ડિપ્રેશન દૂર કરવાના અસરકારક ઉપાય, તમે પણ આ સમસ્યાથી જલ્દીથી બહાર આવી જશો

depression treatment in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ ઘણા લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, તો હવે પ્રશ્ન થાય છે કે તેને ઘટાડવું કેવી રીતે. તો તમને જણાવી દઈએ કે ડિપ્રેશનને સમયસર કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર જેમ જેમ વધશે તેમ તેમ તેને કંટ્રોલ કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે.

તેને ઓછું કરવા માટે તમારે પોતાને જ તેના પર કામ કરવું પડશે એટલે કે તમારે તમારી જાતને મદદ કરવી પડશે. સૌથી પહેલા ડિપ્રેશનનું કારણ સમજો અને તે કારણને દૂર કરવાનો પ્રયાસ કરો. નિરાશાથી તમારા જીવનમાં કોઈ બદલાવ નહીં આવે.

નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે ડિપ્રેશનમાં હોવ છો ત્યારે તમે બધું છોડીને નિરાશામાં તમારા હથિયાર નીચે મૂકી દો છો, તેથી સૌથી પહેલા ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ પોતાની દિનચર્યા સેટ કરે અને તેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

તમને તમારો દરરોજનો એક ગોલ નક્કી કરો અને તે ધ્યેય એવો હોવો જોઈએ કે તમે તેને હાંસલ કરી શકો, જેમ કે તમે નક્કી કરો કે દરરોજ સવારે ઉઠીને તમે બધા માટે કોફી બનાવશો અને તેના વાસણ પણ તમે જ ધોશો. ભલે તમને આ સાંભળીને થોડું વિચિત્ર લાગતું હશે પણ વિશ્વના જાણીતા મનોચિકિત્સક આવા ગોલને અસરકારક માને છે.

વાસ્તવમાં, આની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે પોતાની જાતને વ્યસ્ત રાખો અને તમે દિવસમાં જે ગોલ સેટ કર્યો છે તેને સિદ્ધ કરીને, નવી એનર્જી સાથે આત્મવિશ્વાસને જાગૃત કરવાનો છે. રાત્રે પૂરતી ઊંઘ લો, આનાથી તમને સારું લાગશે. જો ઊંઘમાં તકલીફ થતી હોય તો રૂમ બદલો, સંગીત સાંભળો, સુતા 1 કલાક પહેલા મોબાઈલ અને ટીવીથી દૂર રહો.

સારી ઊંઘ ડિપ્રેશન ઘટાડે છે અને તમને નવી એનર્જી આપે છે. તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે તે વિશે વાત કરો. નજીકના વ્યક્તિ અથવા મિત્ર સાથે શેર કરો. પોતાને ઘરમાંબંધ કરીને ના રાખો, બહાર કુદરતી વાતાવરણમાં જાઓ, લોકોને મળો, પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરો.

દિવસમાં થોડા સમય માટે તડકામાં ચાલવા જાઓ, ડિપ્રેશનને નિયંત્રિત કરવું સરળ બનશે, કારણ કે ઠંડી જગ્યાએ રહેવામાં ડિપ્રેશન વધે છે અને સૂર્યપ્રકાશ તેને દૂર કરવામાં અસરકારક છે. મનપસંદ સંગીત સાંભળો કારણ કે તે તે દિલ, દિમાગ અને લાગણીઓ પર સીધી અસર કરે છે. તે મનને પ્રફુલ્લિત અને શાંત કરે છે.

કંઈક નવું નવું કરવાનો પ્રયાસ કરો, બહાર જમવા જાઓ અથવા ડાન્સ ક્લાસમાં જોડાઓ, આ બધી પ્રવુતિઓ કરવાથી તમે વ્યસ્ત પણ રહેશો અને સારું પણ અનુભવશો. હેલ્દી ખોરાક લો. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ડિપ્રેશનમાં વ્યક્તિ જંક ફૂડ અથવા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વધારે ખાવા લાગી જાય છે, જે ડિપ્રેશનમાં વધારો કરે છે.

તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, મૌસમી ફળો અને ડ્રાયફ્રુટનો સમાવેશ કરો. એક સંશોધન મુજબ ઓમેગા 3 ફેટી એસિડ અને ફોલિક એસિડ ડિપ્રેશન ઘટાડવાનું કામ કરે છે. સૅલ્મોન માછલી, ટુના માછલી, એવોકાડો અને પાલક ખાઓ. આલ્કોહોલ પીવાનું બંધ કરો.

એક સંશોધન મુજબ રસોઈ બનાવવી પણ એક સારો ઉપચાર છે, તે લાગણીઓને સંતુલિત કરવામાં અને તમારી જાતને ખુશ રાખવા માટે ખૂબ અસરકારક છે. દરરોજ ડાયરીમાં કંઈક લખો. જે પણ તમારા મનમાં કઈ ચાલે છે તેને ડાયરી લખો અને પછી કાગળને ફાડીને ફેંકી દો.

આ તમારા ડિપ્રેશનમાં ઘટાડો કરશે એટલું જ નહીં પણ તેનાથી સારી ઊંઘ પણ આવશે. નકારાત્મક લોકોથી દૂર રહો અને ખુશ રહેતા અને પોઝિટિવ વિચારસરણી ધરાવતા લોકોને મળો. કેટલાક લોકો એવા હોય છે જે તમને હંમેશા નેગેટિવ વસ્તુઓ ગણાવતા ફરે છે તેથી આવા લોકો તમારી સમસ્યામાં વધારો કરે છે તેથી તેમનાથી અંતર રાખો.

તમારી ખામીઓ વિશે વિચારવાને બદલે તમારી શક્તિ વિશે વિચારો. એક્સપર્ટ કહે છે કે તમે નકારાત્મક વિચારોને નજરઅંદાજ કરીને તમારી વિચારવાની અને વસ્તુઓ જોવાની રીત બદલો છો. તમારા પોતાના માટે સમય કાઢો. વચ્ચે કામમાંથી બ્રેક લો અને તમારી પસંદગી મુજબનું કામ કરો.

ઘરમાં જવાબદારી લો, જેમ કે બાળકોના હોમવર્ક કરાવવું, ઘરના બિલ ચૂકવવા અથવા તેમને શાળાએ મૂકવા અથવા ઘરે શાકભાજી લાવવા વગેરે. સવારે કુદરતી વાતાવરણમાં ચાલવા જાઓ, કારણ કે સવારની તાજી હવા તમારા મનને હળવાશની લાગણી આપશે.

યોગ અને કસરત કરો કારણ કે તે તમને સકારાત્મક રાખે છે અને શારીરિક રીતે જ સ્વસ્થ રાખવાની સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે કારણ કે તેઓ તમારા હોર્મોન્સને સંતુલિત કરે છે. સવારે મોડે સુધી જાગશો નહીં કારણ કે તે ડિપ્રેશનને વધારી શકે છે.

મંત્ર નું ઉચ્ચારણ કરો કારણ કે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, આવી સ્થિતિમાં મંત્રોના જાપ કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. મંત્રો સિવાય મેડિટેશન કરવાથી પણ શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે.