અત્યારના સમયમાં મોટાપા સૌથી મોટી સમસ્યા છે અને આ માટે આપણી જ કેટલી ખરાબ આદતો જ જવાબદાર છે. જ્યાં સુધી આ આદતોમાં ફેરફાર નથી કરતા ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તમારું વજન ઓછું થવાનું નથી.
1) જલ્દી જલ્દી ખાવું : ખોરાક ચાવ્યા વગર કે ઝડપથી ખાવાથી વજન વધી શકે છે. જલ્દી થી ખાવાથી પેટ સુધી મેસેજ નથી પહોંચતો કે તમે શું ખાઓ છો? અને પાચન પ્રક્રિયા પર પણ અસર પડે છે. આ સિવાય પેટ ભરાઈ ગયું છે તેની પણ માહિતી પણ મગજ સુધી મોડી પહોંચે છે.
ઝડપી ખાવાના ગેરફાયદા જોઈએ તો, પાચન શક્તિ ઓછી થાય છે અને પેટમાં દુખાવો થઇ શકે છે. આનાથી બચવા માટે ભૂખ કરતા મર્યાદિત ખાઓ. જમતી વખતે તમારે બીજું કોઈ પણ કામ ના કરવું જોઈએ. જો તમને થોડા સમય પછી ફરીથી ભૂખ લાગે છે તો તમે મૌસમી ફળો અથવા આરોગ્યપ્રદ નાસ્તો ખાઈ શકો છો.
2) સવારનો નાસ્તો ના કરવો : રાત્રિભોજન અને સવારના નાસ્તા વચ્ચે 8 થી 12 કલાકનો ગેપ પડી જાય છે, તેનાથી મગજ અને સ્નાયુઓને નબળા પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે સવારે નાસ્તો નથી કરતા અને માત્ર એક કપ ચા કે કોફી પીવો છો તો સ્થૂળતા વધે છે.
જો તમે નાસ્તો નથી કરતા તો તેના ગેરફાયદા પણ જાણી લો. તે પાચન શક્તિ નબળી પડે છે અને કેલરી ઘટવાને બદલે વધી જાય છે. આ સિવાય શરીરમાં એનર્જી ઓછી થઇ જાય છે અને તમે થાકનો અનુભવ કરો છો.
મોટાપાથી બચવા માટે સવારે નાસ્તો જરૂર કરો. સવારના નાસ્તામાં દિવસના બીજા ખોરાકની તુલનામાં વધુ માત્રામાં આરોગ્યપ્રદ વસ્તુઓ રાખો, જેમ કે પ્રોટીનથી ભરપૂર નાસ્તો ખાઓ.
3) ટીવી જોતા જોતા ખાવું : જો તમે પણ આ રીતે ખાઓ છો તો તમે કેટલું ખાઓ છો અને શું ખાઓ છો તેના પર ધ્યાન નથી રહેતું, જેના કારણે તમે વધારે ખાઓ છો અને વજન વધે છે. હવે જાણી લો ટીવી જોતી વખતે ખાવાના ગેરફાયદા કયા છે…
દિવસમાં બે કલાકથી વધારે ટીવી જોવાથી વજન વધવાની શક્યતા 20 ટકા જેટલી વધી જાય છે. સતત રડવાવાડી ટીવી સિરિયલો જોવાથી હાર્ટ અને બ્લડ પ્રેશરની સમસ્યા થી શકે છે. આનાથી બચવા માટે તમારે ટીવી જોતી વખતે વચ્ચે વચ્ચે સ્ટ્રેચિંગ, ઊંડો શ્વાસ અને જોગિંગ જેવી કસરતો કરવી જોઈએ.
4) લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી : ઘરની બહાર ઓફિસ કે નૌકરી જતી વખતે ઉતાવળમાં આપણે ભૂખ્યા પેટે નીકળી જઈએ છીએ. ઘણી વખત ઘરમાં હોવા છતાં લાંબા સમય સુધી ખાતા નથી, તેના લીધે લાંબા અંતરાલને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાઈ છે.
હવે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાના ગેરફાયદા પણ છે, જેમ કે શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું થઇ શકે છે. મગજને યોગ્ય સમયે ગ્લુકોઝ નથી મળતો તો તેના કારણે સ્વભાવ ચિડચિડો થઈ જાય છે. એક ટાઈમ ખાતા નથી અને બીજા ટાઈમે વધારે ખાઓ ચો તો એસિડિટી, સુસ્તી વગેરેની સમસ્યા થઇ શકે છે. આ માટે તમારે ભૂખ્યા ના રહેવું જોઈએ અને સમયસર જામી લેવું જોઈએ.
5) પૂરતી ઉંઘ ના લેવી : રાત્રે મોડે સૂવું અને સવારે વહેલા ઉઠવું પણ મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે. તમારે દરરોજ 7 કલાક સૂવું જોઈએ અને જો તમે તેટલી ઊંઘ નથી લોઈટ તો તેના ગેરફાયદા પણ છે. જેમ કે.. રાત્રે ખાધેલું પચતું નથી.
તમે અનિદ્રાનો શિકાર બની શકો છો અને શરીરનું એનર્જી લેવલ ઘટી જાય છે અને દિવસમાં કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે. વિચલિત મગજને કારણે તમને ડિપ્રેશન પણ આવી શકે છે. તો તેનાથી બચવા માટે, તમારે દરેક કામ દિવસે પૂર્ણ કરવા જોઈએ, જેથી તમે રાત્રે વહેલા સુઈ શકોઅને જાગી શકો. દરરોજ 7 કલાકની ઊંઘ લેવાની ખાતરી કરો.
6) ફાસ્ટ ફૂડ ખાવા : અત્યારની યુવા પેઢીમાં સ્થૂળતા વધવાનું આ મુખ્ય કારણ છે. ફાસ્ટ ફૂડમાં કેલરીની માત્રા વધુ હોવાને કારણે તેનું સેવન કરવાથી વજન અને ચરબી બંને વધે છે. ફાસ્ટ ફૂડના ગેરફાયદા જોઈએ તો તમને હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે અને ડાયાબિટીસ થવાનો ભય રહે છે.
આ માટે તમે અઠવાડિયામાં માત્ર એક જ વાર ફાસ્ટ ફૂડ ખાઓ અને વધારાના ચીઝ ના ખાઓ. તળેલા ફાસ્ટ ફૂડના બદલામાં શેકેલું અથવા બેક કરેલું ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરો.
7) તણાવમાં વધારે ખાવું : જ્યારે તમે માનસિક રીતે અસ્વસ્થ હોવ ત્યારે તમે ખુબ જ ગુસ્સામાં હોવ છો અને આ ગુસ્સાને તમે બહાર કાઢવા માટે વધારે ખાઓ છો, જેનાથી પણ સ્થૂળતા વધે છે. તણાવના નુકસાનમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરની શક્યતા વધી જાય છે.
આનાથી બચવા માટે, સ્ટ્રેસની સ્થિતિમાં વધારે ખોરાક ખાઈને ગુસ્સો કાઢવાના બદલે, સારું છેકે તમે તે ગુસ્સાને હળવી કસરત કરીને દૂર કરવો જોઈએ.
8) જમ્યા પછી તરત સુઈ જવું : રાત્રે મોડા જમવું અને વધારે પડતું ખાઈ લેવું અને જમ્યા પછી તરત જ સુઈ જવાથી પણ મોટાપો આવી શકે છે. જનો તમારી પણ આ ટેવ છે તો, આમ કરવાથી ભોજન પચતું નથી અને શરીરમાં ચરબી વધતી જાય છે.
જમ્યા પછી તરત સૂઈ જવાના ગેરફાયદામાં ખોરાક ન પચવાને કારણે ગેસ થઈ શકે છે અને પેટ બહાર આવવા લાગે છે. આનાથી બચવા માટે તમે જમ્યા પછી થોડી વાર ચાલો અને જમ્યા પછી હળવી કસરત પણ ફાયદાકારક છે.
9) આલ્કોહોલનું વધારે સેવન : ઘણી વાર હેલ્દી ડાઈટ પ્રમાણે ખાવા છતાં અને અને કસરત કરવા છતાં વજન ઘટાડવાને બદલે વધતું હોય છે. આનું એક કારણ ઉચ્ચ કેલરીવાળા આલ્કોહોલનું વધારે સેવન પણ હોઈ શકે છે. તેના નુકસાન વિષે બધા જાણે જ છે, જેમ કે
લીવર ઈન્ફેક્શન થઈ શકે છે અને હાર્ટ એટેક જેવી બીમારી પણ આવી શકે છે. મગજની બીમારીઓ પણ થઈ શકે છે. હવે આ બધાથી બચવા માટે આલ્કોહોલનું સેવન ના કરેવું જોઈએ.
10) હવે છેલ્લી આદત ના કહી શકાય પરંતુ આખો દિવસ ઓફિસમાં બેસીને સતત એક જગ્યાએ કામ કરવાથી પણ વજન વધે છે. આખો દિવસ કામ કરવાના ગેરફાયદામાં શરીરમાં ચરબી વધે છે. ડાયાબિટીસ અને હૃદયના રોગો પણ થઈ શકે છે. વધારે વજન વધવાના કારણે કમરનું હાડકું પણ નબળું પડી શકે છે.
હવે આનાથી બચવા માટે તમે, સતત કામ કરતા હોય તો, કોફી કે ચા પીવાના બહાને ઉઠીને અથવા કામની વચ્ચે 2-3 વખત બાથરૂમમાં જઈને તમારા શરીરને રિલેક્સ કરો. ફોન પર વાત કરતા હોય ત્યારે લિફ્ટનો ઉપયોગ ના કરો, સીડીનો ઉપયોગ કરો.
જો તમે પણ મોટાપાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો આ બધી આપણી આદતોમાં ફેરફાર કરીને મોટાપો દૂર કરી શકો છો. અમને આશા છે કે તમને આજનો લેખ ગમ્યો હશે, જો પસંદ આવ્યો હોય તો અમારી સાથે આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.