ચહેરાની સુંદરતામાં એક સુંદર સ્મિત પણ ઘણો ફાળો ભજવે છે. પરંતુ જો હસતી વખતે તમારા દાંત પીળા જોવા મળે તો ચહેરાની સુંદરતા જોવાને બદલે લોકોનું ધ્યાન પીળા દાંત સામે જાય છે.એવામાં જેટલી કાળજી તમે તમારી ત્વચા અને વાળની રાખો છો તેટલી જ તમારે તમારા દાંતની સાફ સફાઈ પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ.
જો કે તમને બજારમાં એક થી એક ટૂથપેસ્ટ જોવા મળશે, જે દાંતને સુંદર, સફેદ મોતી જેવા ચમકદાર બનાવવાનો દાવો કરે છે. પણ કેટલીકવાર દાંતને વધારાની કાળજીની જરૂર હોય છે. ખાસ કરીને જો તમારા દાંત કેમિકલયુક્ત વસ્તુઓ ખાવાથી પીળા થઇ ગયા છે અથવા ટૂથપેસ્ટથી સાફ કર્યા પછી પણ પીળા દેખાય છે. આજે અમે તમને લીંબુની મદદથી દાંતને સાફ કરવાના કેટલાક સરળ ઉપાયો વિષે જણાવીશું.
1. ટૂથપેસ્ટ સાથે લીંબુ : સામગ્રી : 1/2 નાની ચમચી લીંબુનો રસ, 1 ડ્રોપ ટૂથપેસ્ટ, 1 ટૂથબ્રશ
વિધિ : સૌ પ્રથમ ટૂથપેસ્ટમાં લીંબુનો રસ મિક્સ કરો પણ ધ્યાન રાખો કે તમારે વધુ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો નથી કે તમારે વધારે લીંબુનો રસ પણ વાપરવાની જરૂર નથી. હવે આ મિશ્રણથી તમારા દાંતને સાફ કરો. અને આનાથી પણ શ્રેષ્ઠ પરિણામ માટે તમે રાત્રે સૂતા પહેલા પણ આ મિશ્રણથી તમારા દાંતને સાફ કરી શકો છો.
જો તમે આ ઘરેલું ઉપાય દરરોજ કરશો તો તમારા દાંતની પીળાશ ખુબ જલ્દીથી દૂર થઈ જશે. ટીપ- જો લીંબુના રસના ઉપયોગથી તમારા દાંતમાં કળતર એટલે કે ઝણઝણાહટ થાય છે તો તમે લેમન એસેન્સિયલ ઓઇલનું 1 ટીપું ટૂથપેસ્ટમાં ઉપયોગ કરી શકો છો.
2. બેકિંગ સોડા સાથે લીંબુ : સામગ્રી : 1/2 ચમચી બેકિંગ સોડા, 1/2 ચમચી લીંબુનો રસ, 1 ટૂથબ્રશ
વિધિ : સૌથી પહેલા બેકિંગ સોડા અને લીંબુનો રસને મિક્સ કરો અને એક જાડી પેસ્ટ બનાવો.
હવે આ પેસ્ટથી મદદથી તમારે દાંતને સાફ કરવાના છે. જો તમે ફક્ત 2 મિનિટ માટે આ પેસ્ટને ટૂથપેસ્ટ પર લગાવીને દરરોજ તમારા દાંત સાફ કરશો તો તમને સારું પરિણામ જોવા મળશે.
બેકિંગ સોડામાં એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ હોય છે અને લીંબુમાં બ્લીચિંગ પ્રોપર્ટીઝ હોય છે પણ આ મિશ્રણને લાંબા સમય સુધી લગાવીને દાંત પર ના રાખો કારણ કે બંને વસ્તુઓ એસિડિક હોય છે જે તમારા દાંતના ઈનેમલ અને પેઢાને નુકસાન કરે છે.
3. મીઠું સાથે લીંબુ : સામગ્રી : 1 નાની ચમચી મીઠું, 1/2 નાની ચમચી લીંબુનો રસ, 1 ટૂથબ્રશ
વિધિ : ટૂથબ્રશને લીંબુના રસમાં ડુબાડો અને પછી તમે ટૂથબ્રશ પર મીઠું નાખશો તો તે જલ્દીથી ચોંટી જશે. પછી તમે 2 મિનિટ સુધી ટૂથબ્રશથી ગોળાકાર ગતિમાં દાંતને સાફ કરો. જો તમે દરરોજ આ જ રીતે લીંબુના રસ અને મીઠાથી 2 વખત સાફ કરશો તો તે જલ્દી જ સફેદ થઇ જશે.
ટૂથબ્રશનો ઉપયોગ ના કરવો હોય તો તમે લીંબુની છાલ લઈને તેના પર થોડું મીઠું નાખીને 2 મિનિટ સુધી તમારા દાંત પર ઘસી શકો છો. તેનાથી તમને બ્રશ કરતા પણ વધારે ફાયદો થશે.
બીજી ટિપ્સ : નારિયેળ તેલની સાથે લીંબુના રસને મિક્સ કરીને કોગળા કરવા. જે રીતે મીઠાના પાણીથી કરતા હોય એ રીતે. એપલ વિનેગરમાં લીંબુના રસને મિક્સ કરીને તમારા દાંતને સાફ કરો. ઈનો પાઉડરમાં લીંબુનો રસ મિક્સ કરીને તેનાથી દાંતને સાફ કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.