ઘરની સફાઈનો અર્થ એ છે કે તમે દરેક ખૂણાને ચમકદાર બનાવી નાખો અને કોઈપણ રીતે કોઈપણ ખૂણામાંથી કોઈ ગંધ ના આવે. ઘરના દરેક ખૂણાની તેની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ શું તમે જોયું છે કે ઘણી વખત ઘણી સફાઈ કર્યા પછી પણ ટૉઈલેટમાંથી દુર્ગંધ આવે છે.
તમારે બાથરૂમને ચમકદાર બનાવવા અને દુર્ગંધને દૂર રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે પરંતુ જો તમારા ઘરમાં ઘણા લોકો એક જ ટૉઈલેટનો ઉપયોગ કરતા હોય અથવા તમારું ટૉઈલેટ ખૂબ જૂનું હોય અને પૉટ પણ જૂનું હોય તો તેમાંથી ઘણી વાર દુર્ગંધ આવતી હશે.
ટૉઈલેટમાં રૂમ ફ્રેશનરનો પણ ઉપયોગ કરવો સારું છે, પરંતુ કેટલીકવાર તેનો ઉપયોગ કરવાથી પણ ગંધ જતી નથી. તો શા માટે આપણે ટૉઈલેટ પોટ માટે DIY ટોઇલેટ બોમ્બ બનાવીએ.
આ ટોઈલેટ બોમ્બ કોઈપણ સમયે ઉપયોગમાં લઇ શકાય છે અને તે પોટ ટોઈલેટ માટે ખુબ ઉત્તમ હોઈ શકે છે જે તમારા ટૉઈલેટને સુગંધ પણ આપે છે અને તેમજ તાજા ડાઘ દૂર કરવા માટે કામ કરી શકે છે.
તો કઈ વસ્તુઓની જરૂર પડશે ? જો તમે ટોયલેટ બોમ્બ બનાવવાનું વિચારી રહ્યા હોય તો તમારે આ બધી સામગ્રી લેવી પડશે. 1 કપ ખાવાનો સોડા, 1/4 કપ સાઇટ્રિક એસિડ, 1 ચમચી ડીશ વોશ જેલ, એસેન્સિયલ ઓઇલના થોડા ટીપાં (ઓપ્સનલ છે)
ટોયલેટ બોમ્બ કેવી રીતે બનાવી શકાય : તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તેને બનાવ્યા પછી ફ્રીઝ કરવાની જરૂર છે. સૌથી પહેલા બેકિંગ સોડાને સાઇટ્રિક એસિડનું મિશ્રણ કરવાનું છે. તે ખૂબ જ ખાટું હોય છે અને તે બજારમાં ખુબ જ સરળતાથી મળી રહે છે.
હવે આ બંને વસ્તુઓમાં 1-2 ચમચી ડીશ વોશ લિક્વિડ ઉમેરવાનું છે. તમારે તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરવું પડશે અને પાણી અથવા બીજું કંઈપણ વસ્તુ ઉમેરવાનું નથી. હવે આ મિશ્રણ તેની મેળે ફૂલવા લાગશે અને પછી તમે તેને બરફની ટ્રે અથવા કોઈ સિલિકોન મોલ્ડમાં ભરીને 2 થી 3 કલાક માટે સેટ થવા માટે રાખો.
તે 2 થી 3 કલાકમાં ખૂબ જ સારી રીતે આઈસ ક્યુબ જેવા જ તૈયાર થઈ જશે અને આ રીતે ઘણા ટોયલેટ બૉમ્બ મળશે. હવે જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે આ ટોઇલેટ બોમ્બનો ઉપયોગ કરીને તમારા ટોઇલેટનો સુગંધિત બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો તમે કોઈપણ એસેન્સિયલ ઓઈલના થોડા ટીપાં પણ ઉમેરી શકો છો.
જો કે તેનો ઉપયોગ કરવું ફરજીયાત નથી તે સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને તમે તેના વિના સાઇટ્રસ સુગંધથી બાથરૂમની ગંધ દૂર કરી શકો છો. આ જ કારણ છે કે આપણે અહીંયા ટોઇલેટ બોમ્બમાં સાઇટ્રિક એસિડનો ઉપયોગ કર્યો છે.
જો તમે તેને ઘરે બનાવવામાં મહેનત કરવા માંગતા નથી, તો તમને બજારમાં ખૂબ જ સરળતાથી મળી જશે. આ સિવાય પણ ટૉઈલેટમાંથી આવતી ગંધને ઘણી રીતે દૂર કરી શકાય છે. જો તમારી પાસે ભારતીય શૌચાલય છે તો ટોઇલેટ બોમ્બનો ખ્યાલ કદાચ તમને અનુકૂળ ના આવે તો તમે તેના માટે એસિડ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.
આ એક ખૂબ જ સારી રીત છે જેના દ્વારા તમે તમારા ટોયલેટને સાફ અને સુગંધિત બનાવી શકો છો. જો કે,આનો ઉપયોગ કર્યા પછી પણ મહિનામાં એકવાર ડીપ ક્લિનિંગ અને અઠવાડિયામાં એકવાર બ્રશથી સાફ કરવું ખુબ જરૂરી છે. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.