ratre jami ne suvu gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા દિવસમાં બપોરનું ભોજન અને રાત્રે પણ ભોજન લઈએ છીએ. દિવસ દરમિયાન જમવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે રાત્રે ભોજન લેવું. પરંતુ આ ભાગદોડવાળી જિંદગીમાં ઘણી વખત લોકો ચોક્કસ સમયે રાત્રે ભોજન લઇ શકતા નથી.

કેટલાક લોકોને ટેવ હોય છે કે તેઓ રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂઈ જતા હોય છે. જો તમે પણ આવુ કરતા હોય તો જાણી લો કે જમ્યા પછી તરત જ સૂવાની આદત તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરી શકે છે.

છાતીમાં બળવું : જો તમને રાત્રે ખાધા પછી તરત જ સુઈ જવાની આદત હોય તો તમને છાતીમાં દુખાવો થઈ શકે છે. તેની સીધી અસર રાત્રે જમ્યા પછી તરત સૂઈ જવા સાથે થાય છે. હકીકતમાં જ્યારે વ્યક્તિ જમ્યા પછી તરત જ સૂઈ જાય છે જે ખોરાક ખાધેલો છે તે બરાબર પચતો નથી.

જેના કારણે એસિડિટી, પેટમાં દુખાવો અને છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓ પેદા થાય છે. ક્યારેક ખોરાક ના પચવાને કારણે ઝાડા ઉલ્ટી પણ થઈ શકે છે. તેથી રાત્રે જમ્યા પછી તરત જ સૂવાને બદલે થોડું ચાલવું સારો વિકલ્પ છે.

ઊંઘ ના આવવી : આપણને પણ ખબર છે કે જ્યારે ખોરાક પચતો નથી તો પેટ ભારે લાગવાનું જ છે. આવી પરીસ્થિતિમાં ઊંઘ આવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને જો તમને ઊંઘ પણ આવી જાય છે તો પણ તમે સારી રીતે ઊંઘી શકશો નહીં.

પેટમાં દુખાવો અને છાતીમાં બળતરાના કારણે તમારી ઊંઘ વારંવાર તૂટી જશે. પેટ ભારે હોઈ શકે છે અને તમને ગેસની સમસ્યા પણ થઈ શકે છે, પરંતુ તમે શું ખાઓ છો તે વસ્તુ પર નિર્ભર કરે છે. તેથી રાત્રિભોજનમાં ફક્ત હલકી જ વસ્તુઓ ખાવી જોઈએ અને ગેસ પણ ના બને.

વારંવાર પેશાબ આવવો : જ્યારે ખોરાક બરાબર પચતો નથી તો તે તમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડે છે. ઘણા લોકો છે જેઓ જમ્યા પછી તરત જ સૂઈ જાય છે અને તેમને મધ્યરાત્રિએ 2 થી 3 વખત પેશાબ કરવા માટે ઊંહું થવું પડે છે.

ખાસ કરીને જો તમે રાત્રે કેફીનયુક્ત ખોરાક લીધો હોય તો તમારે રાત્રે વોશરૂમ જવું જ પડે છે. ઘણા લોકોને રાત્રે ચા અથવા કોફી પીધા પછી સૂવાની ટેવ હોય છે અને ઘણા લોકો રાત્રે ચોકલેટ ખાવાનું પસંદ કરે છે. આવા લોકોને રાત્રે વારંવાર પેશાબ જવું પડતું હોય છે.

વજન વધવું : જો તમે રાત્રે ખાધા પછી તરત જ સૂઈ જાઓ છો તો ખોરાકમાં રહેલી કેલરી બર્ન થવાનો સમય કે નથી મળતો અને આ સ્થિતિમાં તમારું વજન વધી શકે છે. એટલા માટે કહેવાય છે કે રાત્રે સૂવાના 3 કલાક પહેલા તમારે જમી લેવું જોઈએ જેથી તે સરળતાથી પચી શકે અને કેલરી પણ બર્ન થઈ શકે.

આ બાબતોને જાણીને એવી આશા રાખવામાં આવે છે કે હવે તમે રાત્રે જમ્યા પછી તરત જ ઊંઘવા નહિ જાઓ. રાત્રે ચોક્કસ સમયે અને હળવો જ ખોરાક લો, તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા પણ નહીં થાય. સ્વાસ્થ્ય સંબંધિત આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા