આજે તમને ખીલ થવાના સાત કારણો અને આપણી સાત ભૂલો વિષે માહિતી આપવાનો છું. કોઈપણ યંગસ્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને તેના ચહેરા પર ખીલ જોવા બિલકુલ ગમતા નથી પરંતુ આ ખીલ થવાના કારણો વિષે તો આપણે ઊંડું તો ઉતરવું જ પડશે. શું વારંવાર ખીલ થવાથી તમારો ફેસ ખરાબ થઈ જાય છે તો ખાસ ધ્યાન રાખો કે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરી રહ્યાં. લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમારો ખીલ થી પીછો છૂટકો જ નથી, ઓઈલી ખાવાનું બંધ કરી દીધું છે, ફ્રેશવોશ પણ વાપરવાના બંધ કરી દીધા છે તો પણ ખીલનો અંત આવતો નથી. તો આજે આપણે સાત ભૂલો વિષે જાણીશું.
મિત્રો ફેસની બિલકુલ છેડતી ના કરો. એટલે કે ફેસ ની છેડતી એટલે શું? તો કેટલાય લોકોને પોતાના ફેસને વારંવાર સ્પર્શ કરવાની ટેવ હોય છે. મતલબ વગર ચહેરા પર હાથ ફેરવા કરતા હોય છે. તમે પણ આ જ ભૂલો કરો છો તો ચહેરા પર દાણા નીકળવા એ સામાન્ય બાબત છે. જેમકે તમે લેપટોપ કોમ્પ્યુટર પર કામ કરો છો તો આંગળીઓ કીબોર્ડ પર ચાલતી હોય છે, જેથી કેટલાય બેક્ટેરિયા હાથ પાર ચોંટે છે અને તમે એજ ચેહરા પર સ્પર્શ કરો છો, તો સ્વાભાવિક છે ખીલ થવાના જ છે માટે ફેસને વારંવાર સ્પષ્ટ કરવો જોઈએ નહીં. તે બિલકુલ બંધ કરી દેજો.
કેટલી વાર એવું થાય છે કે જ્યારે ખીલ થાય છે ત્યારે મોટાભાગના લોકો ખીલ ને ફોડી નાખે છે. 99% લોકો આ ભૂલ કરે છે. એવી માન્યતા છે કે ખીલ ફોડવાથી જલદી મટી જાય છે. પરંતુ તેની વિપરીત અસર ઉભી થાય છે. ખીલ ફોડવાથી બેક્ટેરિયા ફેલાય છે. પરિણામે નવા ખીલ પણ થાય છે અને જૂના ખીલ મોટા થાય છે. બીજી બાજુ ખાડા તથા ડાઘ પણ બતાવવા લાગે છે. માટે ખીલ ને ક્યારેય પણ ફોડવા જોઈએ નહીં. તેને તેની જાતે જ મટવા દેવા જોઈએ.
મસાલેદાર અને તીખું તમતમતું, ઓઈલી ખાવામાં સ્વાદિષ્ટ લાગે. પરંતુ એની અનેક સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. તેમાંની એક છે ખીલ. અમુક લોકોને તો ડેરી પ્રોડક્ટ શ્યુટ થતી નથી. તો ખાવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ. મસાલેદાર, તીખું તમતમતું અને ઓઈલી ખાવામાં બહુ જ વિવેક રાખવો જોઈએ. આચરકૂચર-જેમતેમ ખાવું, ગમે તેવું ફાસ્ટફુડ ખાધા કરવું, આ બધું મિત્રો સદંતર બંધ કરવું જોઈએ.
તમે કલાકો સુધી કસરત કરો છો, જીમમાં પરસેવો પાડવો છો જેથી તમે ફિટ રહો છો તો તે સ્વાભાવિક વાત છે પરંતુ આળસ ને લીધે જો તમે મો સ્વચ્છ કરતા નથી, તો સ્કિનના રોમછિદ્રોમાં ગંદકી, બેક્ટેરિયા, ઓઇલ અને પરસેવા નો સમાવેશ થાય છે. એટલે કે નાહવાનું તથા મોં સાફ કરવાનું બિલકુલ ભૂલશો નહીં જો તમે મોં સાફ કરશો તો તમારા સ્કિનના રોમછિદ્રો સ્વસ્થ રહેશે .
જો તમે બરાબર સાફ નહીં કરો તો પણ તમને ખીલ થવાના પ્રશ્નો ઊભા ને ઉભા જ રહેશે. માટે તમારો ફેસ સાફ કરતા રહેવું જોઈએ. જો તમે મિત્રો ધુમ્રપાન કરો છો. આજકાલના યુવાનો અને યુવતીઓ ધુમ્રપાનને રવાડે ચડ્યા છે તો તમારી સ્કિન સુધી ઓક્સિજન બરાબર પહોંચતો નથી તે બરાબર વાતને સમજી લેજો જેથી. ફેસ પર કરચલીઓ પણ નાની ઉંમરે પડવા લાગે છે. તેથી વધારે ધુમ્રપાન કરવું નહીં. અમે તો બિલકુલ ધુમ્રપાન કરવાની ના પાડીયે છીએ. ધુમ્રપાન શરીરને બિલકુલ ઉપયોગી નથી. ધૂમ્રપાનની જગ્યાએ ઈશ્વરે ઘણું બધું ખાવાનું છે. તો માટે ધૂમ્રપાન સદંતર બંધ કરવું જોઈએ.
તણાવથી દૂર રહેવું જોઈએ. દરેક ઘરનો દરેક યુવાનો-યુવતીઓ નાનાથી લઈને મોટા સુધીનો સામાન્ય પ્રશ્ન છે. તણાવ, ચિંતા કરવાથી પણ ખીલ થાય. આ તો નવાઈ લાગશે પરંતુ સત્ય હકીકત છે. તમે હંમેશા કામમાં વ્યસ્ત રહો છો અને તમે તમારા માટે સમય આપી શકતા નથી તો પણ તૈલી ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે અને રોમછિદ્રો બંધ થઈ જાય અને રોમછિદ્રો બંધ થવાથી દાણા નીકળવા લાગે છે માટે સ્વયં માટે સમય કાઢો. હંમેશા રાજી રહો. નિરોગી રહો અને ખુશ રહો.
કોઈપણ બ્યુટી પ્રોડક્ટ ન લગાવો. આજકાલ તો અનેક બ્યુટી પ્રોડક્ટ મળતી હોય છે અને તમે તેનો ઉપયોગ કરતાં હોવ છો. પરંતુ એક સમયે એવો આવે છે કે ખીલ મટતાં નથી. આ સમય સુધી તમે પહોંચી જાવ છો ત્યારે કોઇપણ કેમિકલવાળી બ્યુટી પ્રોડક્ટ વાપરવી જોઈએ નહીં. તેનાથી આપણને ખીલ થવાની શક્યતાઓ વધી જાય છે માટે તે વાપરવાનું બંધ કરશો તો ખીલ પણ થવાના બંધ થશે અને ખીલ નવા થતાં હશે તે અટકી જશે.
સ્કિન પર વધારે સ્ક્રબ ન કરવું. ઓઈલી સ્કિન પર પીમ્પલ થવાનું કારણ છે જ્યારે તમે સ્ક્રબ કરો છો ત્યારે સ્કિન સુખી થઈ જાય છે અને એ ખીલ ને આમંત્રણ આપે છે માટે સ્ક્રબ કરવું હોય તો બિલકુલ હળવા હાથે કરો. એકદમ ઘસી ઘસીને ન કરવું જોઈએ એમ કે સ્કીન જ સુખી થઈ જશે તો પણ આપને ખીલ ને આમંત્રણ આપવા સમાન થશે તો તે સ્ક્રબિંગ પણ બંધ કરવું જોઈએ.
રાત્રે ઉજાગરા સદંતર બંધ કરવા જોઈએ. રાત્રે ઉજાગરા કે શરીરની ઇમ્યુનિટી, શરીરની સિસ્ટમો બધી નબળી પડે છે માટે બિનજરૂરી ઉજાગરા બંધ કરો, મોબાઈલ માં બિનજરૂરી વપરાશ બંધ કરો, સાંજે સમયસર સૂવાની આદત પાડો અને પૂરતી ઊંઘ લેવાની આદત પાડો. જે લોકો પૂરતી ઉંઘ લેતા નથી કે અનેક રોગોનો ભોગ બનતા જ હોય છે માટે તેને પૂરતી ઊંઘ લેવી જોઈએ તો તમને ખીલ ઠીક પણ બીજા પણ અનેક રોગો છે જેનાથી તમે દૂર રહી શકશો.