body lotion no upyog
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ભાગદોડવાળી જિંદગી અને સમયના અભાવ, પ્રદૂષણ કારણે મોટાભાગની મહિલાઓ તેમની નિર્જીવ ત્વચાથી અસંતુષ્ટ થઈ જાય છે અને આ સમસ્યાને દૂર કરવા માટે ત્વચા પર બોડી લોશન લગાવે છે. બોડી લોશન ત્વચાને પોષણયુક્ત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે ત્વચા માટે સલામત રાખવા ફાયદાકારક છે.

પરંતુ શું તમે બોડી લોશનનો ઉપયોગ ત્વચા પર લગાવવા સિવાય પણ બીજી કોઈ વસ્તુ માટે કર્યો છે? જો નહીં તો આજે આ લેખમાં અમે તમને બોડી લોશનના આવા જ કેટલાક ઉપયોગો વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને ઘણાં મુશ્કેલ ઘરેલું કામને સરળ બનાવી શકો છો.

જૂતા અને બેલ્ટ ચમકાવવા માટે : તમે વિચારતા જ હશો કે બૉડી લોશનના ઉપયોગ થી જૂતા કે પટ્ટાને કેવી રીતે ચમકાવી શકાય. જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો કે કેવી રીતે, તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે તમે ચામડાના જૂતા, બેગ અથવા બેલ્ટને સરળતાથી ચમકાવી શકો છો.

આ માટે તમે પહેલા જૂતા, બેગ અને બેલ્ટને બરાબર સાફ કરી લો અને તેના પર બોડી લોશનને લગાવો. બોડી લોશન લગાવ્યા પછી તેને શૂ બ્રશથી પોલિશ કરો અને તેનાથી તમારી વસ્તુઓ ચમકી જશે અને કોઈ સ્ક્રેચ પણ દેખાશે નહીં.

ફર્નિચરની સંભાળ રાખવા : જો તમારું કોઈ મનપસંદ ખુરશી કે ટેબલ હોય અને તે નિસ્તેજ દેખાતું હોય તો તેને ચમકાવવા માટે તમે બોડી લોશનનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોટનમાં બોડી લોશન લગાવીને ખુરશી અને ટેબલના ભાગોને પોલિશ કરો.

પોલિશ કર્યા પછી તેને થોડીવાર માટે તડકામાં રાખો. થોડી વાર પછી તમે જોશો કે ખુરશી અને ટેબલ પર ચમક આવી ગઈ હશે. એ જ રીતે તમે બીજા કોઈપણ લાકડાના ફર્નિચરની આ રીતે સંભાર લઈ શકો છો.

ગ્રીસિંગ કરવા માટે ઉપયોગ : જો ઘરમાં બારી બારણા પર સ્ક્રૂ કે નટ બોલ્ટ ના ખૂલતો હોય અથવા જામ થઈ ગયો હોય તો તમે બોડી લોશનનો ઉપયોગ કરીને સરળતાથી સ્ક્રૂ કાઢી શકો છો. જો બારી અને દરવાજા વધારે અવાજ કરતા હોય તો તેને દૂર કરવા માટે બોડી લોશનનો પણ ઉપયોગ કરી શકાય છે.

આ માટે સૌથી પહેલા સ્ક્રૂ અને નટ બોલ્ટ પર બોડી લોશન લગાવીને થોડી વાર રહેવા દો. તેવી જ રીતે તમે બારી અને દરવાજા પર પણ લગાવીને તેમાંથી આવતા અવાજને દૂર કરી શકો છો.

આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે : તમે તમારા હાથમાંથી વીંટી અથવા બંગડી સરળતાથી નીકળતી નથી તો, તમે બોડી લોશનનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. તમે બોડી લોશનના ઉપયોગથી સ્ટેનલેસ સ્ટીલના વાસણોને સરળતાથી ચમકાવી શકો છો.

કારમાં પર પડેલા સ્ક્રેચને દૂર કરવા માટે પણ બોડી લોશનનો ઉપયોગ કરી શકાય છે. બોડી લોશનનો ઉપયોગ જેકેટ, પર્સ અને બેગ અથવા પેન્ટના ઝિપરને ઠીક કરવા માટે પણ કરી શકાય છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો,, આવી જ બીજી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા