calcium rich foods list in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બદલાતી જીવનશૈલીમાં અને ખાવાની ખોટી આદતોને કારણે મહિલાઓને ઘણી વખત ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાંથી એક સમસ્યા એ છે કેલ્શિયમની ઉણપ. આજે આપણા દેશમાં મહિલાઓમાં કેલ્શિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.

ઘણા રિસર્ચ પછી એ વાત સામે આવી છે કે આપણા દેશની મોટાભાગની મહિલાઓમાં પાંત્રીસ વર્ષની ઉંમર પછી તેમનામાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. તેની શરૂઆત કિશોરાવસ્થાથી શરૂ થઇ જાય છે અને પછી જીવનભર ચાલુ રહે છે.

પરંતુ સવાલ એ ઉઠે છે કે મહિલાઓમાં કેલ્શિયમની ઉણપ કેમ જોવા મળે છે અને તેના લક્ષણો શું હોય છે? અને આ ઉણપને દૂર કરવા માટે શું ખાવું જરૂરી છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય દરેક માણસને કેલ્શિયમની જરૂર હોય છે.

જ્યારે વધતી ઉંમર સાથે બાળકોને તેની વૃદ્ધિ, દાંત અને હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમની જરૂર પડે છે અને બીજી તરફ મોટી ઉંમરના લોકો માટે હાડકાંને ફેક્ચર અને ઑસ્ટિયોપોરોસિસથી બચાવવા માટે તેની જરૂર હોય છે. ડૉક્ટરની સલાહ મુજબ છોકરીઓ ઘણી કુદરતી પ્રક્રિયાઓમાંથી જેમ કે પીરિયડ્સ, ગર્ભાવસ્થા, સ્તનપાન અને મેનોપોઝ વગેરેમાંથી પસાર થવું પડે છે.

આ સ્થિતિમાં તેમને હેલ્ધી ખોરાક અને વધારે કેલ્શિયમની જરૂર હોય છે. મેનોપોઝ પછી તો મહિલાઓના શરીરમાં કેલ્શિયમ ઓછું થવા લાગે છે. પરંતુ પ્રશ્ન ત્યાં છે કે આજે પણ આપણા સમાજમાં છોકરીઓને છોકરાઓ કરતાં ઓછો આહાર આપવામાં આવે છે.

ન્યુટ્રિશનિસ્ટ મુજબ આપણા હાડકાંના વધારે ભાગો કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલા હોય છે. આ જ કારણ છે કે કેલ્શિયમ આપણા હાડકા માટે સૌથી જરૂરી પોષક તત્વ છે. પુરૂષો કરતાં મહિલાઓને વધારે કેલ્શિયમની જરૂર પડતી હોય છે કારણ કે તેઓ ઉંમરની સાથે હાડકાંની સમસ્યા વધારે હોય છે.

આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ એક મહત્વપૂર્ણ મિનરલ છે અને તે લોહીના પીએચ બેલેન્સને કંટ્રોલમાં રાખે છે. પરંતુ કેલ્શિયમની ઉણપને કારણે લોજીના ગઠ્ઠા થવા, કિડની પથરી, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા વધી જવા, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ હૃદય પર અસર દેખાવા લાગે છે.

કેટલું કેલ્શિયમ લેવું જોઈએ? તમારે શરીરની કેલ્શિયમની જરૂરિયાતને પુરી કરવા માટે તમારે વધારે કઈ કરવાની જરૂર નથી ફક્ત દિવસમાં 3 વાર જમતી વખતે 1 કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવાનો છે. આ માટે તમે સવારે 1 ગ્લાસ દૂધ અને દિવસમાં એક ટાઈમ 1 વાટકી દહીં અને રાત્રે ફરીથી 1 ગ્લાસ દૂધ લઈ શકો છો.

આમ કરવાથી તમારી દરરોજ ની જરૂરિયાત પ્રમાણેનું કેલ્શિયમની જરૂરિયાત પૂરી થઇ જશે. કેલ્શિયમથી ભરપૂર ખોરાક આ પ્રમાણે છે : કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે તમારે તમારા આહારમાં દૂધની સાથે આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. પાલક, ટોફુ, સોયા મિલ્ક, પનીર, ચીઝ.

જરૂરી જાણકારી : એક વાત જે લોકો ઘણીવાર જાણતા નથી પણ તમારે એક વાતને ધ્યાનમાં રાખવાની છે. તમારે કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી પણ લેવાનું છે કારણ કે જ્યાં સુધી તમે વિટામિન ડી નહીં લો ત્યાં સુધી તમારું શરીર કેલ્શિયમને સારી રીતે શોષી શકશે નહીં અને કેલ્શિયમ શરીરમાંથી બહાર નીકળી જશે.

દરરોજ સવારે 10 થી 15 મિનિટ સમય કાઢીને સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમની બંનેની ઉણપને દૂર કરી શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટેના ઉપાય || જાણો કેલ્શિયમની ઉણપને દૂર કરવા શું ખાવું”