શું તમને પણ આવા પ્રશ્ન મગજમાં આવી રહયા છે કે બાળક મોટું થઇ રહ્યું છે, પરંતુ તમારા બાળકની ઊંચાઈ નથી વધી રહી? શું તમે પણ આ વિશે ખૂબ જ ચિંતામાં છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ લેખમાં જણાવેલ સુપરફૂડને આહારમાં સામેલ કરીને તમે અમુક હદ સુધી ઊંચાઈ વધારી શકો છો.
જોકે દરેક વ્યક્તિ જાણે છે કે કોઈપણ વ્યક્તિની ઊંચાઈ તેના જિન પર નિર્ભર કરે છે. પરંતુ, કેટલીકવાર બાળકો તેમની અમુક ઊંચાઈ હોવી જોઈએ ત્યાં સુધી પણ પહોંચી શકતા નથી. આનું એક મુખ્ય કારણ અસંતુલિત પોષણ હોઈ શકે છે. વધતી ઉંમર સાથે બાળકો માટે યોગ્ય પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે બાળકોના વિકાસમાં મદદ કરે છે.
યોગ્ય આહાર ના લેવાથી બાળકોની ઊંચાઈ અને વજન બંનેમાં અવરોધ પેદા થાય છે. પરંતુ સૌથી સારા સમાચાર એ છે કે એક સુપરફૂડ છે જે તમને તમારા બાળકની ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે. અહીંયા આપણે સલગમ વિશે વાત કરી રહ્યા છીએ. અમુક અંશે આ શાકભાજી હોર્મોન્સના યોગ્ય સ્ત્રાવમાં અને મહત્વપૂર્ણ પોષક તત્વોને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે જે વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.
જો કે વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જોઈએ કે કિશોરાવસ્થા સુધી શરીર તેની મહત્તમ લંબાઈ સુધી પહોંચી જાય છે. તે પછી લંબાઈ વધારી શકાતી નથી. પરંતુ જો તમે વધતા બાળકની ઊંચાઈ ઝડપથી વધારવા માંગતા હોવ તો આ ખોરાકને તેમના આહારમાં જરૂર સામેલ કરો.
ઊંચાઈ માટે સલગમ : સલગમમાં મિનરલ્સ, ફાઈબર, વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તે ઊંચાઈ વધારાવાળા હોર્મોન્સને સ્ત્રાવ કરે છે. તેથી મોટા થતા બાળકોએ સલાડ અથવા શાકભાજીમાં સલગમનું સેવન અવશ્ય કરવું જોઈએ.
આ સાથે સલગમમાં કેલ્શિયમ હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે અને તે પણ આ ઊંચાઈ વધારવામાં મદદ કરે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે શું ખરેખર બાળકોના આહારમાં સલગમનો સમાવેશ કરીને ઊંચાઈ વધારી શકાય છે? તો સલગમ તે શાકભાજીમાંથી એક છે જે ગ્રોથ હોર્મોનથી સમૃદ્ધ છે જે બાળકોના સામાન્ય વિકાસમાં મદદ કરે છે.
જો તમે તમારા બાળકના રોજિંદા આહારમાં સલગમનો સમાવેશ કરો છો તો તમે તેમની લંબાઈને થોડા ઇંચ સુધી વધારી શકો છો. તમે તેને કોઈ શાકભાજીમાં આપી શકો છો અથવા તેને કેટલીક શાકભાજીની ગ્રેવીમાં પણ ઉમેરી શકો છો. આ સિવાય જો બાળકોના આહારમાં સલગમનો સમાવેશ કરવામાં આવે તો તેમનામાં આયર્નની ઉણપને પણ દૂર કરી શકાય છે.
આયર્નની ઉણપ એનિમિયાના મુખ્ય કારણોમાંનું એક કારણ છે. આયર્ન એ લાલ રક્ત કોશિકાઓમાં હાજર હિમોગ્લોબિનનો મુખ્ય ઘટક છે. તે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહેચાડવા માટે જરૂરી છે. સલગમ આયર્નથી ભરપૂર હોય છે અને તેને તમારા આહારમાં ઉમેરવાથી એનિમિયાને કારણે થતા થાક સામે લડવામાં મદદ મળી શકે છે.
સલગમમાં વિટામિન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આયર્નના શોષણમાં મદદ કરે છે. આ સિવાય કેટલાક એવા સુપરફૂડ છે જે બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે તો આવો જાણીએ તેમના વિશે પણ જેમાં પહેલું આવે છે કઠોળ.
કઠોળ બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ થાય છે કારણ કે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય પણ તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર અને આયર્ન અને વિટામિન-બી મળી આવે છે.
પાલક : પાલક એ પાંદડાવાળા લીલા શાકભાજી છે જે મોટે ભાગે એશિયાના દક્ષિણ ભાગોમાં જોવા મળે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન્સ, આયર્ન અને ફાઈબર હોય છે જે શરીરની યોગ્ય કામગીરી માટે જરૂરી હોય છે. આ પોષક તત્વો શરીરના યોગ્ય વિકાસ માટે પણ મહત્વપૂર્ણ હોય છે અને બાળકોની ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે.
બ્રોકોલી : પોષક તત્વોની સાથે બ્રોકોલીમાં વિટામિન-સી, ફાઈબર અને આયર્ન પણ હોય છે. આ લીલા શાકભાજી ખાવાથી સ્વસ્થ આહાર જાળવવામાં અને શરીરના કાર્યો યોગ્ય રીતે કરવામાં મદદ મળે છે. ઉપરાંત, તે ઊંચાઈ વધારવામાં મદદ કરે છે કારણ કે તેમાં વિટામિન-કે અને અન્ય પોષક તત્વો હોય છે.
તમે પણ આ સુપરફૂડ્સને તમારા બાળકોના આહારમાં સામેલ કરીને તમે તમારા બાળકોની ઊંચાઈ પણ અમુક હદ સુધી વધારી શકો છો. આવી જ આહાર સંબંધિત આવી વધુ માહિતી મેળવવા માટે, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.