બંધ કરતા પહેલા તેને પાંચથી દસ મિનિટ પહેલા ઉમેરવો જોઈએ. જો તમે આખા ગરમ મસાલાનો ઉપયોગ કરો છો, તો તમે તેને બીજા મસાલાઓ જોડે ઉમેરી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવી બાબત

જો તમે શાકભાજીમાં કાળા મરી ઉમેરવા માંગતા હોય તો પછી પાવડરનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. જો તમે લવિંગનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમે તેને આખા જ ઉપયોગ કરી શકો છો.

ગ્રેવીવાળા શાકના મસાલાને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મસાલાઓ તેલ છોડે નહીં. કોથમીર અને કસૂરી મેથીનો ઉપયોગ શાક બની ગયા પછી છેલ્લી રસોઈમાં જ કરો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો રસોઈનીદુનિયા સાથે તમારા પોતાના પેજ પર આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા