અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી ચીઝ સિંગાપુરી ઢોસા રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.
સામગ્રી
- ૨ કપ ચોખા
- ૧ કપ અડદની દાળ
- ૧ ટીસ્પુન મેથી
- ૧/૪ કપ રવો
- મીઠું
સ્ટફીંગની સામગ્રી :
- ૧/૨ કપ ચોખા
- ૧ કપ ગાજર અને કોબી ઝીણી સમારેલી
- ૧ કેપ્સીકમ ઝીણું સમારેલું
- ૧ ટામેટાના ટુકડા
- ૧ ડુંગળી ઝીણી સમારેલી
- ૧/૨ કપ ચીઝના ટુકડા
- ૧/૨ કપ છીણેલું ચીઝ
- ૧/૨ કપ ટામેટાની પ્યુરી
- ૧ ટેબલસ્પુન આદું-મરચાની પેસ્ટ
- ૧ ટેબલસ્પુન લીલું લસણ ઝીણું સમારેલું
- ૧ ટીસ્પુન જીરું
- ૧/૨ ટીસ્પુન ગરમ મસાલો
- ૩ ટેબલસ્પુન બટર
- ૧ ટીસ્પુન લીંબુનો રસ
- ૨-૩ લવિંગ, ૧ તમાલપત્ર
- થોડા લીલા ધાણા
- મીઠું પ્રમાણસર
બનાવવાની રીત
- અડદની દાળ, મેથી અને ચોખાને સવારે જુદા-જુદા પાણીમાં પલાળી રાખવા. રાત્રે ચોખામાંથી પાણી નિતારી કરકરા વાટવા.
- દાળ અને મેથીમાંથી પાણી નિતારી ખુબ ઝીણી વાટવી. બંને વસ્તુ ભેગી કરી, તેમાં મીઠું અને રવો નાંખી, દસ-બાર કલાક આથી રાખવું. ચોખાને ધોઈ થોડીવાર પલાળી રાખવા.
- હવે એક તપેલીમાં થોડું બટર ગરમ કરી તેમાં લવિંગ અને તમાલપત્ર નાંખવા, પછી ચોખામાંથી પાણી નીતારી તેમાં નાંખી ૨ મિનિટ સાંતળી, એક કપ પાણી નાંખી ચોખા ચડવા મુકવા.
- ચોખા થોડા ચડે એટલે તેમાં મીઠું અને ટામેટાની પ્યુરી નાંખી છૂટો કડક ભાત બનાવવો.
- એક તપેલીમાં બટર ગરમ કરી, તેમાં જીરું અને મીઠા લીમડાના પાનનો વઘાર કરવો. પછી તેમાં આદું-મરચાની પેસ્ટ અને ડુંગળી નાંખી, થોડીવાર સાંતળવું.
- ડુંગળી બ્રાઉન કલરની થાય પછી તેમાં લીલું લસણ, કેપ્સીકમ, ગાજર, કોબી અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી ધીમા તાપે, થોડીવાર ચડવા મુકવું. ( શાક અધકચરા ચડવવા જેથી ક્રીસ્પી લાગે )
- શાક ચડી જાય પછી તેમાં લીંબુનો રસ, ટામેટાના ટુકડા, ગરમ મસાલો અને ભાત નાંખી મિક્સ કરી, ધીમા તાપે ૫-૭ મિનીટ સીઝવા મુકવું. (ભાત વધારે કડક લાગતો હોય તો શાકમાં ભાત મિક્સ કર્યા પછી તેમાં થોડું પાણી છાંટવું) પછી તેમાં ચીઝના ટુકડા અને લીલા ધાણા નાંખી સ્ટફીંગ તૈયાર કરવું.
Comments are closed.