જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ પોષક તત્વોની ઉણપ થવા લાગે છે તો આપણું શરીર કોઈને કોઈ સ્વરૂપમાં તેના સંકેતો આપવાનું શરુ કરી દે છે. શરીરમાં આપણને ઘણા સંકેતો જોવા મળે છે જેમ કે સોજો આવવો, વારંવાર બીમાર પડવું, રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, થાક લાગવો વગેરે.
પરંતુ જો તમને તમારા શરીરમાં આવા કોઈ લક્ષણો દેખાય છે તો ક્યારેય અવગણશો નહીં. આ બધા ચિહ્નો શરીરમાં પ્રોટીનની ઉણપના પણ હોઈ શકે છે. સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો આહારમાં પ્રોટીન ખૂબ જ જરૂરી છે.
પ્રોટીન શરીરમાં મસલ્સ, હેલ્દી ત્વચા અને હોર્મોન્સ બનાવવા માટે જરૂરી પોષક તત્વ છે. પ્રોટીનની ઉણપને કારણે આપણું શરીર ઘણી બીમારીઓથી ઘેરાઈ જાય છે અને તેના લક્ષણો શરીરમાં પહેલાથી જ દેખાવા લાગે છે. તો આવો જાણીએ એવા કેટલાક એવા જ લક્ષણો વિશે.
1. વાળ તૂટવા લાગે છે : હેલ્દી વાળ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે અને જો પ્રોટીનની ઉણપ છે તો વાળની ચમક ફીકી પડવા લાગે છે અને વાળ તૂટવા લાગે છે.
2, વારંવાર ભૂખ લાગવી : જો તમે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી લેતા તો તમને જલ્દીથી ભૂખ લાગે છે. વારંવાર ખાવાની ઈચ્છા થાય છે, જેનાથી તમારું વજન પણ વધી જાય છે. વારંવાર ભૂખ ન લાગે તે માટે તમારા આહારમાં પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.
3. લીવરમાં ફેટ જમા થવો : શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે ફેટી લીવરની સમસ્યા શરૂ થઇ શકે છે, જેમાં લીવરમાં બળતરા અથવા લીવર ફેલ થવાનું જોખમ વધી જાય છે. મોટાપાથી પ્રેસન લોકો અને જે લોકો વધારે આલ્કોહોલનું સેવન કરતા લોકોમાં ફેટી લિવરની સમસ્યા થવાની શક્યતા વધારે હોય છે.
4. શરીરમાં સોજો આવવો : પ્રોટીનની ઉણપને કારણે પણ શરીરમાં સોજો આવી શકે છે. તબીબી ભાષામાં તેને એડીમા કહેવામાં આવે છે. જ્યારે પણ તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો લાગે તો તરત જ ડોક્ટરની મુલાકાત લો.
5. નખ કમજોર પડવા : શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે નખ નબળા પડી જાય છે અને નખની પ્રાકૃતિક સુંદરતા ઓછી થઇ જાય છે. નખ વારંવાર તૂટતાં રહે છે અને તેમાં આંતરિક સંક્રમણ થવા લાગે છે, જેના કારણે નખ કાળા અને નબળા દેખાવા લાગે છે.
6. માંસપેશીઓમાં દુખાવો : સ્નાયુઓના વિકાસમાં પ્રોટીનની મહત્વની ભૂમિકા હોય છે. ખોરાકમાં પ્રોટીનની ઉણપ છે તો તમને સ્નાયુઓમાં દુખાવો અનુભવાય છે. આ સાથે, સ્નાયુઓ તેમની જરૂરિયાત પૂરી કરવા માટે હાડકામાંથી પ્રોટીનને શોષવા લાગે છે અને તેના કારણે હાડકાં નબળા પડી જાય છે.
7. હાડકા તૂટવા : જો તમે આહારમાં યોગ્ય અને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન નથી લેતા તો સ્નાયુઓમાં દુખાવો થવાની સાથે હાડકાં કમજોર થવા લાગે છે. પ્રોટીનની ઉણપ સાંધામાં હાજર પ્રવાહીનું નિર્માણ ઓછું થઇ જાય છે. આના કારણે શરીરની લવચીકતા ઘટી જાય છે અને હાડકાં નબળાં થવા લાગે છે અને હાડકા ફ્રેકસ્ચર થવાનું જોખમ પણ વધી જાય છે.
8. સંક્રમણ નું જોખમ : પ્રોટીનની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને શરીરમાં વારંવાર સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે ઇમ્યુનીટી કમજોર પડી જાય છે.
9. બાળકોના શારીરિક વિકાસ અટકી જવો : જે બાળકોમાં પ્રોટીનની ઉણપો જોવા મળે છે તેમના શારીરિક વિકાસ અટકી જાય છે. ખોરાકમાં પ્રોટીનની ઉણપને કારણે બાળકો કુપોષણ અને બીજા અનેક રોગોનો ભોગ બને છે. ઘણા સંશોધનો મુજબ પ્રોટીનની ઉણપ ધરાવતાં બાળકોમાં હેલ્દી વિકાસ થતો નથી.
10. વારંવાર બીમાર પડવું : જે લોકોમાં પ્રોટીનની ઉણપ છે તેઓ હંમેશા થાકનો અનુભવ કરે છે. તેઓ ઈન્ફેક્શન અને બીજી ઘયની બીમારીઓનો શિકાર બને છે, જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડતો રહે છે.
11. શ્વેત રક્તકણોમાં ઘટાડો : પ્રોટીનની ઉણપને કારણે શરીરમાં શ્વેત રક્તકણોની સંખ્યા ઘટી જાય છે, જેનાથી હિમોગ્લોબિન પણ ઘટી શકે છે. હવે જાણીશું પ્રોટીનની ઉણપના કારણે થતા રોગો વિશે.
ચેપી રોગો અને બેક્ટેરિયાથી થનારી બીમારીઓ, બાળકોની ઊંચાઈ ના વધવી, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં એનર્જી ના હોવી, જ્યારે શરીરમાં એનર્જી ઓછી થવાથી લોહીનું પરિભ્રમણ અવરોધાય છે અને નવા કોષોના નિર્માણમાં વિલંબ થાય છે, જેના કારણે ઘા પડ્યો હોય તે મોડો રૂઝાય છે.
પ્રોટીનની ઉણપને દૂર કરવા આ વસ્તુઓ ખાઓ, જેમકે દૂધ, ચીઝ, પનીર, દહીં વગેરે જેવા ડેરી પ્રોડક્ટ, ઈંડા, નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ, પીનટ બટર, અંકુરિત કરેલા મગ, સીફુડ અને માછલી, ફળો અને કઠોળ, ઓટ્સ, રાગી, સોયાબીનના લોટની રોટલી વગેરે વગેરે.