આજના સમયમાં લોકો સામાન બજારમાંથી ખરીદી કરવાને બદલે ઓનલાઈન ખરીદી કરે છે. પરંતુ તમારે ઓનલાઈન શોપિંગ કરતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જયારે તે ઘરનું મોંઘુ સાધન હોય. જો કે તમને પણ કોઈ પણ ઓનલાઈન વસ્તુ ખરીદતા પહેલા તમારા મનમાં ઘણા પ્રશ્નો આવતા હશે.
જો આપણે ફ્રિજ ખરીદવાની વાત કરીએ તો તમે ફ્રિજ ખરીદતી વખતે તેની ક્ષમતા, કૂલિંગ ટેક્નોલોજી, એનર્જી વગેરેને ધ્યાનમાં રાખીને ફ્રીજને ખરીદતા હશો. જો તમે પણ નવું ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેખમાં જણાવેલી ટિપ્સનું ખાસ ધ્યાન રાખો.
1) પરિવારના સભ્ય મુજબ ખરીદો ફ્રિજ : તમારે તમારા ઘરમાં કેટલા વ્યક્તિ રહે છે અને તેમની શું શું જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખીને ફ્રીજની પસંદગી કરવી જોઈએ. તમારા ઘરમાં ઓછા લોકો છે તો તમે સિંગલ ડોર ફ્રિજ ખરીદી શકો છો.
તમને જણાવી દઈએ કે મોટાભાગના સિંગલ ડોર ફ્રિજની ક્ષમતા 160 લિટરની હોય છે. આ તમને સસ્તામા પણ મળી જશે. પરંતુ જો તમારા ઘરમાં વધુ સભ્યો હોય તો ડબલ ડોર ફ્રિજ ખરીદી શકો છો. ફ્રિજ ખરીદતા પહેલા, તમારે એ જાણવું જરૂરી છે કે ફ્રિજમાં ફ્રિજરનો કેટલો ભાગ આપેલો છે.
તમને જણાવી દઈએ કે તમે ફ્રિજની ફ્રેશ ફૂડ ની જગ્યામાં ખાવાની વસ્તુઓ રાખી શકો છો, જ્યારે ફ્રીઝરમાં તમે એવી વસ્તુઓ રાખી શકો છો જેને તમારે વધુ તાપમાનમાં રાખવાની જરૂર હોય છે. તેથી ફ્રિજ ખરીદતા પહેલા તેની સ્પેસિફિકેશન ચોક્કસ વાંચો.
2) સ્ટાર રેટિંગ ખાસ ચકાસવું : કોઈપણ ઉપકરણ ખરીદતા પહેલા સ્ટાર રેટિંગ જોવું જરૂરી છે. જો તમે વધુ કેપેસીટીવાળું ફ્રિજ ખરીદવા જઈ રહયા છો તો તમારે પાવર સેવિંગ માટે ઓછામાં ઓછું 4 સ્ટાર રેટિંગ ધરાવતું ફ્રિજ ખરીદવું જોઈએ. જો તમે ઓછી ક્ષમતાવાળું ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા છો તો 3 સ્ટારથી ઓછાનું ફ્રિજ પણ લઈ શકો છો
3) ફ્રીજ કેટલી જગ્યા લેશે? ફ્રિજ ખરીદતા પહેલા તમારા ઘરમાં કેટલી જગ્યા છે તે ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં જ્યાં ફ્રિજ રાખવાનું છે ત્યાં થ્રી-પીન પાવર સોકેટ પણ હોવું જોઈએ. ઓનલાઈન પર ફ્રિજની લંબાઈ અને પહોળાઈ વિગતમાં જણાવેલી હોય છે તે તપાસવું જોઈએ. ફ્રિજનો દરવાજો ખોલવા માટે પૂરતી જગ્યા છે કે નહીં વગેરે જાણીને જ ફ્રીજની ઓનલાઈન ખરીદી કરવી જોઈએ.
4) રીવ્યુ જરૂરથી ચેક કરો : ફ્રિજ અથવા કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તમારે તેમાં લખેલ રિવ્યુ જરૂર વાંચવો જોઈએ, કારણ કે તેનાથી તમને ખબર પડશે કે જે લોકોએ ફ્રિજ ખરીદ્યું છે તેમને તેના ફીચર્સ પસંદ આવ્યા છે અને તે સારી રીતે કામ કરી રહ્યું છે કે નહીં.
આ સાથે તમારે ફ્રિજ ખરીદતા પહેલા એ પણ તપાસવું જોઈએ કે કેટલા લોકોએ તે ફ્રિજ ખરીદ્યું છે. આ સિવાય તમારે બીજી ઓનલાઈન વેબસાઈટ પર જઈને તે જ ફ્રીજના રીવ્યુ કેવા છે તે પણ વાંચવા જોઈએ.
5) મોંઘું ફ્રીજ ક્યારે ખરીદવું : તમને જણાવી દઈએ કે મોંઘા ફ્રિજમાં તમને ઉચ્ચ કેપેસિટીવાળા ફ્રિજ વિકલ્પો મળે છે. જો તમે વધારે કેપેસીટીનું ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સૌ પ્રથમ, તમારે તપાસવું જોઈએ કે તમે જે પણ ફ્રિજ ખરીદો છો તે સ્ટેબિલાઈઝર ફ્રી મોડલ છે કારણ કે જો પાવર કટ થાય છે તો પણ વોલ્ટેજ સંબંધિત કોઈ સમસ્યા આવશે નહીં. તમને જણાવી દઈએ કે હાઈ કેપેસિટીધરાવતા ફ્રિજની 200 લિટરથી વધુ હોય છે.
તો આ લેખમાં જણાવેલી તમામ ટિપ્સ આપવામાં આવી છે જે તમારે ઓનલાઈન ફ્રીજ ખરીદતા પહેલા જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને આ માહિતી ગમી હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.