ચાઇનીઝ ઢોસા બનાવવાની રીત

0
147

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી ચાઇનીઝ ઢોસા રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

  • ૩ કપ ચોખા
  • ૨ કપ અડદની દાળ
  • ૧ ટીસ્પુન મેથી
  • મીઠું
  • તેલ જરૂર મુજબ

સ્ટફીંગની સામગ્રી :

  • ૧/૨ કપ ગાજર
  • ૧/૨ કપ કોબી
  • ૧/૨ કપ ટામેટા
  • ૧/૨ કપ કેપ્સીકમ
  • ૧ ડુંગળી
  • ૨-૩ઝીણા સમારેલા મરચા
  • ૨ કપ બાફેલી નુડલ્સ
  • ૧ ટીસ્પુન છીણેલું આદું
  • ૧ ટેબલસ્પુન લીલું લસણ ઝીણું સમારેલું
  • ૧ ટેબલસ્પુન ચીલી સોસ
  • ૧ ટેબલસ્પુન વિનેગર
  • ૧ ટેબલસ્પુન સોયા સોસ
  • ૨ ટેબલસ્પુન ટોમેટો કેચઅપ
  • ૧ ટેબલસ્પૂન કોર્નફલોર
  • ૩-૪ ટેબલસ્પુન તેલ
  • લીલા ધાણા
  • મીઠું

બનાવવાની રીત

  • અડદની દાળ, મેથી અને ચોખાને સવારે જુદા-જુદા પાણીમાં પલાળી રાખવા. રાત્રે ચોખામાંથી પાણી નિતારી કરકરા વાટવા.
  • દાળ અને મેથીમાંથી પાણી નિતારી ખુબ ઝીણી વાટવી. બંને વસ્તુ ભેગી કરી, તેમાં મીઠું નાંખી, દસ-બાર કલાક આથી રાખવું.
  • ગાજર, કોબી, ટામેટા, કેપ્સીકમ અને ડુંગળીની પાતળી લાંબી ચીરી કરવી.
  • એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં ડુંગળી, આદું અને લીલા મરચા નાંખી, ૩-૪ મિનિટ સાંતળવા. તેમાં લીલું લસણ, ગાજર, કોબી, કેપ્સીકમ અને મીઠું નાંખી અધકચરું ચડવવું.
  • પછી તેમાં ટામેટા, ચીલી સોસ, વિનેગર, સોયા સોસ અને ટોમેટો કેચઅપ નાંખી, ૨-૩ મિનિટ સાંતળવું.
  • ત્યાર બાદ કોર્નફ્લોરને થોડા પાણીમાં મિક્સ કરી, તેમાં નાંખી મિક્સ કરી, ધીમા તાપે થોડીવાર ઉકાળવું.
  • પછી તેમાં બાફેલી નુડલ્સ નાંખી, બરાબર મિક્સ કરી, ૩-૪ મિનિટ રાખી, ગેસ પરથી નીચે ઉતારી, તેમાં લીલા ધાણા નાંખી સ્ટફીંગ તૈયાર કરવું.
  • હવે ખીરામાં જરૂર પ્રમાણે પાણી નાંખી, પાતળું ખીરું તૈયાર કરવું. નોનસ્ટીક તવા પર તેલ લગાડી, ચમચાથી ગોળ-ગોળ ફેરવીને ખીરું પાથરવું.
  • આજુબાજુ ફરતું તેલ નાંખવું અને ધીમા તાપે ઢોસાને શેકવો. ઢોસો બરાબર સેકાઈ જાય એટલે તેના ઉપર સ્ટફીંગ મૂકી, રોલ વાળવો. પછી ગરમાગરમ ઢોસાને સાંભાર અને ચટણી સાથે પીરસવા.