children care tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે ઘરોમાં નાના બાળકો હોય છે ત્યાં માતા-પિતાએ હંમેશા થોડા વધારે સાવધાન રહેવું પડે છે. અપને જાણીયે છીએ કે નાના બાળકો ફક્ત રમકડાં સાથે રમતા નથી. તેના બદલે તે તેની આસપાસ રાખવામાં આવેલી દરેક વસ્તુ તેને નવી લાગે છે અને તે તેની સાથે રમવા લાગે છે.

ખાસ કરીને, તેમના હાથમાં જે કંઈ પણ આવે, જેમ કે રિમોટ કંટ્રોલ, ચાવીઓ વગેરેને મોં માં નાખીને ચાવવા લાગી જાય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તેમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે.

જો કે, માતા-પિતા નાના બાળકોના ખોરાકથી લઈને તેમની સ્વચ્છતા સંપૂર્ણ ધ્યાન રાખે છે, પરંતુ તેઓ બાળકોની આસપાસ કઈ વસ્તુઓ રહેલી છે તેનું ધ્યાન રાખતા નથી. બની શકે છે કે તમે કોઈ કામમાં વ્યસ્ત હોવ અને બાળક તેના મોંમાં નાખી દે, તેના માટે ખૂબ જોખમી છે. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને તમારે હંમેશા તમારા બાળકની પહોંચથી દૂર રાખવી જોઈએ.

દવાઓ દૂર રાખો : જયારે બાળકની પહોંચની બહાર તેવી કોઈ વસ્તુઓની વાત આવે ત્યારે પ્રથમ નંબર વન દવાનો છે. મોટાભાગના ઘરોમાં, લોકો તેમની નિયમિત દવાઓ ટેબલ પર છે અથવા પલંગની બાજુના ટેબલની અંદર રાખે છે મૂકી દે છે. પરંતુ તમારી આ પદ્ધતિ ખોટી છે.

આ એવી જગ્યાઓ છે જ્યાં બાળક તે દવાઓ કાઢીને સરળતાથી ખાઈ શકે છે. આ રીતે જો કોઈ દવા વધુ પડતી લેવામાં આવે તો બાળકનો જીવ પણ જોખમમાં આવી શકે છે. તેથી દવાઓનું એક અલગ બોક્સ બનાવવાનો પ્રયાસ કરો અને તેમાં બધી દવાઓ રાખો અને તે બોક્સને બાળકની પહોંચથી દૂર રાખો.

છોડને દૂર રાખો : આજકાલ ઘરોમાં છોડ રોપવા સામાન્ય છે. લોકો તેનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરે છે. પરંતુ જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તમારે તેને બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ. વાસ્તવમાં કેટલાક છોડ કાંટાવાળા હોય છે, જે બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક છોડ હોય છે જે બાળકો માટે બિલકુલ યોગ્ય માનવામાં આવતા નથી.

ઘણી વાર છોડના પાન ચાવવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. વળી, કેટલાક બાળકોને એવી આદત હોય છે કે તેઓ પ્લાન્ટરમાંથી માટી ખાવા લાગે છે. જેના કારણે તેમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તેથી જો તમે તમારા ઘરમાં છોડ રોપવા માંગતા હોય તો હેંગિંગ પ્લાન્ટિંગ અથવા ટેરેસ ગાર્ડનનો વિકલ્પ પસંદ કરો.

પાલતુ પ્રાણીના રમકડાં અને તેમનો ખોરાક: જો તમારા ઘરમાં કોઈ પાળતુ પ્રાણી છે, તો ખાતરી કરો કે ઘરમાં ઘણા બધા પાલતુ રમકડાં અને તે પ્રાણીનો ખોરાક હશે, જે તમારા બાળક માટે જોખમ ઊભું કરી શકે છે.

પાળતુ પ્રાણીના રમકડાં અને વાસણોમાં ઘણાં બેક્ટેરિયા હોય છે જે તમારા બાળક સુધી પહોંચી શકે છે. તેથી તમારે આ બાબતે પણ સાવચેત રહેવાની જરૂર છે. તમારે હંમેશા આ વાતને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધી વસ્તુઓ હંમેશા તમારા બાળકની પહોંચની બહાર જ હોવી જોઈએ.

રિમોટ કંટ્રોલ : આપણે ઘણીવાર રિમોટ કંટ્રોલને ઘરમાં આમ જ ફરતું મુકીયે છીએ, પરંતુ તેના નાના અને મુલાયમ રંગના બટનો તમારા બાળકને આકર્ષિત કરે છે. બાળકો તેને મોઢામાં લે છે અને આમ રિમોટ કંટ્રોલના બેક્ટેરિયા બાળકો પર અસર કરી શકે છે. રિમોટ્સ ઘણા નાના ભાગોથી બનેલા હોય છે અને જો બાળક તેના દાંત આવવાના સમયગાળા દરમિયાન તેને કાપવાનો પ્રયાસ કરે છે, તો તે તેમના ગળામાં પણ અટવાઈ શકે છે.

તેથી આ વસ્તુઓ સિવાય, તીક્ષ્ણ ચીજવસ્તુઓ, રસોડામાં રહેલી છરી, ખૂબ નાની કે ગરમ વસ્તુઓ, ક્રીમ અને લોશન, ઈલેક્ટ્રીક વસ્તુઓ બાળકની પહોંચથી હંમેશા દૂર રાખવી જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા