વધારે મહેનત કર્યા વગર ફક્ત 5 મિનિટમાં બળી ગયેલા કૂકરને સાફ કરો, જાણો 9 ટિપ્સ

pressure cooker cleaning tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા રસોડામાં ઘણા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં જોઈએ તો સ્ટીલ, કાચ, પિત્તળ, એલ્યુમિનિયમ વગેરે વાસણોનો ઉપયોગ થાય છે. તેમાં સૌથી વધારે રસોડામાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો ઉપયોગ થાય છે.

સ્ટેનલેસ સ્ટીલના વાસણો ખૂબ જ સસ્તા, સરસ, આકર્ષક અને લાંબા સમય સુધી ઉપયોગમાં આવતા વાસણ હોય છે. રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્રેશર કૂકરમાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. જયારે સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો વધારે ઉપયોગના લીધે કાળા થઈ જાય પછી તેને સાફ કરવા મુશ્કેલ બની જાય છે.

તેથી તેને દરરોજ સાફ કરવા અને હઠીલા ડાઘને કેવી રીતે દૂર કરવા જોઈએ તે શીખવું મહત્વપૂર્ણ છે. જો પ્રેશર કુકરની પણ કાળજી લેવામાં ના આવે અથવા તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં ના આવે તો તેની ચમક ખૂબ જ ઝડપથી નષ્ટ થઈ જાય છે.

અલગ અલગ પ્રકારના વાસણોને સાફ કરવા માટે અલગ પદ્ધતિઓ હોય છે. તો આજે અમે તમને પ્રેશર કૂકરને સાફ કરવાની કેટલીક સરળ ટિપ્સ વિષે જણાવવા જઈ રહયા છીએ, જેને અપનાવીને તમે તમારા પ્રેશર કૂકરને સરળતાથી સાફ કરી શકો છો.

1. ખાવાનું બનાવતી વખતે ઘણી વખત પ્રેશર કૂકરનું તળિયું કાળું થઈ જાય છે અને તેનું તળિયું કાળું ના પડે તે માટે રાંધતી વખતે પ્રેશર કૂકરમાં થોડી આમલી નાખી દો જેથી પ્રેશર કૂકરનું તળિયું ક્યારેય કાળું નહીં પડે.

2. પ્રેશર કૂકર ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે એવો સેટ પસંદ કરો જેનો કોર અથવા નીચેનો ભાગ કોપર અથવા એલ્યુમિનિયમનો બનેલો હોય, કારણ કે આ રીતે બનેલું પ્રેશર કૂકર ઝડપથી કાળું નથી થતું.

3. જો રસોઈ કરતી વખતે પ્રેશર કૂકર બળીને ભૂરા રંગનું થઈ ગયું છે તો ઉકળતા પાણીમાં સેંધા મીઠું ઉમેરીને થોડીવાર રહેવા દો. પછી તેને સાફ કરશો તો તેનાથી પ્રેશર કૂકરની બધી ગંદકી સાફ થઈ જશે.

4. જો કૂકર બળી ગયું હોય તો ખાવાના સોડાથી સાફ કરો. સૂકા પ્રેશર કૂકરના તળિયે વધારે પ્રમાણમાં ખાવાનો સોડા નાખો. પછી બેકિંગ સોડાને કૂકરની બધી બાજુ સૂકા કપડા અથવા સ્પોન્જથી ઘસીને સાફ કરી લો. તમે ઈચ્છો તો બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી શકો છો. પછી તેને સારી રીતે ધોઈ લો. કૂકર નવા જેવું દેખાશે.

5. રાંધ્યા પછી ગંદા પ્રેશર કૂકરમાં થોડું વિનેગર અથવા લીંબુ નિચોવી અને તેમાં નવશેકા પાણી નાખીને પલાળી દો. તેનાથી પ્રેશર કૂકર સારી રીતે સાફ થઈ જશે અને બધી ગંદકી સરળતાથી દૂર થઈ જશે.

6. પ્રેશર કૂકરમાં ડાઘ પડયા હોય તો તે સાફ કરવા માટે પાણી, એક ચમચી વોશિંગ પાવડર અને લીંબુ નાખીને ઉકાળો. આ પછી તેને સ્ક્રબથી હળવા હાથે ઘસીને સાફ કરો. પ્રેશર કૂકર નવા જેવું ચમકવા લાગશે.

7. પ્રેશર કૂકરને ચમકદાર બનાવવા માટે તમે પોલિશ કરી શકો છો. આ માટે સ્વચ્છ કપડા પર થોડી પોલિશ લગાવો. ગ્લાસ ક્લીનર અને નરમ કપડાથી કૂકરની બહારના નિશાનને દૂર કરી શકે છે.

8. ડુંગળીનો રસ અને વિનેગર સરખી માત્રામાં મિક્સ કરીને પ્રેશર કૂકર પર સારી રીતે ઘસીને પાણીથી ધોઈ લો, તેનાથી પણ કૂકર સંપૂર્ણપણે સાફ થઈ જશે. કૂકરને ધોયા પછી હંમેશા તેને બહાર તડકામાં રાખો જેથી પાણીના ડાઘ ના પડે.

9. કૂકરમાંથી ડાઘ નીકાળવા માટે સોફ્ટ બ્રશ અથવા સ્ક્રબનો ઉપયોગ કરો. તમે સાબુના દ્રાવણનો ઉપયોગ કરીને પણ તેના પર પડેલા ડાઘ સરળતાથી સાફ થઈ જશે. આ સરળ ટીપ્સનો ઉપયોગ કરીને તમે પણ તમારા કૂકરને સાફ કરી શકો છો અને નવા જેવું રાખી શકો છો.

જો તમને આ કિચન ટિપ્સ ગમી હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી વાંચવી ગામતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.