korean maggi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મેગી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. સવારનો નાસ્તો હોય કે બપોરે બહુ ભૂખ લાગે તો આપણે 5 મિનિટમાં બનતી મેગી જ બનાવીએ છીએ. જો કે અપને એક જ પ્રકારની મેગી ખાવાથી કંટાળી જઈએ છીએ. તેથી જ મેગી પ્રેમીઓ મેગી બનાવવા માટે હંમેશા નવું નવું ટ્રાય કરતા હોય છે.

મેગીને બનાવવાની ઘણી અલગ અલગ રીતો છે જે તમને ઇન્ટરનેટ પર સરળતાથી મળી જાય છે. પરંતુ આજે અમે તમને ઘરે કોરિયન સ્ટાઈલમાં મેગી બનાવવાની સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે થોડીવારમાં બનાવી શકો છો.

સામગ્રી : 2 પેકેટ મેગી (બાફેલી), 1 ડુંગળી (ઝીણી સમારેલી), 3 લસણની કળી (ઝીણી સમારેલી), 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મીઠું, 4 ચમચી સોયા સોસ, 1 ચમચી તેલ, 1 ચમચી ઓરેગાનો, 1 કપ – પાણી.

મેગી બનાવવાની રીત : મેગી બનાવવા માટે, સૌ પ્રથમ આપણે બધી સામગ્રીને કાપીને રાખીશું જેથી મેગીને બનાવતી વખતે આપણને કોઈ સમસ્યા ન થાય. તો એક બાઉલમાં ડુંગળી અને લીલા મરચાંને બારીક કાપીને રાખો અને બધી સામગ્રીને તૈયાર કરી લો.

ઉપરાંત, આપણે મેગીને પેકેટમાંથી કાઢીને તેને બાફવા માટે રાખીશું જેથી આપણો સમય બચી જશે. પરંતુ આપણે મેગીને વધારે બાફવાની નથી. હવે એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં ત્રણ ચમચી તેલ નાખી ડુંગળીને સાંતળો.

ડુંગળી સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં લસણની કળી, મીઠું, મેગી મસાલો, ચીલી ફ્લેક્સ, પાણી વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ પછી તેમાં બાફેલી મેગી અને સોયા સોસ ઉમેરીને મિક્સ કરો. માત્ર 5 મિનિટ પછી તમારી કોરિયન સ્ટાઈલ મેગી બનીને તૈયાર થઈ જશે.

હવે તમે તેને બાઉલમાં કાઢીને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો. ધ્યાનમાં રાખો કે મેગી બનાવતી વખતે તમે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરો. આ સિવાય, તમે બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા