These 4 enemies make our bodies hollow
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા શરીરમા કેટલાક શત્રુ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ ભોજન સાથે પણ કેટલાક શત્રુ જોડાયેલા હોય છે. આપણે જે સ્વાદ ભોજન માં માનીએ છીએ એ જ તમારા શત્રુ હોઇ શકે છે. તો અહિયાં જોઈશું એવા કયા શત્રુ છે જે ભોજન સાથે જોડાયેલા છે.

૧) સફેદ મીઠું: સફેદ મીઠું એટલે કે સોડિયમ કલોરાઈડ શરીર માટે ધીમું તથા ખતરનાક શત્રુ તરીકે સાબિત થાય છે. જે શરીરના સાંધા ને ખોખલા કરી દે છે. વધારે મીઠું ખાવાથી શરીર ની નસ મા વિવિધ પ્રકારના અવરોધ થાય છે, જેને સ્ત્રોતસ અવરોધ કહેવામાં આવે છે.

ચામડીના રોગો થાય છે, બ્લડપ્રેશર વધી શકે છે, પરંતુ તમે કહેશો કે મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. તો મીઠું જ આપણે ખાવાનું બંધ કરીશું તો કેમ ચાલશે? તો એના ઓપ્શનમાં તમે સિંધવ મીઠું એટલે કે સેંધા નમક. કુદરતી મીઠું છે.

આ ખાવાથી તમને ખૂબ જ ફાયદા થશે. સિંધવ મીઠું ભારતના હિમાચલ પ્રદેશના મંડી ના પહાડો માંથી નીકળે છે. આ મીઠું ઔષધ સમાન છે. સિંધાલૂણ નું નિત્ય સેવન સાદા મીઠાની જગ્યાએ કરીએ તો બીમારી ઓછી આવે છે. મીઠાના કુલ પાંચ પ્રકારોમાં સિંધાલૂણ છે તે સર્વશ્રેષ્ઠ છે અને પાચનશક્તિ માટે પણ શ્રેષ્ઠ છે.

ફળોની સાથે સિંધાલૂણ મીઠું ખાવાથી ફળના ગુણ પણ વધી જાય છે. સિંધાલૂણ રુચિ વધારનાર, આંખો માટે હિતકારી, અગ્નિદીપક, શીતળ, હૃદય માટે શાંતિદાયક, શીળસનાશક તથા ઊલટી ને મટાડનારૂ જણાવવામાં આવ્યું છે.

સિંધાલૂણ દરેક વ્યક્તિ ખાઈ શકે .છે માટે સાદા મીઠા ની જગ્યાએ સિંધાલૂણ મીઠું ખજો. તેનાથી તમને કોઇ પણ પ્રકારનું નુકસાન નહીં થાય કારણ કે તે કુદરતી મીઠું છે.

૨) મેંદો: મેંદો, ટોસ્ટ, બિસ્કીટ, બ્રેડ આપણે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ગણીએ છીએ અને આપણે હળવા નાસ્તા સ્વરૂપે આપણે ખાઈએ છીએ પરંતુ આ હળવા નાસ્તા આપણા શરીરના દુશ્મન છે. આ બધામાં મેંદો હોય છે. મેંદાના નિર્માણમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ નો ઉપયોગ કરાય છે જે મેંદાને ચીકણો અને મુલાયમ બનાવે છે.

કબજિયાત, એસિડિટી, અલ્સર , વજન વધવું આ બધા રોગોની દેંન એ મેંદો ખાવાથી કબજિયાત થઈ શકે છે. એસિડિટી થઇ શકે છે. એસીડીટી જો વધી જાય તો તેમાંથી અલ્સર અસર થઈ શકે છે અને જાડાપણુ આવી શકે છે.તો આપણે મેંદો ખાવાનું બંધ કરીએ. બાળકો બર્ગર, નુડલ્સ તરફ વળ્યા છે.

પરંતુ આ બધામાં મેંદો હોવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. બધા એવું માને છે કે મેંદો ઘઉંમાંથી તૈયાર થાય છે અને આખરે તો તે ઘઉં જ છે ને, પરંતુ મેંદા ની રિફાઈન પ્રક્રિયા રાસાયણિક છે. જે ઘઉંના પોષક તત્વો નષ્ટ કરી દે છે.

એટલા માટે મેંદા પ્રત્યે કોઈ પણ જાતની બીજી વાતો વિચાર્યા વગર મેં તો ખાવાનો બંધ કરજો અથવા તો ઓછો કરજો. તે પાચનશક્તિ ને મંદ કરે છે. મેંદો હોજરીના છિદ્રોમાં જવાથી પાચન બરાબર થતું નથી અં એ હોજરીના છિદ્રો બંધ કરી દે છે. જેનાથી આપણું પાચનશક્તિ નબળી પડે છે.

મેંદો કફ કરનાર છે. મેંદો ફેફસા માટે બિલકુલ સારો નથી. મેંદો કફ કરે જેનાથી લફ ફેફસામાં જમા થાય છે. તો ખાસ આપણે મેંદાનું સેવન બિલકુલ ન કરીએ તો આપણા શરીરમાટે ગણું સારું છે.

૩) ચા: ચામાં ખાંડ હોય છે. ખાંડ આપણા હાડકાઓને કમજોર કરે છે. કબજીયાત, એસિડિટી, વજન વધારો, ગઠીયો વા વગેરે રોગોમાં ખાંડ જવાબદાર છે. તો આપણે ખાંડ નું સેવન નથી કરવાનું અથવા તો ઓછુ કરવાનુ છે. તમે ખાંડ ની જગ્યાએ મધ અથવા ગોળનું સેવન કરી શકો.

શરીરમાં ગ્લુકોઝ જરૂરી છે. જે ફળો, ગોળ અને મધ વગેરે માંથી મળે છે. પરંતુ ખાંડમાંથી ગ્લુકોઝ મળે એ ધારણા થી દૂર રહેશો એટલું જ સારું છે. વધારે ચા ખાંડ આપણા હાડકાઓને નબળા પાડે છે અને એસિડિટી કરે છે અને એસિડિટીમાંથી અલ્સર પણ થઈ શકે છે.

શરીરમાં નબળાઈ અનુભવાય છે. વધારે ખાંડ નું સેવન કરશો તો અરુચિ, મંદાગ્નિ અનુભવાય છે. આપણી ભૂખ મરી જાય છે અને ડાયાબીટીસ પણ થઈ શકે છે. તો ખાંડ નું સેવન માપમાં કરો અથવા તો બિલકુલ બંધ કરો. તેની જગ્યાએ ગોળનું સેવન કરતા શીખો તો વધારે સારું રહેશે.

૪) ચા પત્તી:– ચા પત્તીમાં ટેનિન અને કેફીન હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે ચા કોફી પીવાથી તાજગી આવે છે પરંતુ આ વાત ખોટી છે. આપણી ઇમ્યુનિટીને ડાઉન કરે છે, આપણી ભૂખ મરી જાય છે. ચા પીવાથી, કોફી પીવાથી એસિડિટી વાળી વ્યક્તિઓ એસિડિટી વધી જાય છે.

ચા, કોફી ની જગ્યાએ ફળોના જ્યૂસ, લીંબુ પાણી પીવું, નારિયેળ પાણી પીશો તો આપણા શરીરને તાજગી મળશે, એન્ટિઓક્સિડન્ટ વિટામિન્સ મળશે અને આપણું શરીર હંમેશા માટે નીરોગી રહેશે. આ ચાર શત્રુ આપણે ઓળખી જશું તો આપણને રોગ હશે તો પણ તે નહીં આવે અને આપણે હંમેશા નીરોગી રહીશું.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા