કેટલાક ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવે છે અને સમયે છે કે આનાથી આપણો ખોરાક સારી રીતે પચી જશે. મારા એક દોસ્તને પણ આવી જ આદત છે કે તેને પણ જમ્યા પછી પાણી જોઈએ એટલે જોઈએ જ, નહીં તો તે ખોરાક પણ નથી ખાતો.
તેને એવું લાગે છે કે જો તે પાણી નહીં પીવે તો ખોરાક તેના ગળામાં ફસાઈ જશે. મેં તેને કેટલી વાર ના પાડી છે પણ તે માનતો નથી. માતા દોસ્તની જેમ ઘણા લોકોની આ આદત હોય છે. કદાચ તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને ખાધા પછી પાણી પીવો છો.
જો એમ હોય તો તમારી આ આદત સારી નથી, કારણ કે તે તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. જો તમે તમારું જીવન સ્વસ્થ રીતે જીવવા માંગતા હોય તો જમ્યાના ઓછામાં ઓછા 40 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. જો તમે જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે.
આપણે હંમેશા ક્યારેક તો સાંભળ્યું જ હશે કે જમતી વખતે પાણી ના પીવું જોઈએ અથવા જમ્યા પછી તરત જ પાણી ના પીવું જોઈએ અથવા પાણી પીધા પછી તરત જ ખોરાક ના ખાવો જોઈએ. આયુર્વેદમાં ખાધા પછી તરત જ પાણી પીવાને ઝેર સમાન માનવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર જો તમારે ભોજનની આસપાસ પાણી પીવું હોય તો જમ્યાના અડધા કલાક પહેલા પીવો અથવા ખોરાક ખાધા પછી લગભગ 40 મિનિટ પછી જ પાણી પીવો. આ વિશે વધુ માહિતી માટે અમારી સાથે ચાલો.
જમ્યા પછી પાણી પીવું કેટલું સારું કે ખોટું?: જમ્યા પછી તરત જ પાણી પીવું યોગ્ય નથી કારણ કે જ્યારે તમે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવો છો ત્યારે પાચન એન્ઝાઇમ નબળું પડી જાય છે અને કુદરતી પાચનનો સમય ઓછો થઈ જાય છે.
આ સિવાય આહારમાં હાજર પ્રોટીનને શરીરમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં થોડો સમય પેટમાં રહેવાની જરૂર હોય છે. જો ખોરાક ખાધા પછી તરત જ વધુ પડતું પાણી પીવામાં આવે તો ફરીથી ભૂખ લાગે છે અને તમે વધારે ખાઓ છો અને વજન વધવાનું જોખમ પણ વધે છે.
આનાથી બચવા માટે, કુદરતી પાચન પ્રક્રિયામાં અવરોધ ના આવે તે માટે ભોજન કર્યા પછી ઓછામાં ઓછી 40 મિનિટ સુધી પાણી પીવાનું ટાળવું જોઈએ. જમ્યા પછી પાણી ના પીવાથી પોષક તત્વોના શોષણમાં પણ મદદ મળે છે.
જમ્યા પછી પાણી પીવાથી થતી સમસ્યાઓ : ગેસ્ટ્રોડાયનિયા એ પેટની એનર્જી છે જે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના પાચનનું કામ કરે છે. આ એનર્જી આપણી અંદર હોવી ખૂબ જરૂરી છે, કારણ કે જો આ એનર્જી આપણી અંદર ધીરે ધીરે સમાપ્ત થઇ જશે તો ખોરાક પચતો નથી. ખોરાક ન પચવાને કારણે તે પેટમાં જ સડવા લાગે છે અને તેમાંથી ગેસ, એસિડ બનવાનું શરુ થઇ જાય છે.
જો કે આ તમને નાની સમસ્યાઓ લાગે છે, પરંતુ ધીમે ધીમે તે મોટી સમસ્યાઓને જન્મ આપી શકે છે અને રોજેરોજ ગેસ કે એસિડિટીને કારણે પેટમાં મોટું ઈન્ફેક્શન થઈ શકે છે, જે આગળ જતા તમારા માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે.
હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ખોરાક ખાતા પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? આ પ્રશ્નનો જવાબ તમને જણાવી દઈએ કે ખોરાક ખાતા પહેલા પાણી પીવું સારું છે કારણ કે તે પાચન પ્રક્રિયામાં મદદ કરે છે.
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ઉઠીને સૌથી પહેલા ગરમ પાણી પીવો. સવારના નાસ્તા પછી તમે ફળોનો જ્યુસ વગેરે પી શકો છો. ત્યાબાદ તમે બપોરના ભોજન પછી દહીં અથવા છાશ લઈ શકો છો. તો આજથી આ આદતો અપનાવો અને જીવનને સ્વસ્થ બનાવો.