વોશિંગ મશીન, લગભગ આજના સમયમાં દરેક ઘરની જરૂરિયાત છે. વોશિંગ મશીન મહિલાઓનું કામ ઘણું સરળ બનાવી દે છે. વોશિંગ મશીનમાં મહિલાઓ માત્ર કપડાં, ચાદર કે ટુવાલ જ નહીં પરંતુ ઘરની બીજી વસ્તુઓ જેમ કે બેગ, શૂઝ વગેરે પણ ધોવે છે.
જો કે વોશિંગ મશીનમાં તમને ઘણી વસ્તુઓ ધોવી આસાન લાગતી હશે પરંતુ જો તમે વોશિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે સાવધાની નહિ રાખો તો તમારી મનપસંદ વસ્તુઓને બગાડવામાં પણ સમય નથી લાગતો.
જો કે વોશિંગ મશીન કપડાં ધોવા માટે જ બનાવવામાં આવેલું છે, પરંતુ તેનો એ મતલબ નથી કે કે તમે વોશિંગ મશીનમાં બધા જ પ્રકારના કપડાં ધોઈ શકો છો. ઘણા એવા પણ ઘણા કપડાં હોય છે જે મશીનથી ધોઈ શકાય તેમ નથી અને જો તમે તેને વોશિંગ મશીનમાં ભૂલથી પણ ધોઈ કાઢો છો તો કપડાં ખૂબ જ ઝડપથી બગડી જાય છે.
એટલું જ નહીં, કપડા એકવાર ધોયા પછી તેની ચમક ઓછી થઇ જાય છે અને પછી તેને ફરીથી પહેરવાનું પણ મન નથી થતું. તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને ભૂલથી પણ વોશિંગ મશીનમાં ના ધોવા જોઈએ.
લેધરના કપડાં : જો તમારી જોડે ચામડાના ચંપલ અથવા કપડાં હોય તો તેને વૉશિંગ મશીનમાં ધોવાની ભૂલ ન કરો. મોટાભાગના ચામડાના જૂતામાં ગુંદર લગાવવામાં આવેલી હોય છેઅને જ્યારે તેને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે ત્યારે તે બગડે છે. એ જ રીતે વોશિંગ મશીનમાં લેધરના કપડા ધોતી વખતે તેમાં કરચલીઓ પડી જાય છે.
ઉની, કાશ્મીરી, મખમલના કપડાં : શિયાળાની ઋતુમાં મહિલાઓ મશીનમાં ઊની, કાશ્મીરી અને મખમલી કપડા મશીનમાં નાખે છે, જો કે તેનાથી તમારું કામ સરળ થઈ જાય છે, પરંતુ આવા કપડા વોશિંગ મશીનમાં ધોવાથી બગડી જાય છે. આવા કપડાં ધોતા પહેલા તેના પર લાગેલા લેબલને વાંચો અને તે મુજબ તેને ધોઈ લો.
સ્વિમસ્યુટ : સ્વિમસ્યુટ પાણીમાં તરતી વખતે પહેરવામાં આવે છે, પરંતુ તેને વોશિંગ મશીનમાં ધોવાની ભૂલ ક્યારેય પણ કરશો નહીં. જો તમે તેમને વોશિંગ મશીનમાં ધોવો છો તો તેની ઇલાસ્ટીસીટી લૂજ થઇ જાય છે અને જલ્દીથી ખરાબ થઇ જાય છે. તેથી તેને હાથથી ધોઈ લો.
ટાઇ : તમને કદાચ ખબર નહીં હોય પરંતુ નેકટાઈને પણ વોશિંગ મશીનમાં ધોવાની સલાહ આપવામાં નથી આવતી. જો તમે તેમના ટૅગ્સ અથવા લાગેલા લેબલ પર ધ્યાનથી વાંચશો તમને જાણવા મળશે કે તેને વૉશિંગ મશીનમાં ના ધોવા માટે કહેવામાં આવ્યું છે.
વાસ્તવમાં મોટાભાગની ટાઈ સિલ્કની બનેલી હોય છે અને જ્યારે તેને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે ત્યારે તેનું અંદરનું પડ વળી જાય છે અને ખરાબ જાય છે. તેથી તેને કોશીંગ મશીનમાં ધોવાને બદલે હાથથી ધોવા વધુ સારું છે.
ઓશીકું : કેટલીક મહિલાઓ પોતાના ઓશિકા, ગાદલાના કવર, ખુરશીના કુશન કે સોફ્ટ ટોય વગેરે પણ મશીનમાં ધોવા માટે નાખી દે છે. તેનાથી વોશિંગ મશીનના સ્પિન પર પણ જોર પડે છે અને તકિયાનો આકાર પણ બગડી જાય છે.
પાલતુ પ્રાણીના કપડાં : તમે જે કપડાંથી પાલતુ પ્રાણીને પહેરાવો છો અથવા કપડાં તમારા પાલતુના વાળના સંપર્કમાં આવે છે તે કપડાને વોશિંગ મશીનમાં ના ધોવા જોઈએ. હકીકતમાં આવા કપડાં તમારા મશીનના વોટર પંપ ફિલ્ટર અને ડ્રેઇનને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે પણ વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો તો ઉપર જણાવેલી ભૂલો ક્યારેય કરશો નહિ. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી વધારે જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.