આજે માટલાનું પાણી પીવાના ફાયદાઓ ની વાત કરવાની છે. સ્વાસ્થ ને ઘ્યાનમાં રાખી માટલાનું પાણી અમૃત સમાન છે. વર્ષોથી ભારતીય ઘરોમાં પાણી ને સ્ટોર કરવા માટે માંટલાનો ઉપયોગ થતો આવ્યો છે. માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે એટલે માટલાનું પાણી આપણને કુદરતી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફ દોરી જાય છે. માટલાના પાણીના કુંડ આકાશ જળ જેવા જ હોય છે કારણ કે કુદરતી રીતે પકવેલી માટીનાં માટલામાં આ તત્વો આપોઆપ ઉમેરાઈ જતા હોય છે.
માટલાનું પાણી પીવાથી કિડની તથા મૂત્ર માર્ગના બહુ ઓછા રોગ થાય છે. આ રોગો થવાની સંભાવના એટલા માટે ઘટે છે કારણકે માટલાની માટી પકવતા જળમાં ઉમેરાતા માંટલા નું જળ ઔષધ જેવું જ ગણી શકાય છે. નિયમિત રીતે માટલાનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી આપણે સ્ટોર કરીએ અને તેમાં પાણી જાળવી રાખીએ તો એમાં લાંબા ગાળે પ્લાસ્ટિકની અશુદ્ધિઓ જેને આપણે પ્રદૂષણ ગણીએ એ ભળતી હોય છે.
પાણીની અમલતા સામે પ્રભાવિત થઈને યોગ્ય પીએચ સંતુલન પૂરું પાડે છે. આ પાણી પીવાથી એસીડીટી થતી અટકે છે અથવા તો થયેલી એસિડિટી કાબૂમાં પણ રાખી શકાય છેે . માટલાનું પાણી શીતળ હોય છે, મધુર હોય છે અને પેટના દુખાવામાં પણ તે રાહત આપનારું બની શકાય છેે. ઘણીવાર ફ્રીઝનું ઠંડું પાણી પીવાથી ગળાની સાથે શરીરના અન્ય અંગો પર પણ એની આડઅસર થાય છે. ફ્રીઝ નું પાણી કાયમ પીવાથી અનેક પ્રકર ની બીમારીઓ થઇ શકે છે.
ગળું ખરાબ થાય છે, આંતરડાના પણ અવનવા રોગ થાય છે, હોજરીમાં અપાચન સ્થિતિ થાય છે જ્યારે માટલાનું પાણી પીવાથી ગળું ખરાબ થતું નથી, ગળાને રાહત આપનારું હોય છે. આપને એ પણ વાત જણાવું કે ગર્ભવતી સ્ત્રી કે માતા વૈદ્યની સલાહ પ્રમાણે ઠંડુ પાણી પીવાને બદલે માટલાનું પાણી પીવે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પ્રતિકાર આપનારું છે.
માટીમાં શુદ્ધિકરણના કુદરતી તત્વો રહેલા છે જે દરેક ખરાબ તત્વોને શોષી લે છે અને પાણીમાં જરૂરી પોષક તત્વો પણ માટલું પોતે ઉમેરતું હોય છે માટલાની માટી કીટાણુ નાશક હોય છે. માટીમાંથી માટલું તૈયાર કરે તેને કુંભાળો કહીએ છીએ. તે કુંવારી જમીન ગૌચરની કે નદી કાંઠાના ભાઠાની પડતર જમીનની કાળી માટી લઈ આવે છે અને જાતે ઘરે માટલાનુ ઘડતળ કરે છે.
માટલાનું પાણી પીવાનો એક સૌને અનુભવ છે કે તેનાથી થાક દૂર થઇ જાય છે. પેટ ભારે લાગતું નથી. માટલાનું પાણી પીવાથી આપણું હૃદય સારું રહે છે અને હૃદયને લગતી બીમારીઓ પણ નાશ કરી દે છે. માટલાનું કુદરતી પાણી પીવાથી શરદી અને કફની તકલીફ હોવાથી પણ છુટકારો મેળવી શકાય છે. તેમના દર્દીઓએ માટલાનું હૂંફાળું પાણી એટલે કે આમ શીતળ જળ પણ આમ હૂંફાળું ગણાય છે એ ફાયદાકારક છે. શીતળ જળ હંમેશા હૂંફાળું એટલા માટે હોય છે કે તે આપણને હૂંફ આપનારું છે.
આજકાલ માટલા બનાવવાની ક્રિયા અકુદરતી થવા માંડી છે માટે કુદરતી માટલા પકવતા થાય અને તે કુદરતી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે માટલાઓ બને અને તે માટલાનું પાણી આપણે પીએ તો તે જળ એ ગંગાજળ જેવું શુદ્ધ હોય છે. આપણે ખૂબ પ્રગતિ કરી છે પણ કમ સે કમ આપણા રસોડામાં, આપણી ઓફિસોમાં કુદરતી બનેલા માટીના પાત્ર રાખીએ તો આપણા શરીરને, આપણી તંદુરસ્તીને, આપણા આરોગ્યને ખૂબ લાભ થશે એટલા માટે આજે માટલાના પાણીના ગુણ જણાવ્યા છે
ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.