vastu tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ઘણીવાર લોકોને વાતો કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થાય છે અથવા કંઈક એવું થાય કે જેનાથી ઘરની શાંતિ ડહોળી જાય છે. આટલું જ નહીં પણ કેટલીકવાર તો આકસ્મિક રોગોનું કારણ પણ લોકો જાણતા નથી.

વાસ્તવમાં આ બધી બાબતોનો સીધો સંબંધ ઘરમાં રાખવામાં આવેલી કેટલીક અવ્યવસ્થિત વસ્તુઓ સાથે હોઈ શકે છે જેના વિશે તમે યોગ્ય રીતે જાણતા નથી તે ઘરની પ્રગતિમાં પણ અવરોધ લાવી શકે છે.

આ બધી વાતોનો સીધો સંબંધ જ્યોતિષ કે વાસ્તુ સાથે હોય છે. પરંતુ તે વાતનો અંદાજો લગાવવો થોડો મુશ્કેલ છે કે ઘરમાં કઈ વસ્તુઓ રાખવી યોગ્ય છે અને કઈ વસ્તુઓ તમારા ઘરમાં ભૂલવી પણ ના હોવી જોઈએ. આવો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત મુજબ એવી કઈ વસ્તુઓ છે જેને તમારે તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ જેથી ઘરની શાંતિ જળવાઈ રહે.

તૂટેલા વાસણ : એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરો તો તે તમારી માનસિક અશાંતિનું કારણ બને છે અને ઘરના લોકો વચ્ચેના સંબંધો પણ બગડે છે. જો તમારા ઘરમાં આવા કોઈ વાસણો હોય તો તેને તરત જ ઘરની બહાર મૂકી દો જેથી કરીને ઘરમાં ઝઘડો ના થાય ને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.

તૂટેલું દર્પણ : જો ઘરનું દર્પણ અથવા બારી કે દરવાજાનો કાચ તૂટે તો તેને તરત જ ઘરની બહાર કાઢીને તેની જગ્યાએ નવો અરીસો લગાવો કારણ કે એવું માનવામાં આવે છે કે કોઈપણ પ્રકારના તૂટેલા કાચથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. હકીકતમાં જ્યારે અરીસા પર પ્રકાશ પડે ત્યારે તે સકારાત્મક ઊર્જાને વધારે છે પણ તૂટેલો અરીસો પ્રકાશમાંથી ઉર્જા નથી આપી શકતો જેના કારણે નકારાત્મક ઉર્જા લાવે છે.

ડૂબતા વહાણનો ફોટો ના રાખવો : ઘરમાં ક્યારેય ડૂબતા વહાણ કે ડૂબતી હોડીનું ચિત્ર ના લગાવવું જોઈએ. ડૂબતું જહાજ અથવા ડૂબતી હોડી પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાં બગડતા સ્વભાવને સૂચવે છે. જો ઘરમાં આવું ચિત્ર અથવા તસવીર હોય તો તેને તરત જ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તવમાં આવી કોઈ તસવીર તમારા ઘરની પ્રગતિમાં અવરોધ અને ઘરમાં ઝઘડાનું કારણ બની શકે છે.

ઘરમાં કાંટાવાળો છોડ ના રાખવો જોઈએ : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને આ પ્રકારના છોડ દરરોજ નવી સમસ્યાઓ ઉભી કરે છે. ઘરની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે કાંટાવાળા છોડને ઘરથી દૂર રાખો અને આવા છોડને ઘરમાંથી દૂર કરવાથી પરસ્પર સંબંધો મજબૂત બને છે.

ઘરમાં બંધ ઘડિયાળ ના રાખો : ઘણીવાર લોકોના ઘરની દિવાલ પર લગાવેલી ઘડિયાળ કામ કરવાનું બંધ કરી દે છે અને લોકો તેને ઠીક કરવાનું પણ ભૂલી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઘડિયાળ તમારા ઘરને વિનાશની દિશામાં લઈ જઈ શકે છે.

આ પ્રકારની બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જા દર્શાવે છે, જે ઘરમાં અશાંતિ ફેલાવે છે. તે જ સમયે આ પ્રકારની ઘડિયાળ બંધ સમય દેખાવે છે જે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. તે જ રીતે સમયથી પાછળ ચાલતી ઘડિયાળ ક્યારેય ઘરમાં ના રાખવી જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે.

તૂટેલી ભગવાનની મૂર્તિઓ : ઘણા લોકો પોતાની આસ્થાના કારણે ઘરમાં રાખેલી ભગવાનની તુટેલી મૂર્તિઓ બહાર કાઢતા નથી. પરંતુ આવી મૂર્તિઓની પૂજા કરવી તમારા ઘર માટે નકારાત્મક સાબિત થઈ શકે છે તેથી આવી મૂર્તિઓને આજે જ ઘરની બહાર મુકો અને જયારે કોઈ મૂર્તિ ખંડિત થાય તો તેને નદીમાં પધરાવી દો.

આ બધી વસ્તુઓને ભૂલીથી પણ તમારા ઘરમાં ન રાખો જેથી તમારા ઘરમાં શાંતિ જળવાઈ રહે અને ઝઘડા ના થાય. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા