ગુજરાતી

બાળકોને વધતી ગરમીમાં ઉલ્ટી, ઝાડા કે કબજિયાતની સમસ્યાથી બચાવવા માટે કરો આટલું કામ

અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુ વડીલો માટે તો સમસ્યાઓ લઈને આવે છે, પરંતુ બાળકો માટે પણ ઘણી સમસ્યાઓ લઈને આવે છે. આ સિઝનમાં બાળકોને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે. એટલું જ નહીં, દવા લેવાથી તે થોડા સમય માટે ઠીક તો થઇ જાય છે પરંતુ ફરીથી પેટની સમસ્યા શરૂ થઈ જાય છે.

હકીકતમાં આ એક એવી ઋતુ છે જેમાં બાળકોને ભૂખ ઓછી લાગે છે અને તેમને ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તો આ સ્થિતિમાં, શરીરમાં પાણી અને પોષક તત્વોની ઉણપને કારણે નબળાઇ અને પેટ સંબંધિત સમસ્યાઓ શરુ થાય છે.

એટલું જ નહીં, આ ઉનાળાની સિઝનમાં લૂ ચાલતી હોય છે અને વધુ પડતી ગરમીને કારણે તેમના પેટમાં પણ ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. જેના કારણે બાળકોમાં પેટમાં ઈન્ફેક્શનથી લઈને પેટ ખરાબ થવાની ઘણી સમસ્યા થાય છે.

ઘણા બાળકો વધતી ગરમીમાં ઉલ્ટી, ઝાડા કે કબજિયાતની સમસ્યા થતી હોય છે. તેથી તમારે તમારા બાળકોની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આજના આ લેખમાં વધતી ગરમીમાં બાળકોના પેટની સમસ્યાને કેવી રીતે મેનેજ કરી શકાય, તે જાણો.

પ્રવાહીની માત્રામાં વધારો કરો : ઉનાળાની ઋતુમાં બાળકમાં ડિહાઇડ્રેટેડ થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે, તેથી આ ઋતુમાં તેમના પેટની કાળજી રાખવા માટે તેમના આહારમાં પ્રવાહીની માત્રા વધારવી જોઈએ. તમે ઘણા પ્રકારના પીણાં આપી શકો છો જેમ કે લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ, દૂધ વગેરે.

આ તેને હાઇડ્રેટેડ રાખવાની સાથે, આ હેલ્ધી ઉનાળાના પીણાં તેના પેટને ઠંડુ પણ રાખે છે. જેના કારણે તેમના પેટનું તાપમાન વધશે નહીં અને અને તેમને પેટ સબંધિત સમસ્યા પણ નહીં થાય.

જડીબુટ્ટીઓનો ડાયટમાં સમાવેશ કરો : જો તમે ઉનાળાના દિવસોમાં બાળકને પેટ સબંધિત સમસ્યાઓથી બચાવવા માંગતા હોય તો તેમના આહારમાં વરિયાળી, ફુદીનો, કોથમીર, આદુ વગેરે જેવી કેટલીક ઔષધિઓ સામેલ કરો. આ જડીબુટ્ટીઓ પાચનતંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે અને તેના સેવનથી પેટમાં ગેસ નથી થતો.

આ સિવાય તે શરીરના તણાવને ઓછો કરે છે. તે બ્લડ પ્રેશર અને લોહીના પ્રવાહને મેનેજ કરે છે, જેથી બાળકને પેટની સમસ્યા થતી નથી. તમે બાળકને ફુદીનાની ચટણી બનાવીને પણ આપી શકો છો અથવા બપોરે દહીંમાં થોડો ફુદીનો ઉમેરી શકો છો. એ જ રીતે જમ્યા પછી બાળકને વરિયાળી પણ આપી શકો છો.

સમજદારીપૂર્વક ખાવાનું આપો : ઉનાળાની ઋતુમાં બાળકોનું પાચનતંત્ર ખૂબ જ સંવેદનશીલ બની જાય છે અને તેથી તેઓ ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતા નથી, જેના કારણે તેમને પેટની સમસ્યા થાય છે. તેથી તમારે બાળકોને ખૂબ જ સમજદારીપૂર્વક જમવાનું પીરસવું જોઈએ.

તમે એકસાથે ભારે ખોરાક આપવાને બદલે, તેમને થોડી થોડી વાર પછી ખાવા માટે કંઈક આપો જેથી બાળકો સરળતાથી પચી શકે. તેમના બે સમયના ભોજન વચ્ચે વધારે અંતર ન રાખો, કારણ કે તેનાથી બાળકના શરીરની પોષક સબંધિત જરૂરિયાતો પૂર્ણ થતી નથી.

આખરે બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેઓ બીમાર પડી જાય છે. તો તમે ઉનાળાની ઋતુમાં બાળકોને આહારમાં ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી વધારે આપો.

ભારે મસાલેદારને ના કહો : બાળકોના આહારમાં ગરમ તાસીર ખોરાક ના આપો. ખાસ કરીને ગરમ ​​મસાલો અથવા લાલ મરચું વગેરેને તમારે બાળકોને ઓછામાં ઓછું આપવું જોઈએ. તે બાળકના પાચનતંત્રને અસર કરે છે અને તેનાથી તેમને પેટમાં ઇન્ફેક્શન અથવા અલ્સર વગેરે થવાની શક્યતા વધી જાય છે.

જો તમને આ જાણકારી ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ સ્વાસ્થ્ય સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા