આ વસ્તુના આઈસ ક્યુબ બનાવીને ચહેરા પર હળવા હાથે લગાવીને મસાજ કરો ચહેરો અરીસાની જેમ ચમકવા લાગશે

aloe vera ice cubes for face in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને પ્રદૂષણ આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા પર અસર પડે છે. વધતા પ્રદૂષણને કારણે મોટાભાગની મહિલાઓને ચહેરા પર ખીલ પરેશાન કરી રહયા છે. ખાસ કરીને ઓઈલી ત્વચા છે તેવી સ્ત્રીઓ, કારણ કે ઓઈલી ત્વચા પર વારંવાર ખીલ થઈ જાય છે.

ખીલથી છુટકારો મેળવવા માટે મહિલાઓ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ ચહેરા પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી. ત્વચાની સારી રીતે કાળજી લેવા માટે કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. ભલે કુદરતી વસ્તુઓની અસર થોડા સમય પછી જોવા મળે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે અને તેની કોઈ આડઅસર થતી નથી.

જો તમે પણ પિમ્પલ્સથી પરેશાન છો તો તમે ચહેરા પર એલોવેરા આઈસ ક્યુબ્સનો ઉપયોગ કરી શકો છો. તમે ચોક્કસપણે તમારા ચહેરા પર થોડી જ વારમાં ફરક જોશો. ચહેરા પર એલોવેરાનો ઉપયોગ કરવાથી કોઈ નુકસાન થતું નથી અને પિમ્પલવાળી સ્કિન પર તેનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ બને છે અને ડાઘ દૂર થાય છે.

એલોવેરા જેલના ફાયદા : એલોવેરા જેલ ત્વચા માટે વરદાનથી ઓછું નથી. ત્વચા સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. તેની સૌથી સારી વાત એ છે કે તેની ચહેરા પર ઓછી આડઅસર જોવા મળે છે.

એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી તમે જિદ્દી થી જિદ્દી પિમ્પલ્સથી છુટકારો મેળવી શકો છો. ઉનાળાની ઋતુમાં ઘણીવાર ત્વચા પર બળતરા થવાની સમસ્યા રહે છે આવી સ્થિતિમાં, ત્વચા પર બળતરાથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ ખૂબ અસરકારક સાબિત થાય છે.

એલોવેરા જેલનો ઉપયોગ કરીને ચહેરાના વધારાના તેલને ઘટાડવા માટે કરી શકાય છે જેનાથી ચહેરા પર ખીલની સમસ્યા થતી નથી. એલોવેરા જેલ ચહેરાના ડાઘ-ધબ્બા પણ દૂર કરી શકાય છે.

એલોવેરા આઈસ ક્યુબ બનાવવાની રીત : તમે ચહેરાને ઠંડક આપવા અને ત્વચાની સંભાળ રાખવા માટે એલોવેરા આઈસ ક્યુબ્સનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે ચહેરા પર તેને લગાવવાથી ગ્લો આવશે. તો ચાલો જાણીયે આઈસ ક્યુબ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ.

સૌપ્રથમ એક ચમચી તાજી એલોવેરા જેલ લો. જો તમારી પાસે તાજી જેલ ઉપલબ્ધ ના હોય તો બજારમાંથી એલોવેરા જેલ લઈ શકો છો. હવે એલોવેરા જેલમાં ગુલાબજળ અને વિટામિન E કેપ્સ્યુલ ઉમેરીને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ટ્રેમાં ભરીને ફ્રીજમાં મુકો. તમારું એલોવેરા આઈસ ક્યુબ તૈયાર છે.

આઇસ ક્યુબ્સ લગાવવાની સાચી રીત : ત્વચાની સારી રીતે સંભાળ લેવા માટે આઇસ ક્યુબ્સ લગાવવાની સાચી રીત ખબર હોવી જોઈએ. એવું કહેવાય છે કે બરફને સીધો ત્વચા પર ન લગાવવો જોઈએ. પરંતુ તમે એલોવેરા આઈસ ક્યુબને ચહેરા પર હળવા હાથે મસાજ કરી શકો છો.

આ માટે સૌથી પહેલા ચહેરાને ફેસ વોશથી સાફ કરો. જેથી ચહેરા પરની બધી ગંદકી દૂર થઇ જાય.
હવે ચહેરા પર એલોવેરા આઈસ ક્યુબ્સ લગાવતા હળવા હાથે ચહેરા પર 2 થી 3 મિનિટ સુધી મસાજ કરો. 10 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઈ લો. પછી ત્વચા પર ત્વચા મુજબ મોઈશ્ચરાઈઝર લગાવો.

સનબર્ન માટે એલોવેરા જેલ : ઉનાળાની ઋતુમાં સૂર્યપ્રકાશથી ત્વચા બળે છે. આવી સ્થિતિમાં ત્વચાની ખોવાયેલી ચમકને પાછી મેળવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ચહેરા પર એલોવેરા લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વખત એલોવેરાનો ઉપયોગ કરવાથી થોડા જ સમય તમને ફરક જોવા મળશે.

ચમકતી ત્વચા મેળવવા માટે એલોવેરા જેલ : એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. આ માટે એક ચમચી એલોવેરા જેલ લઈને તેમાં ગુલાબજળ અને વિટામીન E કેપ્સ્યુલ ઉમેરીને મિશ્રણ બનાવીને ચહેરા પર લગાવો.

20 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત એલોવેરા જેલનો ઉપયોગ કરો છો તો તમને ચોક્કસ થોડા દિવસોમાં તેની અસર જોવા મળશે. આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.