શિયાળાની શરૂઆત સાથે જ આપણી આસપાસ ઘણું બધું બદલાઈ જાય છે. લોકોની જીવનશૈલીથી લઈને ગરમ કપડા પહેરવા સુધી અને બીજી તરફ શિયાળામાં આપણું ભોજન પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ સિઝનમાં લોકો ગરમ વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે.
પરંતુ આપણા માટે એ સમજવું જરૂરી છે કે કયા શાકભાજી એવા છે, જેનાથી આપણે શિયાળામાં લાભ મેળવી શકીએ. શિયાળાની ઋતુમાં આવી ઘણી શાકભાજી હોય છે, જે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે.
શિયાળાની આ ઋતુમાં ઘણા એવા શાકભાજી છે જે આપણને અનેક બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે. તો ચાલો જાણીએ કેટલીક એવી શાકભાજી વિશે જેનું સેવન કરવાથી તમે શિયાળામાં ઘણા લાભ મેળવી શકો છો.
પાલક: આપણે જાણીએ છીએ કે લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપે છે. દા.ત પાલક. શિયાળામાં તમે વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર પાલકનું સેવન કરી શકો છો. પાલકનું સેવન કરવાથી તે કેન્સર અને અસ્થમા જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
મૂળા: કેટલાક લોકોનું એવું માનવું હોય છે કે મૂળા ખાવાથી શરદી ઉધરસ થઈ જાય છે. પણ જો તમને એવું હોય અને તમને શરદી ઉધરસ હોય તો મૂળાનું સેવન કોઈ પણ બીકે વગર કરો કારણકે મૂળા ખાવાથી તમારી શરદી ઉધરસ ઝડપથી ઠીક થઈ જશે.
બીટ: શિયાળામાં બીટરૂટનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો અને બીટનો રસ પણ પી શકો છો. તે મગજમાં લોહીના પ્રવાહમાં સુધારો કરવાનું કામ કરે છે.
ગાજર: ગાજર શિયાળામાં જ મળે છે અને તેના સેવનથી શરીરમાં વિટામિન સી, ઈ, કે અને બી જેવા વિટામિન્સની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે. તમે તેનું સેવન ગાજરના શાક, સલાડ અને જ્યુસના રૂપમાં કરી શકો છો.
આમળા: આમળા જેવા ફળોના સેવનથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. આમળામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. એન્ટીઑકિસડન્ટ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.