ઉનાળાની ઋતુ આવતાની સાથે હવે લૂ ની સમસ્યા પણ ચાલુ થઇ જશે. દરરોજ કોઈને કોઈકને લૂ ની સમસ્યા હોય છે. લૂ લાગવાથી અચાનક તાવ આવે છે અને ઉલ્ટી થવા લાગે છે. દિવસમાં બહાર જવાથી લુ થાય છે. જો તમને અથવા ઘરમાં કોઈને લૂ લાગે છે તો ઉનાળામાં બહાર જતા પહેલા આમાંથી એક જ્યુસ પી લો.
1 કોથમીરનો રસ : કોથમીરનો ઉપયોગ વાનગીને ગાર્નિશ કરવા માટે થાય છે. ઉનાળામાંકોથમીરનો રસ દરેક માટે ફાયદાકારક હોય છે અને કોથમીર ને રસોઈમાં એક હર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી જ ભારતીય ભોજનની ટોચ પર કોથમીરને મૂકવામાં આવે છે.
જ્યારે ઉનાળામાં કોથમીરનું પાણી પીવાના ઘણા ફાયદા હોય છે. કોથમીરના પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને આ બધા તત્વો રોગોને દૂર રાખે છે. તેથી ઉનાળામાં ધાણાનો રસ પીવાથી ગરમ પવનને કારણે લૂ લાગતી નથી.
2 કાચી કેરીનો રસ : ઉનાળામાં લૂ થી બચવા અને પેટની પાચનક્રિયા માટે પણ સારું છે. તેનું નિયમિત સેવન કરવાથી ઉનાળામાં લૂ ની સમસ્યા થતી નથી. લોકો હંમેશા તડકામાં ઘરની બહાર જતા પહેલા કેરીનો જ્યુસ પીને બહાર જવાનું કહે છે અને આ સિવાય તે હાર્ટ એટેકની શક્યતા પણ ઘટાડે છે.
3 આમલીનું પાણી : લૂ થી બચવા માટે પણ આમલીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામીન C, E અને B, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. લૂ થી બચવા માટે આમલીને પીસીને પાણીમાં ઓગાળીને કપડાથી ગાળી લો. પછી આ પાણીમાં થોડી માત્રામાં ખાંડ અને કાળું મીઠું ભેળવીને પીવાથી લૂ થી બચી શકાય છે.
4 તરબૂચનો રસ : તરબૂચ ઉનાળામાં દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. તરબૂચમાં લાઈકોપીન હોય છે જે ત્વચાની ચમક જાળવી રાખે છે અને હૃદય સબંધિત રોગોને રોકવામાં પણ રામબાણ માનવામાં આવે છે. તે કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ A અને C, પોટેશિયમથી સમૃદ્ધ છે અને તેમાં ચરબી અને કેલરી બિલકુલ હોતી નથી.
5 લીંબુ પાણી : ઉનાળામાં લંબુ શરબત દરેક વ્યક્તિ ખૂબ જ પ્રેમથી પીવે છે પરંતુ માત્ર થોડા જ લોકો જાણે છે કે લિંબુનું શરબત લૂ થી પણ બચાવે છે. લીંબુ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને સાફ કરે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને વજન વધવાની સમસ્યા પણ નથી થતી. પરંતુ લીંબુ પાણી એટલે કે ફક્ત પાણીમાં લીંબુનો રસ ઉમેરીને બનાવવામાં આવે છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.