આજે આપણે જોઈશું બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી એક શબ્દ વિષે જે શબ્દને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે તેવા ૐ વિષે. ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિનું પ્રતીક એટલે ઓમ. ‘ૐ’ શબ્દ વગર હિન્દૂ ધર્મ અને શાસ્ત્રમાં કંઇ પણ અધૂરું માનવામાં આવે છે.
આપણી સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી આજ દિવસ સુધી લગભગ દરેક ધર્મમાં ઓમકારનું પોતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણા હિન્દૂ ધર્મમાં કોઇ પણ દેવી અથવા દેવતાની પૂજા હોય, તેમાં ‘ૐ’ શબ્દનું ઉચ્ચારણ સૌથી પહેલા કરવામાં આવે છે.
ૐ એક માત્ર શબ્દ જ નથી પરંતુ તે સમગ્ર બ્રહ્માંડનો સાર છે. શાસ્ત્રો અનુસાર ૐ શબ્દને ભગવાન શિવનો અતિ પ્રિય શબ્દ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સંસારની રચના પહેલા જે કુદરતી ધ્વનિ ગુંજતો હતો તે ઓમકારનો છે અને સંસારના વિનાશ પછી પણ ઓમકારનો ઉચ્ચાર જ કાયમ ગુંજતો રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૐ શબ્દના ઉચ્ચારણથી નિકળતી ધ્વનિ આપણા મનને શાંત કરે છે. ૐ શબ્દના ઉચ્ચારણથી શરીરના કેટલાય રોગથી છુટકાળો છે પરંતુ આ માટે ઓમ શબ્દનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવું ખુબજ જરૂરી છે. આપણા હિન્દુ,, બૌદ્ધ, સિખ અને જૈન ધર્મમાં ૐ શબ્દને ખુબ જ પવિત્ર પ્રતીક માનવામાં આવે છે.
તમને જણાવીએ કે આજનો માણસ પણ જયારે થાકી જાય છે અને બધા દુઃખોથી ઘેરાઈ જાય છે ત્યારે મનની શાંતિ માટે ધ્યાન, પ્રાણાયામ જેવા રસ્તાઓ નો આશરો લે છે.
જેમાં તે ઓમકારના જાપ થી ખૂબ જ લાભ મેળવે છે. ૐ શબ્દ 3 અક્ષરોથી મળીને બને છે જેવા કે અ ઉ અને મ. જેમાં અ એટલે ઉત્પન્ન થવું, ઉ એટલે ઉઠવું કે ઉડવું અને મ એટલે કે મૌન થવું, મૌન થવું જેને બ્રહ્માંમાં લિંક કહી શકાય છે.
આપણા ધર્મમાં કોઈ પણ પ્રસંગની શરૂઆત પ્રાર્થનાથી કે શ્લોક બોલીને કરવામાં આવતી હોય છે જેમાં શરૂઆત મા ઓમકાર ઉચ્ચારથી કરવામાં આવે છે. ૐ ઉચ્ચારણ આપણા આંતરિક, માનસિક, બૌદ્ધિક અને સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો અહીંયા તમને જણાવીએ કે ઓમકારના જાપ કેવી રીતે કરવા જોઈએ અને તેના કયા કયા ફાયદા મેળવી શકીએ છીએ.
1) ઓમકારના જાપ વહેલી સવારે પવિત્ર થઈને અથવા તો રાત્રે સુતા પહેલા કોઈપણ સમયે, કોઇપણ સ્થિતિમાં શાંત જગ્યાએ બેસીને ઓમકારના જાપ કરી શકાય છે. ૨) ઓમકારના જાપ કરતી વખતે આસન પર પૂર્વાભિમુખ બેસીને જાપ કરવામાં આવે તો ખુબજ ઉત્તમ ગણાય છે.
૩) ઓમકારના જાપ કરતી વખતે આંખ સંપૂર્ણ બંધ કરી, એક ઊંડો શ્વાસ લઈ તે શ્વાસ છોડતાં ઓમ બોલવાનું શરૂ કરવું. આ સાથે નાભી ક્ષેત્રમાં ઓમ ધ્વનિથી તથા કંપન ને અનુભવી, આ કંપન ને ઉપરની તરફ આગળ વધે છે તેવું અનુભવો. ત્યારબાદ ધીમે ધીમે આ કંપનને ગળા સુધી અનુભવો અને ગળામાં પહોંચતાં આ ધ્વનિને મોમાં પરિવર્તિત કરવું.
૪) ઓમકારના જાપ તમે પદ્માસન, સુખાસન, વજ્રાસન જેવા આસનમાં બેસી ને પણ કરી શકો છો. ૫) દિવસમાં સમયની અનુકૂળતા પ્રમાણે તમે 5,7,11 કે 21 વખત ઓમકારના જાપ કરી શકાય છે. ૬) આ જાપ કરતા સમયે હાથમાં માળા પણ ફેરવી શકો છો. ૭) આ જાપને જોરથી એટલે કે મોટા અવાજે કે પછી ધીમેથી કરી શકાય.
હવે તમને જણાવીએ કે ઓમકાર જાપનું આધ્યાત્મિક મહત્વ શું છે અને આ જાપ કરવાથી કયા ફાયદા થાય છે. ૧) દરરોજ ઓમકાર જાપથી ઈશ્વરીય સાનિધ્યનો અનુભવ ચોક્કસ થાય છે. ૨) દરરોજ ઓમકાર જાપથી તમારો ભગવાન પર ભરોસો મજબૂત થાય છે અને ભગવાનની નિકટતા અનુભવી શકાય છે.
3) દરરોજ ઓમકાર જાપ કરવાથી અને સારી રીતે ઓમકારને જાણ્યા પછી વ્યક્તિ દુનિયાની બાબતોને ભૂલીને પોતાનાં લક્ષ તરફ વધુ ધ્યાન આપે છે. ૪) આ જાપ કરવાથી માણસને પોતાના મૃત્યુનો ડર દૂર થઇ જાય છે. 5) આ જાપથી માણસ પોતાની અંદર છુપાયેલા ડરોથી મુક્ત થાય છે.
૬) ધાર્મિક જોવા આવે તો ઓમ શબ્દમાં ત્રણ દેવ નો વાસ રહેલો છે તેથી બધા જ મંત્રોની શરૂઆત ઓમકાર થી થાય છે. જેવા કે ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુ દેવાય વગેરે. ૭) પ્રાચીન સમયથી ચાલી આવતો આ ઓમકાર જનજીવનને તંદુરસ્ત બનાવવા નો એક ઉત્તમ માર્ગ કહી શકાય છે.
૮) શરીરમાં રહેલી બીમારીઓ જેવી કે બ્લડપ્રેશર, હૃદયરોગ સંબંધિત બિમારીઓને નિયંત્રિત ઓમકાર જાપથી કરી શકાય છે. ૯) ઓમકાર જાપ થી ચહેરા પર ચમક આવે છે આ સાથે આંખોમાં પણ તેજ આવે છે. ૧૦) ઓમકાર જાપથી ;નબળું પાચન તંત્ર મજબૂત બને છે આ સાથે આ જાપથી થતા કંપન ને લીધે કરોડરજ્જુ મજબૂત બને છે.
જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ બીજી અવનવી માહિતી, રસોઈ ટિપ્સ, વાનગીઓ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.