રસોડામાં વાસણ ધોયા પછી મોટાભાગની મહિલાઓ સિંકને પણ સાફ કરી દે છે. રસોડાની સફાઈ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે સિંક હંમેશા સાફ રહે. જો કે, દરરોજ સાફ કરવા છતાં ઘણી વખત સિંક જામ થઈ જાય છે, તેની પાછળનું કારણ તેની સાથે જોડાયેલી ગટરની પાઇપ છે.
હકીકતમાં, ઘણી વખત આપણે વાસણ ધોતી વખતે ચાની પત્તી અથવા બીજા ખાદ્યપદાર્થો સિંકમાં રહેવા દઈએ છીએ. ધીમે ધીમે તે પાઇપમાં જાય છે અને ત્યાં વચ્ચે જ અટકી જાય છે. આ ખાવાની વસ્તુઓને સતત પાઇપમાં ભેગી થવાને કારણે સિંક જામ થવાની સમસ્યા ઊભી થાય છે.
કેટલાક લોકો એક વર્ષમાં રસોડાના સિંકની પાઈપ બદલી નાખે છે. જો કે જો તમે તેની નિયમિત સફાઈ સિવાય કેટલીક બાબતોનું થોડું ધ્યાન રાખશો, તો આ પાઈપ લાંબા સમય સુધી ચાલશે અને તેમાં ગંદકી થશે નહીં અને બ્લોક પણ નહીં થાય.
ઘણી વાર સિંક પાઇપ સાફ કરતી વખતે, દુર્ગંધ પણ આવે છે, પરંતુ જો તમે તેને નિયમિતપણે સાફ કરશો તો આ સમસ્યા રહેશે નહીં. તો ચાલો આજે અમે તમને એવી કેટલીક સરળ રીતો જણાવીએ, જેની મદદથી તમે સિંક પાઇપને મિનિટોમાં સાફ કરી શકશો.
સિંકમાંથી પાઇપને અલગ કરો : કિચન સિંકની પાઇપને સાફ કરવા માટે પહેલા તેને બહાર કાઢીને તેને ખુલ્લા વિસ્તારમાં સાફ કરો. જો કે તેને રસોડામાં સાફ કરવાની ભૂલ ના કરો, કારણ કે તેની ગંધ આખા રસોડામાં ફેલાઈ જશે. તેથી રસોડાના સિંકની પાઇપ કાઢી લીધા પછી તેને બહારની ખુલ્લી જગ્યાએ સાફ કરો.
પાઈપ નિકાળતી વખતે જ તેમાં ફસાયેલી ગંદકી આપોઆપ બહાર આવી જશે. તે પછી કોઈપણ કેમિકલ અથવા હોમમેઇડ ક્લીનરનો ઉપયોગ કરો. જો વધારે પડતી વાસ આવે છે તો મોં પર રૂમાલ બાંધી લો.
લીંબુની છાલ અને હૂંફાળું પાણી : ઘણા લોકો કિચન સિંકના પાઈપને ગરમ પાણીથી સાફ કરે છે, પરંતુ આવું બિલકુલ ન કરો. કારણ કે કેટલીક પાઈપો પ્લાસ્ટિકની બનેલી હોય છે તેથી તેને નુકસાન થઈ શકે છે. તેથી પાણી વધારે ગરમ થવાને બદલે થોડું હૂંફાળું રાખો. આ માટે પાણી ગરમ કરો અને તેમાં લીંબુની છાલ મિક્સ કરો.
ઓછામાં ઓછી 7-8 છાલ નાખો અને થોડીવાર માટે ઉકળવા દો. પછી ગેસ બંધ કરીને પાણીને ઠંડુ થવા દો. ગેસ બંધ કર્યા પછી, બાઉલમાં 1 ચમચી ડિશ વૉશ લિક્વિડ મિક્સ કરો. હવે આ પાણીને ગરમથી હૂંફાળું થવા દો અને પછી તેને પાઇપમાં નાખો. આ મિશ્રણને પાઈપની એક બાજુથી રેડશો એટલે બીજી બાજુથી નીકળી જશે અને પાઇપ સંપૂર્ણપણે સાફ થઇ જશે.
વિનેગર અને ડીટરજન્ટ પાવડર : પાઈપને એકવાર સાફ કર્યા પછી પાણીમાં વિનેગર મિક્સ કરો. 1 મગ પાણીમાં માત્ર 2 કપ વિનેગર મિક્સ કરો અને પછી તેમાં ડિટર્જન્ટ પાવડર અને 1 ચમચી બેકિંગ પાવડર મિક્સ કરો. 1 ચમચી ડીટરજન્ટ પાવડર ચાલશે. હવે આ મિશ્રણ પાઇપને ઉપરથી અને અંદરથી પણ સાફ કરશે. આ પછી, સાદા પાણીથી 3 થી 4 વખત સારી રીતે ધોઈ લો.
આમ કરવાથી પાઇપ નવા જેવી ચમકવા લાગશે. જો ગટરની અંદર કંઈક અટવાઈ ગયું હોય તો તેના માટે વાયર હેન્ગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે, વાયર હેન્ગરના પોઈન્ટને આગળથી સહેજ વાળીને તેને પાઇપની અંદર નાખીને તેને સારી રીતે સાફ કરો.
કિચન સિંક પાઇપ સાફ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો : આપણે હંમેશા રસોડાના સિંકને ઉપરથી સાફ કરીએ છીએ પરંતુ અંદરની સફાઈ બહુ ઓછા લોકો કરે છે. જો કિચન સિંકની પાઇપ નિકાળી શકાય છે તો તેને મહિનામાં એકવાર ખોલીને ચેક કરો. વાસણ ધોતી વખતે પણ ધ્યાન રાખો કે ખોરાક અથવા પ્લાસ્ટિકની વસ્તુઓ અંદર ના જવી જોઈએ.
રસોડાના સિંકની નીચેની જગ્યા હંમેશા ખાલી રાખો, કારણ કે આપણે તે જગ્યાએ ડસ્ટબીન કે વધારાની વસ્તુઓ રાખીએ છીએ. તે જગ્યા ખુલ્લી રાખવાનું કારણ છે કે, પાણી લીક થાય અથવા જામ થાય તો તપાસી શકાય.
રસોડાના સિંકની નીચે પાણીના લીધે સેવાળ અથવા પાણીની લાઈનો બની જાય છે તો તેને સાવરણીથી સાફ કરતા રહો. ઘણી વાર ડિટેચેબલ પાઇપમાં કાટ અથવા નુકસાનની સંભાવના રહે છે. તો તમારે તપાસ કરતા રહેવું પડશે અને તો જ પાઇપ લાંબા સમય સુધી ચાલશે.
જો તમે પણ તમારા ઘરની કિચન સિંકની પાઈપ સાફ નથી કરી તો અહીં જણાવેલી ટિપ્સનો ઉપયોગ કરીને સાફ કરો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.