જો તમે વજન ઘટાડવા માંગો છો અને ડાયટ પ્લાન ફોલો કરો છો તો આ લેખમાં જણાવેલ હેલ્દી વસ્તુઓને તમારા ડાયટમાં જરૂરથી સમાવેશ કરો, જે તમને વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે.
1 બાફેલા શક્કરિયાઃ જો તમારું વજન ઓછું કરવા માંગતા હોય તો તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો . તે બીટા-કેરોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને તેને શેકીને અથવા બાફીને ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પેટ ભરેલું રાખે છે.
2. સ્પ્રાઉટ્સ વેજિટેબલ સલાડ : આ પૌષ્ટિક સલાડ ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે ને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ખાધા પછી સંતોષની લાગણી થાય છે અને વધારે ખાવાથી બચી શકાય છે.
3. મિક્સ નટ્સ: મિક્સ નટ્સમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, કિસમિસ સરખી માત્રામાં લઇને ખાવાથી ભૂખ શાંત થાય છે અને જલ્દી ભૂખ લાગતી નથી. મિક્સ નટ્સ વજન ઘટાડવાની સાથે શરીરને પોષક તત્વો પણ પ્રદાન કરે છે.
4. ઈંડાનો સફેદ ભાગ : ઈંડાને પ્રોટીનનો ખજાનો કહેવાય છે અને ઈંડાની સફેદીમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. વજન ઘટાડવું છે તો 2-3 ઈંડાનો સફેદ ભાગ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેને તમે કોઈપણ નાસ્તાના સમયે ખાઈ શકો છો.
5. દહીં : એક સારું પ્રોબાયોટિક હોવાને કારણે તે પેટને લગતી તમામ બીમારીઓને દૂર રાખે છે. લો ફેટ દહીં કેલ્શિયમ અને પ્રોટીન ધરાવે છે જે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે.
6. મિક્સ સીડ્સ : કાળા અને સફેદ તલ, સૂર્યમુખીના બીજ, મગઝ અને અળસીના બીજ હેલ્દી સ્નેક છે. સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં તેમાં ફાઇબર, વિટામિન ઇ, ફેટી એસિડ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે, જે ભૂખને શાંત કરે છે અને વધારે ખાવાથી બચાવે છે.
7. મખાના : મખાના ખાવામાં સ્વાદિષ્ટ અને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ નાસ્તો માનવામાં આવે છે. ગ્લુટેન ફરી અને પ્રોટીન કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર મખાના પોપકોર્નની જેવો જ એક નાસ્તો છે.
8. શેકેલા ચણા: ચણા પ્રોટીન અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત હોવાની સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછું હોય છે તેથી શેકેલા ચણા વજન ઘટાડવા માટે આ પરફેક્ટ એક સારો નાસ્તો છે. ચણા ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.
9. મગફળી: તમે એક નાસ્તા તરીકે મગફળીને ખાઈ શકાય છે. મગફળીમાં પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન અને સેલેનિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. તમે સાંજે કે સવારે ગમે ત્યારે મગફળીને ખાઈ શકો છો.