garam masalo khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાની ઋતુ પુરી થઇ ગઈ છે અને શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. શિયાળા લોકોને ઠંડી લાગતી હોય છે. માટે શિયાળામાં તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, કે જે વસ્તુઓ તમારા શરીરને ગરમ રાખવામાં મદદ શકે. માટે આ ઋતુમાં તમારા ભોજનમાં ગરમ ​​મસાલો ઉમેરવો એ તમારા શરીરને જાળવવા માટે શ્રેષ્ઠ છે.

કેટલાક લોકોને ગરમ મસાલાની ગંધ ગમતી હોતી નથી તો કેટલાક લોકોને ગરમ મસાલાનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર હોતી નથી. તો અહીંયા તમને જણાવીશું કે ઘરે જાતે તાજા ગરમ મસાલાનો પાઉડર કેવી રીતે બનાવી શકાય જેથી તમે પણ શિયાળાની ઋતુમાં દરરોજ તેનો ઉપયોગ કરો.

તમને જણાવી દઈએ કે ઉનાળામાં આ મસાલાનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં ઘણા પદાર્થો હોય છે જે શરીરને અંદરથી ગરમ કરે છે. પરંતુ, શિયાળાની આ ઋતુમાં તમારા નિયમિત ભોજનમાં ગરમ ​​મસાલાનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં કારણ કે ઠંડીની ઋતુમાં તે તમારા શરીર ને રક્ષણ આપે છે એટલે કે તે તમારા શરીરને અંદરથી ગરમ કરે છે

ગરમ મસાલો એક એવો મસાલો છે જે ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ગરમ મસાલો સામાન્ય રીતે લવિંગ, તજ, જીરું, એલચી, ખાડીના પાન અને કાળા મરીના મિશ્રણ થી બનાવવામાં આવે છે. આપણી વાનગીઓનો સ્વાદ વધારવા માટે આપણે જુદા જુદા ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરીએ છીએ.

મસાલા ઘણા ખનિજોના ગુણોથી ભરપૂર હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે જુદી જુદી રીતે ફાયદાકારક સાબિત થતા હોય છે. શિયાળામાં ગરમ ​​મસાલો આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે તે વિશે પણ જાણીશું. પરંતુ પહેલા આપણે જાણીએ કે ઘરે ગરમ મસાલો કેવી રીતે બનાવવો.

ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવશો? આમ તો બજાર માં ગરમ મસાલો સરળતાથી મળી જાય છે પણ બધા લોકોને તે મસાલો પસંદ હોતો નથી. આનું એક કારણ છે કે મસાલો ભેળસેળ કરીને બનાવવામાં આવ્યો હશે. એટલા માટે ઘણા લોકો ઘરે જાતેજ જાતો ગરમ મસાલો બનાવવાનું વધુ પસંદ કરતા હોય છે.

અહીંયા તમને જણાવીશું કે ગરમ મસાલો તમે ઘરે કેવી રીતે બનાવી શકો છો. સામગ્રી: 5 -6 મોટી એલચી, 5-6 લીલી ઈલાયચી, 1/4 ચમચી કાળા મરી, 5-6 તજ, 1 ચમચી જીરું, 5-6 ખાડીના પાન. આ સાથે તમે તમારા સ્વાદ પ્રમાણે અન્ય મસાલાનો પણ ઉમેરી શકો છો જેમ કે વરિયાળી, જાયફળ વગેરે.

ગરમ મસાલો બનાવવાની રીત: 1)એક કડાઈલો અને તેમાં બધા મસાલા નાખો. જ્યાં સુધી મસાલાની સુગંધ ન આવે ત્યાં સુધી ફ્રાય કરો. ફ્રાય કર્યા પછી તેને ઠંડુ થવા દો. 2) મસાલાના મિશ્રણને મિક્સરની મદદથી તેનો પાવડર બનાવો. 3) હવે એર ટાઈટ પાત્રમાં તેને સ્ટોર કરો. હવે આ બનાવેલ મસાલો તમારા ઉપયોગ માટે તૈયાર છે.

હવે જાણો કે તમારા આહારમાં ગરમ ​​મસાલાનો સમાવેશ કેવી રીતે કરવો? ગરમ મસાલો એક એવો મસાલો છે જેનો ઉપયોગ તમે કોઈપણ વાનગીમાં કરી શકાય છો. આ ગરમ મસાલો તમારી વાનગીઓમાં એક સરસ, રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઉમેરે છે.

શિયાળામાં ગરમ ​​મસાલો ખાવાના ફાયદા: શરીરને ફિટ રાખે: આપણામાંથી ઘણા લોકો પોતાના શરીર ની ફિટનેસ જાળવી રાખવા માટે નિયમિત કસરત અને યોગ કરતા હશે. પરંતુ, શિયાળાની ઠંડીના કારણે આપણી દિનચર્યા ખોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આ ગરમ મસાલાને તમારા ભોજનમાં થોડી માત્રામાં ઉમેરો.

સ્વાસ્થ્ય માટે સારું: લોકો મોંના શ્વાસની દુર્ગંધ અને અન્ય સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે હંમેશા સજાગ રહે છે. બધી સમસ્યાઓમાં ગરમ મસાલાની એક ચમચી ઉમેરવાથી તમારી પેઢાની સમસ્યા, શ્વાસની દુર્ગંધ અને દાંતના દુખાવા દૂર રહે છે.

મેટાબોલિક વધારે: ગરમ મસાલો એ ઘણાં બધા વિવિધ મસાલાઓનું મિશ્રણ છે જેનાથી અદ્ભુત ફાયદા થાય છે. ગરમ મસાલો એક સાથે ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી સમૃદ્ધ છે જે શરીરના મેટાબોલિક દરને વધારવામાં મદદ કરે છે. આ મસાલો વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે ખુબજ ફાયદાકારક હોઈ શકે છે.

ઉચ્ચ મેટાબોલિકનો અર્થ એ છે કે શરીર તેની જરૂરિયાત કરતાં વધુ કેલરી બર્ન કરે છે. તેથી, જો કોઈ વ્યક્તિનો મેટાબોલિકનો દર ઊંચો હોય અને તે વધુ કેલરી વાપરે, તો તેનું વજન ખરેખર વધતું નથી. તમારા આહારમાં ગરમ ​​મસાલાનો સમાવેશ કરવાનો અર્થ એ છે કે તમે વધુ કેલરી બર્ન કરી શકશો.

પાચનને સુધારમાં મદદરૂપ: તમારા ભોજનમાં ગરમ ​​મસાલો ઉમેરવાનો એક મોટો ફાયદો એ છે કે તે પાચનને સરળ બનાવે છે. આ એટલા માટે, કારણ કે મસાલા પેટમાં ગેસ્ટ્રિક જ્યુસ છોડવામાં મદદ કરે છે. આ સાથે સાથે ગરમ મસાલો આંતરડાની ગતિને સરળ બનાવે છે અને એસિડિટી, પેટનું ફૂલવું, અપચો વગેરે જેવી પાચન સમસ્યાઓને અટકાવે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું: જો તમે એવી વસ્તુની શોધમાં છો જે તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે, તો તમારા માટે ગરમ મસાલો વધુ યોગ્ય સાબિત થશે. ગરમ મસાલામાં ઈલાયચી હોય છે જે હૃદય માટે ખૂબ સારી માનવામાં આવે છે. તમારા આહારમાં ગરમ મસાલાનો સમાવેશ કરવાથી તમે તમારા બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરી શકો છો.

ગરમ મસાલો તમારા હૃદયના સ્વાસ્થ્યને વધુ સુધારી શકે છે. ગરમ મસાલાના ઘણા ફાયદા છે, પરંતુ સાથે તેનું વધુ સેવન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.જો તમે કોઈ સ્વાસ્થ્ય સારવાર લઈ રહ્યા હોવ પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા