વગર ખર્ચે માત્ર 2 થી 3 દિવસમાં પગની પિંડી નો દુખાવો દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો

કોઈ દિવસ ન ચાલતા હોય અને આપણે વધારે ચાલીને આવ્યા હોય, અચાનક બે થી ચાર લોમીટર ચાલવાનું થાય તો પગ દુખવા લાગે છે. પગની પિંડીઓ દુખાવા લાગે છે. એમ કહેવાય કે પગના ગોટલા બાજી જાય છે. જ્યારે તમે વધુ ચાલો અથવા કોઈ માનતા રાખી હોય અને લાબું 10 થી 20 કિલોમીટર અથવા એનાથી પણ વધારે ચાલીને આવ્યા હોય ત્યારે પગની પિંડીઓ માં ગોટલા ચડી જાય તો પગ દુઃખવા લાગે છે.

હવે જાણીએ પગની પિંડીમાં દુખાવો દૂર કરવાના ઉપાયો : જો રોજ રાત્રે બે થી ત્રણ ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી રાખવી. આ મેથીના દાણાને સવારે ખાલી પેટ ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી પણ પિંડીનો દુઃખાવો દૂર કરી શકાય છે.

આ સાથે સરસિયાના તેલમાં જાયફળના તેલને મિક્સ કરીને પિંડીના દુખાવા પર માલિશ કરવાથી પિંડીનો દુખાવો દૂર કરી શકાય છે અથવા તો પિંડીના દુખાવાથી રાહત મેળવી શકાય છે.

તલના તેલમાં કરેણના પાંદડાને ઉકાળીને તેને તેના પાંદડાની ચટણી ભેળવીને પિંડી ઉપર માલીશ કરવાથી પિંડીના દુઃખાવા માંથી મુક્તિ મેળવી શકાય છે. હવે કે સરળ ઘરેલુ ઉપાય જે દરેક લોકો કરી શકે તે વિષે જણાવીએ

આ માટે નાળિયેરના તેલને સહેજ ગરમ કરવાનું છે. તેલ થોડું હૂંફાળું કરી અને તેલ જ્યાં દુખાવો થતો હોય પીંડીઓમાં અથવા તો સાથળના ભાગમાં અથવા પિંડીમાં ગોટલા ચડી ગયા હોય તો ત્યાં નાળિયેરનું તેલ ગરમ કરી પાંચ મિનિટ માલીસ કરો એટલે જાદુની જેમ પગની પિંડી નો દુખાવો થતો મટી જાય છે.

આ સાથે જો તમારી પાસે કપુર હોય અને તેને નારિયેળ તેલની અંદર નાખી અને થોડું હલાવી અને પછી તેની માલિશ કરો તો આ દુખાવામાં ખૂબ જ ઝડપી તમને જાદુની જેમ અસર દેખાવા લાગે છે અને તરત જ દુખાવો બંધ થઈ જાય છે. અથવા સાંધાનો દુખાવો થતો, અથવા ગોટલા ચડી ગયા હોય તો તે પણ ઉતરી જાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

Comments are closed.