આજે આપણે બાળકોને અને મોટાં વડીલ બધા લોકો ની મનપસંદ, ઈંડા વગર ની ટુટી ફ્રુટી કેક બનાવતાં શીખીશું. આ કેક તમે તમારા બાળકનો જન્મદિવસ હોય કે કોઈ ફંકશન હોય તો તમે આ કેક બનાવી શકો છો. જો રેસિપી પસંદ આવે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ.
- સામગ્રી :
- કપ સોજી – ૧ કપ
- ૩/૪ કપ ખાંડ – ૩/૪ કપ
- ૧/૪ કપ ઘઉં નો લોટ – ૧/૪ કપ
- ૧ ટી સ્પૂન બેકિંગ પાવડર – ૧ ચમચી
- બેકીંગ સોડા – અડધી ચમચી
- દહીં – ૧ કપ
- ઘી – ૧/૪ કપ
- કપ દૂધ – ૧/૪ કપ
- ટૂટી-ફ્રૂટી – ૧/૪ કપ
- ઘઉં નો લોટ – ૨ ચમચી
- મીઠું- સ્વાદ પ્રમાણે
- કઢાઈ
ટૂટી-ફ્રૂટી કેક બનાવવાની રીત :
મિક્સર જાર માં ખાંડ અને સોજી ને થોડું ક્રશ કરી લો. હવે એક બાઉલ માં સોજી અને ખાંડ નું મિશ્રણ, ઘઉં નો લોટ અને દહીં બરાબર સારી રીતે મિક્સ કરી ને ૩૦ મિનિટ માટે ઢાંકી ને મૂકી દો. હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ માં નીચે થોડું મીઠું પાથરી ને ઉપર એક સ્ટેન્ડ મૂકી ને કડાઈ ને ઢાંકી ૨૦ મિનિટ માટે ગરમ કરી લો.
હવે ટૂટી-ફ્રૂટી ને એક બોઉલ માં લઇ તેમાં ૨ ચમચી ઘઉં નો લોટ બરોબર મિક્સ કરી લો. હવે એક બેકિંગ ટીન માં તેલ લગાડી ને ઉપર થી ઘઉં નો કોરો લોટ ભભરાવી ને એને તૈયાર કરી લો. હવે સોજી નું મિશ્રણ જે ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખ્યું હતું તેને બરોબર હલાવી ને તેમાં ઘી અને દૂધ મિક્સ કરી લો.
૭. હવે તૈયાર થયેલા મિશ્રણ માં બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને ટૂટી-ફ્રૂટી મિક્સ કરી લો. હવે તૈયાર થયેલા મિશ્રણ ને બકીંગ ટીન માં પાથરી દો અને ૨ વાર ટ્રે ને ધીમે થી પછાડી ને બધી હવા કાઢી લો.આ ટીન ને ગરમ કરેલી કઢાઈ માં મૂકી દો તેને ઢાકી ને ૩૦-૪૦ મિનિટ ધીમી મધ્યમ ગેસ ની આંચ પર બેક થવા દો.
હવે ચેક કરવા માટે ટુથપીક ની મદદ થી ચેક કરી લો. ચેક થઈ ગયાં પછી કેક ઠંડી થાય એટલે બકીંગ ટીનમાંથી કાઢી લો અને તેના કટકા કરી ને ડબ્બા માં ભરી લો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.