ગુજરાતમાં તેલના ભાવ વધવાનું ખરું કારણ શું છે?
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાદ્ય તેલ ના ભાવમાં રેકોર્ડ નોંધાયો છે. moneycontrol.com ના એક અહેવાલમાં જણાવાયું છે કે સરસવ, વનસ્પતિ, સોયા, ખજૂર, સૂર્યમુખી અને મગફળી જેવા ખાદ્ય તેલના ભાવ એક દાયકામાં સૌથી વધુ છે. તાજેતરમાં આ મુદ્દે મળેલી બેઠકમાં ફુડસેક્રેટરી સુધાંશુ પાંડે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં ભાવમાં 62 ટકાનો વધારો થયો.

કયા કારણોથી ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે? ભારતમાં 14.5 મિલિયન ટન ખાદ્યતેલની વાર્ષિક જરૂરિયાત માંથી લગભગ ૬૫ ટકા આયાત કરવામાં આવે છે. મોટા ઉત્પાદકો ઇન્ડોનેશિયા, મલેશિયા, આર્જેન્ટિના, યુક્રેન અને રશિયામાં ઓછા ઉત્પાદનના કારણે આંતરરાષ્ટ્રીય કિંમતો વધી રહી છે.

મોટા ભાગે ખરાબ વાતાવરણના કારણે દુનિયાના બીજા સૌથી મોટા ઉત્પાદક મલેશિયામાં શ્રમિકોની B 13 અને B 20 બાયફયુઅલ મેન્ડેડ જે ઇંધણ માં મિશ્રીત વનસ્પતિ તેલોની માત્રામાં વધારો કરે છે તેનાથી સ્થાનિક વપરાશમાં વધારો થયો છે જેનાથી નિકાસ યોગ્ય સ્તર પ્લસ ઓછું થઈ ગયું છે તેમ ક્રિસીલ રિસર્ચના ડાયરેકટર ગાંધીએ moneycontrol.com ને જણાવ્યું હતું.

ભારતમાં લગભગ તમામ પામ ઓઈલની જરૂરિયાત ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પૂર્ણ કરવામાં આવે છે. આઈસીઆર ના અનુસાર ભારતમાં કુલ વપરાશમાં પામ તેલ નો આશરે 40 ટકા ભાગ છે અને આયાતમાં ૬૦ ટકા ભાગ છે. સૌથી વધુ નિકાસ કરનાર અર્જેન્ટીના માં શુસ્ક હવામાન અને મોટા ગ્રાહકો ભારત અને ચીન તરફથી વધારે માંગ હોવાના કારણે સોયાબીનના તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

આ જ રીતે યુક્રેન અને રશિયા માં દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે સૂર્યમુખી તેલના ભાવમાં વધારો થયો છે. જે સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો છે. ક્રિસીલ અનુસાર ભારતમાં લગભગ ૮૫ ટકા સોયાબીન તેલ અર્જેન્ટીના અને બ્રાઝિલથી આયાત કરવામાં આવે છે.

જ્યારે 90% સૂર્યમુખીનું તેલ યુક્રેન અને રશિયા થી આયાત કરવામાં આવે છે. આઈસીઆરએ વાઇસ પ્રેસિડન્ટ અને કોર્પોરેટ રેટિંગ ના કો- હેડ અંકિત પટેલ કહે છે કે ક્રૂડ પામ આયાત પર 32.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઊંચા ભાવમાં પરિણમે છે. તેલીબિયાનું સ્થાનિક ઉત્પાદન પણ ઘટ્યું છે.

ક્રિસીલ રિસર્ચ ના ગાંધી કહે છે ઓઇલ 2020માં નીચા વાવેતર અને પાક ના નુકસાન ના કારણે સોયાબીન, મગફળી, સરસવ અને કપાસિયા તેલમાં સ્થાનિક ઉત્પાદન પર અસર પડી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે 2021 ના બીજા ભાગમાં તેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.

ઇન્ડિયા ટુડે ના એક અહેવાલ અનુસાર ભારતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થવાનું કારણ એ છે કે ભારતમાં તેલીબિયાં સ્થાનિક ઉત્પાદન અને ઉપલબ્ધતા માંગ થી ઘણી ઓછી છે. ખાદ્ય સચિવે પણ આ વાતની પુષ્ટી કરી છે. દર વર્ષે મોટા પ્રમાણમાં ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે.

ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવ બદલાવના કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ પર અસર પડે છે તેમ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું. ખાદ્ય સચિવે એ વાત અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતમાં ખાદ્યતેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

આરબીઆઇએ ગુરુવારે વાર્ષિક રિપોર્ટ જાહેર કરતાં કહ્યું કે દાળ અને ખાદ્ય તેલ જેવી અન્ય વસ્તુઓના ભાવમાં તેજી બનેલી રહી શકે છે. એક અહેવાલ મુજબ સપ્લાય અને માંગમાં અસંતુલનને ધ્યાનમાં રાખીને કઠોળ અને ખાધતેલ જેવી વસ્તુઓમાં દબાણ બનેલું રહી શકે છે, જ્યારે અનાજની કિંમતોમાં નાણાકીય વર્ષ ૨૦૨૧ માં વિપુલ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં નરમાઈ ચાલુ રહી શકે છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.

દેશમાં વ્યાજબી ભાવે ખાદ્યતેલની પ્રાપ્યતા સુનિશ્ચિત કરવાના માર્ગો અને માધ્યમો પર ચર્ચા કરવા કેન્દ્ર સરકાર દ્વારા તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યો અને ઉદ્યોગપતિઓએ ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે તમામ શક્ય પગલાં ભરવા જોઇએ તેમ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સેક્રેટરીએ જણાવ્યું હતું.

બેઠકમાં જણાવ્યું કે ખાદ્યતેલના ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભર બનાવવાના ઉપાયો અને ભાવમાં વૃદ્ધિ ને રોકવાના ઉપાયો વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા