દિવસે દિવસે વધતી જતી આ જીવલેણ બીમારી ડિપ્રેશન શું છે, તેના કારણો જાણી લો, નહીંતર જીવલેણ પણ બની શકે છે

what is depression in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ડિપ્રેશન શું હોય છે, જો તમે પણ નથી જાણતા કે ડિપ્રેશન છે શું તો જાણી લો, કારણ કે આ બીમારી જીવલેણ પણ બની શકે છે. ડિપ્રેશન ખૂબ જ સામાન્ય શબ્દ લાગે છે કારણ કે આપણે દરરોજ સાંભળીએ છીએ અને કદાચ આ જ કારણ છે કે આપણે તેને ખૂબ જ ગંભીરતાથી લેતા નથી. પરંતુ હવે તમે પણ સાવચેત રહેજો કારણ કે આ એક ગંભીર માનસિક સમસ્યા છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.

ઘણી બધી સેલિબ્રિટીઓએ આ વિશે વાત કરી છે અને ઘણા લોકોએ આ કારણે પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું છે. તો તમારે ડિપ્રેશનની ગંભીરતાને સમજવા માટે પહેલા ડિપ્રેશન છું છે તે સમજવું પડશે.

ડિપ્રેશન એટલે શું? આ એક માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ ખુશીઓને બાજુ પર મૂકીને ધીરે ધીરે નિરાશા તરફ જવા લાગે છે. તેને દરરોજની પ્રવૃત્તિઓમાં કોઈ રસ રહેતો નથી. તે પોતાની જાત પર જ સીમિત થઈ જાય છે અને તેને બીજા વ્યક્તિને મળવામાં અને કોઈની સાથે વાત કરવામાં કોઈ રસ નથી હોતો.

તેની ખાવા-પીવાની આદતો અને સૂવાની આદતોમાં બદલાવ જોવા મળે છે. વ્યક્તિ પોતાના વિશે નકારાત્મક વિચારો રાખવાનું શરૂ કરો છો. એનર્જી લેવલ ઓછું થાય છે. જો ડિપ્રેશનની સમયસર સારવાર કરવામાં ના આવે તો તે વ્યક્તિ આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર કરી દે છે.

જાણો તેનું કારણ : નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ડિપ્રેશન થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં , , માનસિક, શારીરિક અને સામાજિક મુખ્ય કારણો છે. શારીરિકમાં જોઈએ તો ગંભીર અથવા લાંબી માંદગી, હોર્મોન્સ, આનુવંશિકતા, દવાઓનું સેવન, વ્યસન અથવા દુર્ઘટના વગેરે.

માનસિક કારણોમાં સંબંધોમાં તણાવ, છેતરપિંડી, ભાવનાત્મક કારણો, કોઈ વ્યકતિથી અલગ થવું અથવા મૃત્યુ, વગેરે વગેરે. સામાજિક કારણોમાં નોકરી, આર્થિક નાણાકીય તંગી, આસપાસનું વાતાવરણ અને આસપાસના લોકો, અપ્રિય પરિસ્થિતિઓ, તણાવ વગેરે વગેરે.

આ બધા કારણોને લીધે મગજની કામ કરવાની રીતમાં બદલાવ આવે છે અને વિચારવાની અને સમજવાની ક્ષમતા પર પણ અસર થાય છે. જેના કારણે મગજના કેટલાક ન્યુરલ સર્કિટની કામગીરીમાં અમુક અંશે ફેરફાર થાય છે.

મગજમાં ન્યુરોટ્રાન્સમીટરની ઉણપને કારણે જ ડિપ્રેશનની બીમારીની શરૂઆત થાય છે. ન્યુરોટ્રાન્સમીટરસ એ મગજમાં જોવા મળતા રસાયણો હોય છે, જે મગજ અને શરીરના વિવિધ ભાગો વચ્ચે સંવાદિતા સ્થાપિત કરે છે. તેમની ઉણપ થવાને લીધે વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણો દેખાવા લાગે છે.

ડિપ્રેશન ખૂબ જ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. તમને આજે જાણીને નવાઈ લાગશે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડિપ્રેશનની સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે અને ભારત વિશ્વમાં સૌથી વધુ છે, ચીન બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે આવે છે.

WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં 56,675,969 લોકો ડિપ્રેશનની સમસ્યાથી પીડિત છે, જે ભારતની વસ્તીના લગભગ 4.5% થાય છે. WHOના આંકડા દર્શાવે છે કે 36% ભારતીયો તેમના જીવનમાં કોઈને કોઈ તબક્કે ડિપ્રેશનથી પીડાય રહ્યા છે.

ભારતની વાત કરીએ તો આપણા દેશના યુવાનોમાં પણ ડિપ્રેશન ઝડપથી ફેલાઈ રહ્યું છે. જો આપણે સંશોધનની વાત કરીએ તો દર 4 માંથી 1 કિશોર ડિપ્રેશનની સમસ્યાથી પીડિત છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે ડિપ્રેશનનો શિકાર બને છે.

દસમાંથી એક પુરુષ જ્યારે દર દસમાંથી પાંચ મહિલા ડિપ્રેશનનો શિકાર છે. ડિપ્રેશનના 90 ટકા દર્દીઓમાં અનિંદ્રાની સમસ્યા જોવા મળે છે અને વ્યક્તિ લગભગ 65% સમય ચિંતામાં વિતાવે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, કોઈપણ અપ્રિય ઘટના બને છે તો તેની અસર મનુષ્ય પર વધારેમાં વધારે 100 દિવસ સુધી રહે છે, પરંતુ કેટલાક લોકો જૂની ઘટનાઓને વારંવાર ઉઝરડા કરે છે, જેના કારણે તેમના ઘા રૂઝાતા નથી અને તેમનું મન હતાશા અને પીડાથી ભરાઈ જાય છે.

જ્યારે તણાવ હદ થી વધારે વધી જાય છે ત્યારે તે ધીમે ધીમે હતાશા અને નિરાશા તરફ દોરી જાય છે, જ્યાં વ્યક્તિને જીવનની કોઈપણ પ્રવૃત્તિમાં મન લાગતું નથી અને લોકો ડિપ્રેશનગ્રસ્ત થઈ જાય છે. જ્યારે ડિપ્રેશન હદ થી વધારે તીવ્ર બને છે ત્યારે વ્યક્તિ આત્મહત્યા જેવું પગલું ભરે છે.

WHO અનુસાર, દર વર્ષે આઠ લાખથી વધુ લોકો આત્મહત્યાના કારણે જીવ ગુમાવે છે અને તેમાં 15-29 વર્ષની વયના યુવાનોમાં આત્મહત્યા મૃત્યુની બીજું સૌથી મોટું મુખ્ય કારણ છે. આવી સ્થિતિમાં ડિપ્રેશન અને તેની ગંભીરતાને સમજીને તેને સમયસર તેની સારવાર કરાવવીને તમારા જીવનમાંથી દૂર કરવું વધુ સારું રહેશે.

ખાસ કરીને ભારત દેશમાં જ્યાં ડિપ્રેશને લોકોને ખૂબ જ જકડી લીધા છે અને આજની જીવનશૈલીને કારણે તે આવનારા દિવસોમાં આ ગંભીર સમસ્યા વધુને વધુ ફેલાશે.