રેસ્ટોરેન્ટ જેવી જ પનીર ભુરજી ઘરે બનાવવાની રીત – પનીર ભુરજી બનાવવાની રીત

પનીર ભુરજી બનાવવાની રીત: હોટેલ જેવી જ પનીર ભુરજી હવે ઘરે બનાવો. ફકત થોડાજ સમય માં ઘરે રહેલી સામગ્રી થી ઝટપટ તૈયાર થતી, ચટપટી, જોતાજ ખાવાનુ મન થઈ જાય તેવી પનીર ભુરજી રેસિપી. આ રેસિપી જો ગમે તો લાઈક અને શેર કરવાનુ ભૂલતા નહિ.

  • સામગ્રી-
  • પનીર (અમૂલ)
  • ૩ ડુંગળી
  • ૩ ટામેટા
  • નાનો આદુંનો ટુકડો
  • ૩ મોળા મરચાં
  • મરચું પાવડર
  • હળદર
  • ધાણાજીરું
  • ગરમ મસાલો
  • તજ
  • લવિંગ
  • મરી
  • તમાલપત્ર
  • કોથમીર

પનીર ભુરજી બનાવવાની રીત

સૌ પ્રથમ તમારે ડુંગળી ને ક્રશ કરી લો. પનીર ની મોટી છીણ કરી લો. ટામેટા ને ક્રશ કરવા અને મરચાં ની પાતળી ચીરી કરી લો. અને આદુને વાટી લો. હવે ગેસ પર પેન મુકી તેમાં તેલ એડ કરી દો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ ,લવિંગ, મરી ,તમાલપત્ર નાખી થવા દો. હવેે ડુંગળી ની પેસ્ટ એડ કરી સારી રીતે સાતંળી લો.

હવે તેમાં મરચાં ની ચીરી અને આદુની પેસ્ટ ઉમેરો. હવે બધું સારી રીતે મિક્સ કરી લો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ટમેટાં ની પેસ્ટ ઉમેરો. જ્યારે બધું બરાબર સેકાયને તેલ છુટે ત્યારે તેમાં મીઠું, મરચું, હળદર,ધાણાજીરું, ગરમમસાલો ઉમેરો. ત્યારબાદ થોડું પાણી નાંખી ઉકળવા દો. હવે છીણેલું પનીર ઉમેરો.

જો તમારે વધુ ગ્રેવી જોઇએ તો એક ચમચી કોર્નફ્લોર પાણી માં ઓગાળી ઉમેરો. જો તમારે વધુ સ્વાદ જોઈતો હોય તો તમે  સોયા સોસ અને ટોમેટો સોસ એક ચમચી ઉમેરી શકો. જ્યારે બધું એકરસ થઇ જાય અને તેમાંથી તેલ છુટે એટલે કોથમીર સજાવી સર્વ કરો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.